SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ આગષ્ટ વાધરવી. | પ્રાંત ઓખા મંડલ. | બેટ સંદ્ધાર ગઢેચી (ઘડેચી) વરદુસર રાજ્ય ગાયકવાડ વસઈ (કનકાપુરી) સરકાર “ઉપર લખ્યા પ્રમાણે કાઠીયાવાડ દેશના પ્રાંત ઝાલાવાડ, ઊંડસરવૈયા, બાબરીયાવાડ, બ, મચ્છુકાંઠા અને ઓખામંડળ એ પ્રાંતમાંનાં ઉપર લખ્યાં ગામોની ડિરેકટરી ભરાઈને આંહી અમારી પાસે આવેલી છે તે વિનંતી કરવાની કે ઉપર લખ્યાં ગામ સિવાય સદરહુ પ્રાંતેનું કઈ પણ ગામ આપણે જૈન શ્વેતાંબર શ્રાવક ભાઈઓની વસ્તીવાળું ગમે તે ફક્ત એકજ માણસ રહેતું હોય તેવું નાનું સરખું પણ ગામ બાકીમાં રહ્યું જણાય તો તે ગામનું નામ, આગેવાનનું નામ અને પિસ્ટ તેને કયાં થઈ કેની મારફત મળશે તે એકદમ પત્રકારોએ વળતી ટપાલે ખબર આપી શ્રી સંધને આભારી કરવા વિનંતી છે. ગ્રંથાવલોકન જૈનમાર્ગ પ્રારંભ પિથી ભાગ બી–આ વીશ પાનાનું નાનકડું પુસ્તક વિદ્વાન જક લાલન તરફથી દોઢ આનાની નજીવી કિંમતમાં પ્રસિદ્ધ થયે ડોક વખત થયા છે. અમને તે ખરા હદયથી લાગે છે કે લાલનનું કામ બહુ ઉચ્ચ પ્રતિનું છે. અત્રેની બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલમાં ઉપરનાં ઘરોમાં આ પુસ્તક પેજક પોતેજ ચલાવે છે, અને પરિણામ ઉચ્ચ આવે એમાં સંદેહજ શે! ઈગ્રેજીમાં જેમ પ્રાઈમર અને તેની પછી કમવાર નંબર હોય છે, તેમ આ જકે પણ બે પ્રાઈમરે અને તે પછીની પાંચ ચોપડીઓ મૅટ્રિીકને અભ્યાસ પૂર્ણ થતાં સુધી કરી શકાય તેવી તૈયાર કરી છે. એક પુસ્તકનું રીવ્યુ આ માસિકમાં આગળ લેવાઈ ગયું છે. જૈન ધર્મસંબંધી જ્ઞાનનાં ખાસ ઉપગી મૂળ તને દેશકાળની પદ્ધતિમાં ગોઠવી વિદ્યાર્થીઓના હદયમાં સુગમતાથી સ્થાપિત કરવા એ કામ અતિ મુશ્કેલ અને ખાસ ધાર્મિક શિક્ષણનીજ લાઈન અનુસરનાર વૈજક જેવા વિરલ બધુઓજ કરી શકે એવું છે. શિક્ષણ બે પ્રકારનું છે, બેધક અને શેઇક. ઈગ્રેજીમાં Exercises આપીને જે શૈલીથી લાભ થાય છે તે લાભ થવા આ પ્રારંભ પોથીથી આશા રખાય છે. કારણકે પહેલાં પાઠો આપેલા છે, અને નીચે, છેકરાઓ તે સમજી શક્યા છે કે કેમ, તે તપાસવા પ્રશ્ન પાઠ આપ્યા છે. આ શિલી અતિ ઈષ્ટ છે. વીશે વીશ. બોધ પાઠ અતિ ઉપયેગી, જે હેતુથી પુસ્તક લખવામાં આવ્યું છે તે સફળ કરનારા, અને સહેલી ભાષામાં લખાયેલા છે. ધર્મ અને પાપ, શ્રી તીર્થકર, સૂત્ર, કમને કાયદે, જન્મ મૃત્યુ, જીવ અને કર્મ, સ્વર્ગ નરક, મુક્તિ, આચાર, શ્રદ્ધા, શ્રાવક, દેવગુરૂ ધર્મ, નીતિ અને છેવટે સંસાર કે છે એ તથા પુસ્તકમાંના સર્વ એકે એક ઉપયોગી પાડે છે. શિક્ષકે એ જેમ બને તેમ બાળકોને સમજાવવા પ્રયત્ન કરવા જેવું છે. ધર્મનાં દરેક અંગને ચેજકે બહુ સારે ઈન્સાફ આપે છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy