SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જૈન કેન્ફરન્સ હેર૯૩ [ આગષ્ટ. વૃધલગ્ન–પુત્રી તે ઘણે ભાગે પરણે છે એ નિશ્ચય જ, કુંવારા રહે છે તે તે પુરૂજ. પુરૂષકરતાં સ્ત્રીની સંખ્યા થોડીક વધારે છે એ ખરું, પણ તે પ્રમાણમાં બહુજ નજીવી. આપણા હિદુસંસારમાં ૪૦ વર્ષની ઉમરે પરણેલી એવી એક સ્ત્રીને દાખલ કળ જ્ઞાતીમાં રાજુલાને જાણવામાં છે, બાકી કોઈપણ સારા કુટુંબની કન્યા ૧૩–૧૪ વર્ષથી વધારે ઉમરે પરણે એવું ભાગ્યેજ જણાય છે. કઈ કઈ દ્રવ્યલોભી, પુત્રી હિત ન જોતાં સ્વહિત જેનાર, જૈ જૈ નર્કના અધિકારી માબાપે પુત્રીને મોટી ઉમરની એટલે ૧૮-૧૯ વર્ષની કરે છે, એ અતિશય લજજાસ્પદ છે. વૃદ્ધલગ્ન એટલે ઘણું કરીને ૪૦ વર્ષ ઉમર પછીના પુરૂષના લગ્ન ગણું શકાય. વૃદ્ધ પુરૂષે લગ્ન કરે છે તે કેટલાએક પુત્રલાલસાથી તથા કેટલાએક સ્ત્રીરૂપી રત્નવિના ઘરને વ્યવહાર બધે ગુંચવાઈ જાય તે માટે કરે છે. એટલું ખરું છે કે સ્વસ્ત્રી સમજુ હોય તે તે એવી ઉત્તમ મદદ કરી શકે છે, મંદવાડ વખતે એવી જાળવી શકે છે અને દરેક રીતે વ્યવહાર એ સારી રીતે નિભાવે છે કે ઘરની આબરૂ વધે છે. વૃદ્ધને કન્યા આપતાં સમજુ માણસ અચકાય એ સ્વાભાવિક છે. ઘણે ભાગે પૈસા વિના વૃદ્ધ લગ્ન કરી શકે એ અસભવિત છે. સમજી, તથા લગ્નવિના ચલાવી શકે તેવા વૃધ્ધાએ મોટી ઉમરે બનતાં સૂધી લગ્ન ન કરવાં એ ઈષ્ટ છે. વિલાયતમાં મોટા ખાનદાનની કેટલીક સ્ત્રીએ બહુ મોટી ઉમરે લગ્ન કરે છે, એવું સુભાગે આપણે કેમમાં નથી. અને પુરૂષ પણ બનતાં સૂધી આમ ન કરે તે કન્યાવિકયપર એક આડકતર પ્રહાર થાય. કેટલાક સમજુ ભાઈઓ પણ મોટી ઉમરે વૃદ્ધાવસ્થા જાળવવા ખાતર લગ્ન કરે છે, તે બની શકતાં સૂધી ન થાય તે ઉત્તમ. લગ્નખર્ચ-પુત્રના પિતાને કન્યાનાં ઘરેણાં, વસ્ત્ર, તથા બીજા વરઘડા અથવા જમણુના ખર્ચમાં દ્રવ્ય વાપરવું પડે એ સ્વાભાવિક છે. પુત્રીના પિતાને પણ કન્યા માટે વસ્ત્ર, વર તથા તેમનાં સગાવહાલાંને ચાંદલો તથા ભેજન ખર્ચ કરવું પડે છે. પરંતુ એ બધા માટે એક વાત તદન નકી કરવી જોઈએ કે સ્થિતિ અનુસારજ, લેક લાજમાં તણાયા સિવાય ખર્ચ થવો જોઈએ. કદાચ પુત્ર માટે તે ફરજ પડે છે, પણ પુત્રી માટે તે અવશ્ય સ્થિતિ વિચારવી જ જોઈએ. પગ જોઈને પાથરણું નહિ તાણનાર કરજ કરીને અતિશય મુશ્કેલીમાં ઉતરે છે, વ્યવહારમાં હલકે પડે છે, મનકલેશથી આત્માને મલિન કરે છે. માટે અવશ્ય સ્થિતિ જેવા વિનંતિ છે. શ્રીમાને ભલ સારે લ્હાવો લે, પણ તેમના સાત માળના મહેલ જોઈને તમારી ગરીબ ઝૂંપડી વીખી નાખશે એ કેટલે કાળ નિભી શકશે? લગ્ન ક્યારે કરવા–પુત્ર લગ્ન ગમે તે સંજોગમાં ૧૮ વર્ષ પહેલાં તે નજ થવાં જોઈએ. માબાપ વૃદ્ધ હોય અને તેમની ઈચ્છા ઉત્કટ હોય તે લેખક રસ્તે બતાવવા લાચાર છે. માબાપ પરમપૂજ્ય છે, તેઓના એટલા અસંખ્ય, અવર્ય ઉપકારે છે કે માબાપ થનારજ તે સમજી શકે, અને તે માટે લગ્ન જેવી ગંભીર બાબતમાં પણ શાંતિથી, સમજાવીને કામ લેવાય તેમ રાખવું. પુત્રી લગ્ન ૧૪ વર્ષની ઉમરે તે પહેલાં પણ નહિ અને પાછળ પણ નહિ–થવાં જોઈએ.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy