SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જેને કેન્ફરન્સ હરે.... [જાન્યુઆરી સેળ ન કેન્કરન્સનું બંધારણુ મજબૂત કરવા માટે છે, જે બહુજ અગત્યનું છે. સેબમા કરાવપર ર્વિચાર કરી બંધારણ મજબૂત કરવું જોઈએ. એ બાબતમાં અમે અગાઉ ઘણું લખ્યું છે તેથી અત્ર પિષ્ટ પેષણ કરતા નથી. A. છેવટે અમે જણાવીએ છીએ કે હવે કમીટી વિગેરે નીમી વહેવારૂ કામ કરવાની બહુ જરૂરી છે અને રાજા વહેવાર ૨૫ લેવાય તેવા કરવા અમે સબજેકટસ કમીટીને ભલામણ કરીએ છીએ. કરન્સથી મુહા લાભ છે એ નિઃસંશય છે. પ્રયાસ સફળ છે, કામ ક્રી ધર્મને ડકે વગાડવા અમે. સ્વધમાં બંધુઓને આગ્રહ કરીએ છીએ, મૌક્તિક. શ્રી બનારસ યશોવિજયજી જૈન પાઠશાળા, આ પાઠશાળા બનારસમાં આશરે અઢી વર્ષથી સ્થાપના થઈ છે. તેમાં પહેલાં ૭ મુનિરાજ અને ૧૦ વિદ્યાર્થી જે ગુજરાતમાંથી પગે ચાલીને ત્યાં ગયા હતા, તેઓ અભ્યાસ કરતા હતા. ગુજરાતથી બનારસ સુધીના તેમના એ પ્રવાસમાં તેમને ઘણી મુશ્કેલી નડી હતી. વચ્ચે શ્રાવકોની વસ્તિજ ન હોય એવાં ગામે આવતાં ત્યારે આહાર માટે પણ વિચાર થઈ પડે. એક ચાલુ કામ ઉપાડી લેવું તેમાં જે. સરલતા છે, તેવી સરલતા નવું જ કામ માથે લેવામાં અને પાર ઉતારવામાં હોતી નથી. પરંતુ માથે લીધેલું કામ ખરી ખંત અને શુદ્ધ નિષ્ઠાથી પાર પાડવામાં મનુષ્યત્વ છે. દિનારદિન પાઠશાળાનું કામ વધતું ગયું; મકાનની મરામત તથા વેચાણ લેવા માટે. દ્રવ્યની સહાય પણ જ્ઞાતિહિત સમજનાર શ્રીમાન શેઠેએ સારી રીતે કરી. પાઠશાળા તરફથી “શ્રી યશવિજય જૈન ગ્રંથમાળા” પણ છપાવવાનું કામ ચાલે છે. આ ગ્રંથમાળામાં હાલસૂધી નીચે પ્રમાણે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. ઉજમણું-ઉદ્યાપન–પ્રસંગે ચંદરવા, તોરણ, પૂઠીઆ તથા એવો. બીજે ભપકે દેખાડનાર, જ્ઞાનની સમૃદ્ધિ બહુજ ભપધથી જાળવનાર, જે સાધનેમાં પૈસા ખર્ચાય છે તે આવા જ્ઞાનત્રને સહાયમાં ખર્ચવામાં આવે તેજ જ્ઞાન જળવાઈ રહેવા સંભવ છે. પુસ્તકનાં નામ “સિધ્ધ હૈમ લધુવૃત્તિ, (૨) લિંગાનુશાસન (૩) પ્રમાણ નય તત્વાલક અલંકાર (૪) ગુવલિ (૫) રત્નાવતારિકા. આ પાંચ પુસ્તકે સંસ્કૃત છે. આ પુસ્તકે છપાવવાનું તથા મુફ તપાસવા વિગેરેનું કામ મુનિરાજ શ્રી ઈદ્રવિજયજી કરે છે. ( ૧ ) ક્રિયા સ્ન સમુચ્ચય (૨) તેત્ર સંગ્રહ (૩) સિધ્ધ હૈમ અષ્ટાધ્યાયી એ ત્રણ સંસ્કૃત પુસ્તકે હાલ છપાય છે. હાલ પાઠશાળામાં પર વિદ્યાર્થી અને ૪ મુનિરાજ છે મુનિ મહારાજે (૧) ધર્મવિજ્યજી (૨) ઈદ્રિવિજયજી (૩) મંગલવિજયજી અને (૪) વલ્લભવિજ્યજી ત્યાં હાલ વિરાજે છે. આ ઉપરાંત (૧) અમીવિજ્યજી (૨) કીર્તિવિજયજી (૩) મેહનવિજ્યજી એ ત્રણ મુનિમહારાજે જે તેમની સાથે હતા તેઓ હાવ ત્યાંથી બીજે વિહાર કરી ગયેલ છે. કળિકાળ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યનું બનાવેલ “સિધ્ધહેમ લઘુત્તિ” જેવું મુશ્કેલ અને કઠણ વ્યાકરણ પણ કેટલાક વિદ્યાર્થીઓએ પૂરું કર્યું છે, તથા હાલ તેઓ ન્યાય મંજૂષા તથા હીરભાગ્યકાવ્ય વિગેરેનો અભ્યાસ કરે છે. આગ્રા અને અયોધ્યાના સંયુક્ત પ્રાંત જયાં આપણી વસ્તિ બહુ ઓછી છે, જે આપણું પૂજ્ય તીર્થકરોની ઘણી કલ્યાણક ભૂમિઓ ધરાવે છે, અને જ્યાં વિહાર કરી ભૂલી જવાયેલા જૈન સાધુનું ઉત્તમ ચરિત્ર કેવુ હેઈ શકે તે બતાવવાની ખાસ જરૂર હતી, ત્યાં અત્યંત શ્રમ લઈને આ કામ ઉઠાવવામાં આવ્યું છે તે અતિશય સ્તુતિપાત્ર છે. મુનિરાજ શ્રી ધર્મવિજય બનારસ આસપાસના ગામમાં ઉપદેશ દેવા વિચરે છે અને તે ઉપદેશની અસરથી કેટલાક લોકોએ માંસાહાર કરવો છેડી દીધો છે. અત્યાર સૂધી આપણે પૂજ્ય મુનિરાજે વ્યાખ્યાનશાળામાં જે વ્યાખ્યાનધારાઓ ચલાવે છે, તેનાથી આ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy