SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હરૈ૮. [ જાન્યુઆરી. વાલીયરમાં ખડકમાં કતરેલાં જૈનેનાં સંખ્યાબ ધ રાક્ષસી બાવલાં છે. એક બાવલું તે પ૭ ફીટ ઉંચું છે. નેમનાથજીનું બાવલું ૩૦ ફીટ ઉંચુ છે. એક બાવલાના માથાને મેગલ શહેનશાહ બાબરે નાશ કર્યો છે (ખંડિત કર્યું છે.) અને જે ભાગે જીર્ણ થઈ ગયા છે તે રંગીન પ્લાસ્ટરથી દુરસ્ત કરાય છે, વિગેરે. આ સંબંધમાં “મુંબઈ સમાચાર” માં જે ચિત્ર આવ્યા હતા તે પરથી જણાય છે કે તે મૂર્તિઓ આપણી નહિ પણ બની લાગે છે. જન અને બોધમૂર્તિમાં બહુ ફેર નહિ હોવાથી તે ખબરપત્રીને માલૂમ પડયું નહિ હોય. - બેડીંગ-માંગરોળના મુંબઈમાં રહેતા ભાઈઓ વધુ જાગૃત છે એમ તેમ લાગે છે. હમણા વળી શેઠ અમરચંદ તલકચંદ માંગરોળમાં જૈન ભર્ડીગ કાઢવા પ્રયાસ કરે છે એમ સાંભળ્યું છે.. બેડીંગ એ અમુક અંશે અસલના ગુરૂકુલે છે. એવા ગુરૂકેલેની બહુજ આવશ્યક્તા છે. આ બેડીંગનું કામ જેમ બને તેમ જલદી હાર પડો, એમ ઈચ્છા છે. કેલેજ-દિગંબરી ભાઈઓએ બનારસમાં જેવી રીતે યશવિજ્યજી પાઠશાળા છે તેવીજ રીતે સ્યાદ્વાદ પાઠશાળા કાઢી છે. અને વિશેષમાં ઈગ્રેજી-સંસ્કૃત કોલેજ પણ ઉઘાડી છે. - સખાવત–મુંબઈ કચ્છી દશાઓશવાળ જન બોર્ડીંગમાં હાલ રૂ. ૧૨૫૦૦ ની સખાવત થઈ છે. કચ્છીભાઈઓને આ પ્રયાસ બહુ સ્તુત્ય છે. સ્થાનકવાસી કેન્ફરન્સ–આ કોન્ફરન્સ પણ પાટણની કોન્ફરન્સના દિવસે એજ ભરવા નક્કી થયું છે. ડેલીગેટેની ફી રાખી નથી. વીઝીટરની ફી ખુરસીને રૂ. ૧ તથા બાંકડાને રૂ. • સખે છે. વિશેષ સ્થાનકવાસી ભાઈઓની એમ ઈચ્છા જાણી છે કે આપણું અને તેમની વચ્ચે જે બીન જરૂરી મતભેદ હોય તે દુર કરવા. આ માટે પહેલી સૂચના તેઓની એવી હતી કે પાટણ અથવા મે બી એ બે કન્ફરમાંથી એકની મુદત જરા આગળ પાછળ લઈ જવી. પણ તેમ બની શકે તેમ ન હોવાથી એમ સંભવ છે કે અમદાવાદ અથવા કોઈ બીજા મુકામે બને પક્ષના મુખ્ય માણસો મળી નિવેડે આણશે.' સમેતશિખરજીને સંધ-તા. ૧૫ મીએ અત્રેથી સુરતી, નગરી તથા ગુજરાતી ભાઈઓને એક સંધ ( આશરે ૨૦૦ માણસ ) શ્રીમંત રક્ષ પાર્શ્વનાથજી તથા સમેત શિખરની જાત્રાએ ગયો છે. ચંપાપુરી, પાવાપુરી, રાજગ્રહી, વિશાલા, કાશી વિગેરે આપણાં પ્રાચીન પવિત્ર સ્થળોએ પણ સંઘ જનાર છે લક્ષમી મેળવવી જ એક જીવનને હેતુ નથી. પણ મેળવ્યા પછી પવિત્ર સ્થળો નિડાળી, ત્યાંના ઉત્તમ પરમાણુ લેવા યત્ન કરવો એ પણ એક હેતુ છે. અતિ પ્રવૃત્તિમાન મુંબઈનિવાસી બંધુઓએ આ કામ ઉત્તમ નિર્ધાર્યું છે. રાજદ્વારી માન–નામદાર ઈગ્રેજ સરકાર તરફથી હમણાજ રાવબહાદુરને ખીતાબ પામેલા શેઠ નગીનદાસ ઝવેરચંદને મસ્કતના નામદાર સુલતાન તરફથી તથા ઓમાનના ઈમામ તરફથી આરબ ઘોડાની સુંદર જેડીની ભેટ મળી છે. ત્યદરબારમાં બની શકતા વગવસીલો રાખવે બહુ કામના છે. જે કામ લાગી કરી શકતી નથી તે સબ જ કરી શકે છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy