SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાત થ. લઈ જાય છે એ સમસ્ત પુર્ણ મેળવી શકાય છે. ઉચ્ચ જીવ બહુ થોડા હોય છે, સામાન્ય ઘહોય છે. જીવની પરીક્ષા બહારના પહેરવેશથી, સુઘડતાથી અથવા ભામકાથી થઈ શકતી નથી. એ પરીક્ષા તે અનુભવેજ આભે આત્મા અથવા સર્વજ્ઞજ કરી શકે. આ શ્લોક શ્રીમદ્ સમપ્રભાચાર્યના સિદર પ્રરમાંથી લેવામાં આવ્યો છે. શ્રીમદ આચાર્ય સંઘને કેટલો બધે પજ્ય ગણે છે ? ઉપર કહી ગયા પ્રમાણે સામાન્ય અને તેથી પણ ઉતરતા દરજજાના ઘણા સ્વામી ભાઈઓ હોય છે. તેઓ પણ સંઘ તરીકે પૂજ્ય છે. તેઓને પણ ગણતરીમાં લેવાના છે. વિશેષ સંઘ કેવો છે, કે તેની ઈચ્છા સંસારના ત્યાગની છે. આપણામાંના ઘણાને સંસારમાં અનેક પ્રસંગોએ કટુ અનુભવ થતાં વિરાગદશા ઉત્પન્ન થઈ જાય છે, છતાં સ્વામી વિવેકાનંદ કહે છે તે પ્રમાણે સંસારી મનુષ્યનું જીવન કર્તવ્ય કર્યાથીજ ફળીભૂત થઈ શકે; ઉપર પણ એજ હેતુથી લખાયું છે કે મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે. મુક્તિના સાધન માટે સાવધાન ક્યારે થઈ શકાય? ઉચ્ચ વિચારે, પવિત્ર શબ્દ અને શુદ્ધ વર્તન, શ્રાવકનાં બાર વ્રત, ચાર ભાવના, તથા પ્રભુ પાસે અત્યંત નમ્રતા, વિગેરે બની શકે ત્યારેજ મુક્તિના સાધનને રસ્તો બની શકે છે. આચાર્ય સંઘની પૂજા કરવાનું લખે છે તે આવા આવા ગુણો સંધમાં છે એમ સ્વિકારીનેજ લખે છે. સંધે—સંઘની દરેક વ્યક્તિએ બની શક્યા પ્રમાણે ઉપર દર્શાવેલું પાળવા યત્ન કરવો, એમાંજ વ્યક્તિની–સમષ્ટિની–સંધની પૂજ્યતા છે. કોઈ પણ સ્થળને તીર્થ ક્યારે કહેવાય ? આગળ આવી ગયેલા અતિ ઉત્તમ પરમાણુઓ જ્યાં નિવાસ કરી રહ્યા છે, તે સ્થળનેજ તીર્થ કહેવાય, સંઘમાં એવા ઉત્તમ પરમાણુઓ છે એમ માનીનેજ શ્રી તીર્થંકર મહારાજ શ્રી સંધને તીર્થરૂપ ગણે છે. સમહને કદી પણ તિરસ્કારવાને નથી. સમૂહની શક્તિ અજબ છે. ઉપર કહેલા અનેક ગુણોવાળોજ સંધ છે. વ્યક્તિમાત્ર એટલે સંધ. દરેક વ્યકિતએ પોતાથી બની શક્યા પ્રમાણે ઉચ્ચ સ્થિતિમાં આવવા યત્ન કરે, અને સંઘને દીપાવવો એજ ફરજ છે. કેન્ફરન્સ એ ગામેગામોના સંધનો સમુચ્ચય છે, મહાસંધ છે. કમીટીના મેંબરો અને ઈ–ભાવનગરમાં ચાલતી કન્યાશાળા એક કરતાં વિશેષ કારણને અંગે દષ્ટાંતરૂપ છે. તે કન્યાશાળા એક સ્ત્રીની ઉદારતાથીજ સ્થપાયેલી છે. સ્ત્રીઓ જે પ્રકારની સખાવત કરે છે, તેના કરતાં સ્ત્રી કેળવણી માટેની સખાવત અતિ ઉત્તમ પ્રકારની છે, એમ સ્ત્રીઓ સમજે, એ આ આગળ વધતા જમાનાની શુભ નિશાની છે. નામદાર સરકાર હસ્તક ચાલતી કન્યાશાળાઓમાં પણ સ્ત્રીશિક્ષકે મેળવતાં કેટલી મુશ્કેલી પડે છે, અને સ્કૂલેનાં પ્રમાણમાં સ્ત્રીશિક્ષકે કેટલી બધી ઓછી છે તે અનુભવજ કહી શકે. ભાવનગર ઉજમબાઈ કન્યાશાળામાં આવી સ્ત્રી શિક્ષકે મળી શકી છે, એ પણ જ્ઞાતિના શુભ નસીબજ છે. કારણ કે, આપણી જ્ઞાતિમાં સ્ત્રીઓ થોડીઘણી ભણેલી હોય છે, પરંતુ તેમાંથી શિક્ષકનો ધંધો પસંદ કરવા કોઈને તયાર કરવી એ અતિશય વિકટ કામ છે. આ કન્યાશાળા તે બાબતમાં પણ નસીબદાર નીવડી છે. કન્યાશાળાની વ્યવસ્થા માટે એક વ્યવસ્થાપક કમીટી છે. કોઈ લાઈબ્રેરી, સ્કૂલ, વિગેરેમાં મેમ્બર અથવા વિદ્યાર્થીની ફી હોય, પરંતુ એક લેખ પરથી હમણા જણાય છે કે ત્યાંની વ્યવસ્થાપક કમીટીમાં જે માણસો મેમ્બર થવા ઉમેદવારી કરે તેણે ફી રૂ. ૧ આપવા તૈયાર થવું જોઈએ. અમે આ નિયમનું વાસ્તવિકપણું સમજી શકતા નથી. વ્યવસ્થાપક કમીટીના મેંબરો આ વિષેનો ખુલાસો બહાર પાડશે એમ આશા છે. સ્ત્રી અને પુરૂ: કઈ કઈલેખકે એવો સવાલ ઉઠાવે છે કે શ્રાવિકા એ સૌથી અગત્યનું સંઘનું અંગ હોવા છતાં તેને છેલ્લું શા માટે મૂકવામાં આવતું હશે ? શ્રાવક કરતાં સાધુ જીવન અતિશય ઉચ્ચ, પવિત્ર, શતગણું ઉત્તમ છે. સાધુ એ પહેલું અંગ તદન વાસ્તવિક છે. “ પુરૂષ અને સ્ત્રી ” નામના પુસ્તકમાં અતિશય. સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે પુરૂષનું અને સ્ત્રીનું શરીરનું બંધારણ તદન જુદાજ નિયમેપર છે. સ્ત્રીનું શરીર કમળ છે, પુરૂષનું
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy