SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬] હું શું જોઉં છું? લગ્ન એ એક માંગલિક અવસર છે અને કન્યા વિયના દુષ્ટ રિવાજને લીધે વર તફના માણસોના મનમાં અનેક પ્રકારની ચિંતાઓથી તે અવસર મહા સુખદાઈ લાગે છે. આવા બનાવે મેં ઘણા જોયા છે અને સાંભળ્યા છે જેથી હૈઉં ઘણુંજ ભરાઈ આવે છે. પિતાને છોકરો યા ભાઈ પરણાવવાની ખાતર પેટે પાટા બાંધીને તે કામ કરે છે યા તે ભાઈ અથવા પુત્રને કેળવણું આપવા માટે ખર્ચ કરવું પડે છે તેથી તેમને કેળવણી આપવાનું બંધ કરી જુજ લાભવાળા ધંધામાં જોડી દે છે. એ કે આ દુષ્ટ રિવાજને લીધે કેટલું બધું નુકસાન વેઠવું પડયું છે, પડે છે અને પહશે તેને ખ્યાલ કરવાનું કામ મારા પ્રિય વાંચકેનેજ સેંપુ છું. જાણવા પ્રમાણે દુનિયાપરની કોઈ પણ કામમાં જે આ દુષ્ટ રિવાજ હોય તે તે આપણા દેશમાં તેમાં પણ આપણી કેમમાં ને હિન્દુ ગણાતી કેમમાંજ છે. આથી પણ સ્પષ્ટ થાય છે કે આ રિવાજ દુષ્ટ અને હાનિકર્તા છે. જે મા રિવાજ યત્કિંચિત્ પણ સારે હેત તે દુનિયા પરની આપણા દેશ સિવાયની બીજી કઈ પણ કામમાં પ્રચલિત હતજ. માટે પ્રિય બન્યુઓ, આ દુષ્ટ રિવાજને એકમ સત્વરે ન્ડ મુળથી ઉખેડી નાંખે જેથી આપણી ઉશત સ્થિતિ આપોઆપ ખીલી નીકળી. . (૪) વરવિય-કેટલેક સ્થળે અને ઘણે ભાગે શહેરમાં આપણું કેમમાં કન્યાનાં માબાપ કુળની લાલચે વરવાળાને પૈસા આપી પિતાની પુત્રીને પરણવે છે તેને વરવિય કહેવામાં આવે છે. જે પ્રમાણે કન્યાવિયમાં નુકશાન છે તે જ પ્રમાણે તેથી ઉલટું વરવિયમાં પણ નુકશાન રહેલું છે. કેટલાક માબાપો કુળની બેટી લાલસામાં તણાઈ જઈને પિતાની પુત્રીને ચગ્ય વર ન હોય તે પણ પોતાની વહાલી પુત્રીને ખાડામાં ફેંકતાં વિચાર કરતા નથી યાતે પિતાથી પૈસા આપી શકાય તેવી સ્થિતી ન હોય તેમ બુદ્ધીના બુઠ્ઠા, અક્કલના આંધળા કે ખરેખર આંધળા, કાંણ કે લુલાની પણ કુળવાનની સાથે પરણાવે છે. આ પ્રમાણે લગ્ન કરવામાં તેઓ બેટી મોટાઈ માની બેઠા છે ને પરિણામે પોતાની વહાલી પુત્રીઓના વિલાપ સાંભળે છે કિવાં નજરે જુએ છે. માટે તેવી બેટી મેટાઈ માનનારા ભાઈઓ અને બહેનોને જણાવવા રજા લઉં છું કે પોતાની પુત્રીનાં વર જોઈ તેની સાથે લગ્ન કરવા તેમજ પોતાનું અને પોતાની પુત્રીનું હીત સમાયેલું છે વર વિયના દુષ્ટ રિવાજથી એક છતાં બીજી સ્ત્રી કરવાના દાખલા નજરે પડે છે ને તેથી એવાં દુષ્ટ પરિણામ આવે છે કે કોઈ પ્રસંગે તનને, ધનને અને આબરૂને વિનાશ થાય છે. (૫) લગ્ન પ્રસંગે નહિ છાજતે થતો ખર્ચ, ફટાણું ગાવાં, તથા મિથ્યાત્વ વિધિ બંધ થઈને જન વિધિપ્રમાણે લગ્ન થવાની જરૂર-શ્રીમતે પોતાના પુત્ર યા પુત્રીના લગ્નપ્રસંગે ન્યાત, તમાસા, દારૂખાનું, વાજીંત્ર, વરઘોડા અને જમણ વગેરેમાં ખચ કરે છે. પરંતુ નાચ, તમાસા, અને દારૂખાનું આ ત્રણને તે ખર્ચ કરજ ન જોઈએ. માત્ર વાજીંત્ર, વરઘોડા અને જમણને ખર્ચ કરવું જોઈએ પણ તેની કાંઈક હદ બાંધવી જોઈએ. જે કદાપિ પુત્ર પુત્રીનાં લગ્ન કરનાર શ્રીમંત શેઠીઆની ખર્ચ કરવાની વિશેષ મરજી હોય તે તે લગ્નપ્રસંગ હંમેશાં જળવાઈ રહે તેને માટે કઈ મારક કરવું જોઈએ અથવા તે આપણા નિરાશ્રિત બધુઓને ઘધે ઉઘાગે લગાડવાને માટે તજવીજે કરવી જોઈએ યા તે ધામીંક અથવા સાંસારિક કેળવણીના કુંડમાં મદદ આપવી જોઈએ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy