SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ S ૧૦૬] પૂજ્ય મહાત્મા દાદાભાઈ નવરોજી. પ્રજામત કેવી રીતે કેળવે અને આપણે માગણીઓ આપણને કેવીરીતે મળે તેને રસ્તા પર ને બતાવે છે. ઐવિના આપણા સુઘળા પ્રયતને નકામા જશે. જે . માણુણ આપણામ ભંગાણ પડાવે અને આપણી સૂક્તિઓને, નિરાઇ કરે અથવા મંદ કરી નાખે તે નાના દેશને ખરેખરો અશુભેચ્છકજ છે. આપણી આગળ જે અસંખ્ય મુશ્કેલીઓ પડી છે તે જોતાં આપણામાં ભંગાણ પડે એ આપણને કોઈ રીતે પાલવે તેમ નથી. હિંદીવાનોએ અંગત અને સંબંધી મોટા ભાગે આપવા માટે નિશ્ચય કરો જાએ. ઈન્ડીયા, દરેક પક્ષને એક વાર હોય છે તેમ, વિલાયતમાં હીંદી કમિટી અને હિંદી કામનું ખરેખર શસ્ત્ર અને હેતુ છે, અને તે તેવી જ રીતે રહેવું જોઈએ. હું બહુજ ખુશ થયો છું કે આ વખતની કેંગ્રેસ સાથે સોશ્યલ કૉન્ફરન્સ તથા ઐગિક કોન્ફરન્સ પણું ભરાવાની છે. મારી સલાહ છે એજ છે કે કદી નિરાશ થતા નહિ અથવા નાહિમત થતા નહિ, પણ તદન એકત્ર થઈને ચલાવ્યાજ જાઓ. સુખ આવેકે દુઃખ આવે તે પણ કદી વિશ્રામ લઈને--વિરામ પાસને—બેસશે નહિ, પણ જ્યાં સુધી સ્વરાજ્યની જીત મેળવાય ત્યાંસુધી ગમે તે ભોગે ખાંતથી મંડ્યા રહેજે. પંચાવન વર્ષના હિંદના ખરેખરા લાંબા અદ્વિતીય અનુભવી સ્વદેશભક્ત શિરોમણું, દેશદીપક શેઠ દાદાભાઈના આ શબ્દ સોનાના ભૂલના છે. વધારે મનન કરવાથી વધારે રહસ્ય સમજાય તેવા છે. કોઈપણ સંસ્થા પિતાની ઘારેલી મુરાદ કેવી રીતે પાર પાડી શકે તેને રસ્તે બતાવનાર શુભ ભમી છે. કેટલીક બાબતો કોગ્રેસ અને આપણે કૉન્ફરન્સને સામાન્ય છે, તેનું વિવેચન કરતા નથી. પણ બીજી બાબતો વિવેચન યોગ્ય છે. આપણું કૉન્ફરન્સે આપણી જ્ઞાતિઓ વચ્ચે અદશ્ય રીતે પણ દતર બંધન કર્યું છે, એ નિર્વિવાદ છે. કોંગ્રેસને બ્રિટિશ પ્રજામત કેળવવાનું છેઆપણે આપણે જૈન પ્રજામત કેળવવાનો છે. કૉન્ફરન્સ હરેડ પણ ઈન્ડીયાની માફક એક વાછત્ર છે. ખામીઓ બતાવવી અને સુધારા સુચવવા એ ફરજ છે, પણ લાંબું થઈ સુઈ જાય એમ ભવિષ્ય ભાખવું એ કામને નુકસાનકારક છે. એ વાજીંત્રને જેમ બને તેમ સબળ બનાવવું એ દરેક જૈનની ફરજ છે. કોન્ફરન્સ થવાથી આપણી ડીરેકટરી ચેકસ થશે. તેને અંગે આપણે અત્યાર સુધી સાંભAતા આવ્યા છીએ કે આપણી વસ્તિ પંદર લાખની છે, તે બાબત નિશ્ચય થશે, દેરાસર ૩૬૦૪ છે, સાધુજીએ આશરે ૩૦૦ છે, સાધ્વીજી કેટલી છે તે ચોકસ- જાણતા નથીપ્રતિમા કેટલાં છે તે પણ ચેકસ જાણતા નથી. વળી આપણામાંથીજ કઈ કઈ કહે છે કે આપણી વસ્તી તે માત્ર ૭-૮ લાખની છે. આ બધી બાબતો ચેસ થશે. તે થવા પછી કઈ દિશામાં કામની જરૂર છે તે નકી થતાં, હાલ કોન્ફરન્સ ભરીને જૈન ઉદયને પાયો નખાયો છે, કામ શરૂ થશે અને આપણા પૂર્વજો જે કરી ગયા છે, જે જાળવી રાખવાને આપણે આપણા પૂર્વ તરફ માનની લાગણીને ખાતર બંધાયા છીએ, પણ જે વિષે અજ્ઞાન હોવાથી આપણે કંઈ કરી શક્યા નથી, તે કરશું અને જૈનદયનાં પગથી ચડતા જઈશું. કરેલું જાળવી રાખવું એ ગંભીર ફરજ છે, તેમાં ભૂલ કરવી એ દેશપાત્ર ગુનહે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાશે કે કૅન્ફરન્સ અને તેનું વાજીંત્ર હરેલ્ડ બન્ને ઉપયોગી છે. જૈન તરીકે આપણી શી ફરજે છે તે કૅન્ફરન્સ સુચવે છે અને સમજાવે છે. મતપે તે માણસે વચ્ચે, પક્ષો વચ્ચે અને પ્રજાઓ વચ્ચે પડે. પણ તે મતફેરનો ઉપયોગ અંગત બાબતમાં જ કરવાનું છે, સાર્વજનિકમાં નહિ. ધારો કે બે માણસોને વિરોધ પડશે, તો તે બને જણાને એક બીજાનું બગાડવા ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. પરંતુ તે સામા માણસનું જ બૂરૂ થાય એવું હોય તે તે ઠીક, પણ તે સામા માણસનું બૂરું કરતાં કોઈ સંસ્થાનું બૂરું થાય એમ થવું ન જોઈએ. હિંદના ઈતિહાસમાં પૃથુરાજ અને જ્યચંદને દાખલે બહુ કરૂણરસિક છે, દેશની અને સંસ્થાની, સાતિની પડતી કેવી રીતે થઈ તે બતાવે છે. ચડતી કરવી હોય તે જયચંદની જેમ નહિ વર્તવું. તાસ એજ છે કે દરેક માણસે વેરલેવા
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy