SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ રેવું કુટવું –મહુવામાં એ ઠરાવ થયો છે કે મરણ પ્રસંગે સ્ત્રીઓ હમેશાં ચાર વખત મેં વાળે છે તે બંધ કરી ફક્ત એક વખતની છુટ આપવી. સત્ય ધર્મનિર્ણય–નારણગંજમાં ઢંઢક સાધુ કમલે ત્યાં બિરાજતા સાધુ અમી. વિજયજી વિગેરેને વિવાદ કરવા કહ્યું. તેમણે હા પાડી પણ સાધુ ચેમિલ વિવાદ કર્યા વિના ચાલ્યા ગયા. ફ્રી લાયબ્રેરી–ભાવનગર જૈનધર્મપ્રસારક સભા અને આત્માનંદ સભા એ બનેએ જૈનો માટે ફ્રી લાઈબ્રેરી કરી છે. કાલંદીમાં કેટલાએક શુભ ઠ -૧ પીછાંની ટેપી, કચકડાની ચીજો અને ચામડાંનાં પૂઠાં વાપરવા નહિ. ૨ હોળીની પૂજા કરવી નહી, ધુળેટી ખેલવી નહી. ૩ શીળસાતમ વિગેરે મિથ્યાત્રી પર્વે બને તેમ કમ પાળવાં. ૪ દારૂખાનું ફોડવું નહિ, વેશ્યાને બોલાવવી નહી, ભુંડા ગીત ગાવા નહી. ૫ મરણબાદ પાછલી રાતના વાસી પલો લેવો નહી. ૬ જૈન કોન્ફરન્સમાં ૬ પ્રતિનિધિઓ મોકલવા. ૭ મરણ બાદ એક વરસની અંદર પુણ્યના રૂપિઆ ખચી નાખવા. ૮ જેની પાઠશાળા ઉઘાડવી. મૃત્યુ પાછળના પુણ્યની રકમમાંથી બે ભાગ પાડ શાળામાં આપવો. વહીવટ માટે એક કમીટી નીમવી. રાત્રિભેજન–સુરત જીલ્લામાં માંડવી તાલુકામાં લગ્ન વિગેરે પ્રસંગે જમણવાર રાત્રે થતા હતા તે નહિ કરવા ઠરાવ થયે છે. અણદરામાં શુભ ઠરા–૧ પાઠશાળા સ્થાપવી. તે માટે લાગ નાખ. ૨ લગ્નના વરઘોડામાં પોતાની સ્ત્રીને નાચવા દેવી નહિ અને ભેડા ગીત ગાવાં નહી. ૩ હોળી ખેલવી નહિઃ ટૂંઢ કરવી નહી. ૪ મરણ પછી માતરની સુખડી બંધ કરવી અને તેને બદલે રૂ. ૨પાઠશાળા માટેની જ્ઞાનકુંડમાં દેવા. ચેરી માટે સજા-અત્રેના શ્રી ગેડજીના દેરાસરમાંથી ત્યાંના ગુમાસ્તા બોટાદના રહીશ તલકચંદ જેઠાને વરખ, કેશર, બરાસ, ઓઢણી, રેશમી ધોતીયાં, અંગ લૂહણ વિગેરે ચિરવા માટે રૂ. ૭૫, દંડ તથા એક દિવસની સખત મજુરી સાથેની કેદની શિક્ષા થઈ છે જાહેર સંસ્થા વેચાણી–અમદાવાદની નાગરીસરાહગોરજી પુણ્યવિજયજીએ શેઠ નેમચંદ માણેકચંદને વેચી છે. એ બાબત તકરાર ચાલે છે. શ્રી સંઘે ધ્યાન આપવાલાયક છે. દેહેર્ગ–પચાસજી દયાવિમળજી ૭૬ વર્ષની ઉમરે અમદાવાદમાં કાળધર્મ પામ્યા છે. સોસાયટી-વાલીયરમાં “જૈન યંગ મેન્સ સોસાયટી” સ્થપાઈ છે. મેંબરે ૩૫ છે. સભા દર સોમવારે સાંજે મળે છે. ઓનરરી ઉપદેશકને પ્રવાસ–ફરૂખનગરથી જ્યોતિષરત્ન પંડિત જયાલાલ, ઓનરરી ઉપદેશક લખે છે કે હું દીલી થઈને મધ્યપ્રદેશમાં જવાને છું, તે જે પ્રદેશમાં તેમનું ફરવાનું થાય ત્યાંના જૈનબંધુઓ તેમને સભા ભરવા દેવામાં અને ભાષણ આપવામાં સરલતા કરી આપશે, એમ આશા છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy