SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હેર૭. [ સંપુટેમ્બ જૈન સમાચાર, - વિલાયત ગંતા–પુનાવાળા શેઠ નેમચંદ માણેકચંદે તા. ૨૨ મી એ અમદાવાદમાં ઓશવાળ ભાઈઓની વાત કરી હતી ત્યારે ઈગ્લેંડ જઈ આવેલા મી. મોહનલાલને નાતમાં જમવા દેવામાં આવ્યા છે. સંઘાડ–શ્રી મુંબઈમાં વિચરતા મુનિરાજ શ્રી મેહનલાલજી મહારાજના સાધુઓની સંખ્યા ૩૪ જણાય છે. પાદક છે જેને દય” અંક ૮-૯ માં લખે છે કે શ્રીજૈન (શ્વેતાંબર ) કોન્ફરન્સ હેરડે સ્થાનકવાસી ભાઈઓની વિરૂદ્ધમાં અજ્ઞાનતા ભર્યા જે લખાણો કર્યા હતાં તેથી ખિન્ન થઈ સંપના ઈચ્છક મી. ગુલાબચંદ ઢઢ્ઢાએ પિતાનું એડીટર તરીકેનું નામ પાછું ખેંચી લીધું જણાય છે. સહકારી બધુને જણાવવાનું કે ઢુંઢીઆ ભાઈઓની વિરૂદ્ધતાના લખાણ આવવા ઉપરથી જે મી. ઢઢાએ નામ કાઢી નાખ્યું હોત તે તેજ અંકમાં તમારી કેન્ફરન્સના પ્રમુખના સંબંધને મી. ઢઢાને લખેલે આટકલ વાંચો અને ખાત્રી કરો. હાલ મી. ઢઢા જયપુર સંસ્થાનના એક મહાલ માલપુરમાં રહેતા હોવાથી કેટલીક અગવડ પડવાને અંગે સંપાદક તરીકે કામ કરી ન શકાય અને માત્ર નામ રહે એ યોગ્ય લાગતું નહિ હોવાથી તેમને આ રસ્તે લેવાની જરૂર પડી છે, પરંતુ તેમની લાગણી અને હિત જેવુંને તેવું કાયમ છે. જાપાનમાં ધર્મસભા-આ સભા વિષે મુસલમાન ભાઈઓએ પ્રતિનિધિ મોકલવા અને તે રીતે જાપાનમાં રાજ્યધર્મ તરીકે મુસલમાન ધર્મ સ્વીકારાવવા આશા રાખી છે, એમ ઈસલામી લેખકોએ અત્રેના સ્થાનિક વર્તમાન પત્રોમાં વારંવાર જણાવ્યું હતું, તથા દૈનિક વર્તમાન પત્રોના આધારે સાપ્તાહિક પત્રોએ પણ તેમજ લખ્યું હતું, અને તેથી સુરતમાં બીરાજતા મુનિરાજના ઉપદેશથી જાપાનમાં આપણું ધર્મના પ્રતિનિધિ મોકલવા અને આપણો ધર્મ જાપાનમાં વિશેષ ફેલાવવા માટે વક્તાઓ મોકલવા કે શું ઉપાયો લેવા તે માટે નિશ્ચય કરવા ત્યારે સંઘ ભેગા થયા હતા. અને તે સંઘે એવું નક્કી કર્યું હતું કે જુદા જુદા મુનિરાજે અને ગૃહસ્થના મત માગવા. આ પછી જાપાનમાં ધર્મસભા ભેગી થવાની છે, તે ક્યારે થશે, એવું ચેકસ જાણવા માટે તે દેશના સ્થાનિક કેન્સલ (એલચી)ને પૂછાવતાં તેઓ જણાવે છે કે. I am not able to give you the desired information regarding the Congress of Religions in question, as nothing is known to this Consulate, but I have reason to suppose that a meeting of principal religious men held at Tokio some months ago was misreported as a Congress of Religions, અર્થ: આ એલચી ખાતાને કઈ માહિતી નથી, તેથી આપે પૂછાવેલ ધર્મસભા વિષે આપે માગેલ ખબર આપવાને હું શક્તિમાન નથી, પણ મને ધારવાનું કારણ છે કે કેટલાક મહિના ઉપર ટોકીયામાં મળેલી મુખ્ય ધાર્મિક ગૃહસ્થની સભાને ભૂલથી ધર્મસભા સમજવામાં આવી છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy