SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એએસ વર્કસ, જુબિલી બાગ, તારદેવ, મુંબઈ ધર્મિષ્ટજૈન બંધુઓ માટે ખાસ!! ચરબી અથવા બીજા પ્રાણીજન્ય પદાર્થો રહિત પવિત્ર મીણબત્તી. આવી જાતનું કારખાનું હિંદુસ્તાનમાં આ પહેલવહેલું જ છે અને તેમાં સાઘારણ બજારમાં મળતી પરદેશી મીણબત્તીઓમાં ચરબી વિગેરે હિંસાના તેમજ ઘર્મ વિરૂદ્ધ પદાર્થો આવે છે, તેવા કોઈપણ પદાર્થો વાપર્યા વિના શુદ્ધ વનસ્પતિના તેલોમાંથી વાલસેટ, ગાડીની, પેનસીલ જેવી, નકશીવાળા વિગેરે મીણબત્તીઓ દરેક કદ, વજન અને રંગની બનાવવામાં આવે છે, અને જેની સરસાઈને માટે બીજી બનાવટની મીણબત્તીઓ સાથેના મુકાબલામાં જુદાં જુદાં પ્રદર્શનોમાંથી પાંચ સેનાના અને એક ચાંદીને ચાંદ મળવા ઉપરાંત, નામાંકિત વિદ્વાન પાસેથી સેંકડે ઉત્તમ સરટિફિકેટ મળેલાં છે. ભાવમાં પણ બીજી બનાવટ કરતાં સસ્તી છે, અને આ મીણબત્તી ઓ કોઈપણ જાતના હિંસક પદથી રહિત હોવાથી દેરાસરમાં વાપરવા માટે ખાસ ઉપયોગી છે, અને તેથી આપણું દેરાસરમાં તેલની રોશની કરવામાં જે મેહનત અને માથાકુટ પડે છે, તે અમારી મીણબત્તીઓથી ઘણે દરજે ઓછી થઇ જાય છે. વળી અમારા ધાર્મિક જૈન બંધુઓ કે જેઓ ઘર વપરાશ માટે ચરબીવાળી મીણબત્તીએ વાપરતા નથી, તેઓને પણ આ મીણબત્તીઓ ખાસ ઉપયોગી થઈ પડશે, અને તેથી ' અમારા જેન બે ધુઓનું અમારી મીણબત્તીઓ તરફ ખાસ ધ્યાન ખેંચી એ છીએ. | કિંમત તથા માહિતી માટે નીચેને સરનામે પત્રવ્યવહાર કરવા, તેમજ એક વખત અજમાયશ લેવા વિનંતી છે. મોતીલાલ કશળચંદ શાહ જી. એમ. એ. સી. મેનેજર—ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એમ્બેસ્ટોસ વર્કસ. જ્યુબિલીબાગ, તારદેવ–મુંબઈ. આગમાં તીજોરી. મુ ગઈ તા. ૫ ફેબ્રુઆરી ૧૯૦૫ ને દિવસે ગોદરેજ અને બાઇસે મુંબઈના પ્રદર્શનમાં મોટી આગ કરી તેમાં પોતાની એક તીજોરી નાખી માંહેથી ૨૦૦૦ મહેંડબીલ, કરસી નેટ, રૂ, ટીશ્ય પેપર, ઘડીઆળ વિગેરે સંપુર્ણ સલામત હાલતમાં મકાઢી બતાવવાને અખતરે એક શેઠ વીઠલદાસ દામોદર ઠાકરસી, ખાવ બા મનચિરજી કાવસજી મરજબાન, શેઠ લલુભાઈ શામલદાસ અને સેંકડે ગૃહસ્થની હાજરીમાં કરી બતાવ્યું હતું. પ્રદર્શનના ચેરમેન તથા સેક્રેટરીઓની સહી સાથને ઉપલા અખતરાને સંપુર્ણ અહેવાલ મંગાવ્યાથી મળશે. ગોદરેજ અને બાઈસને દરેક પ્રદર્શનમાં ફક્ત સેનાનાંજ ચાંદ મળ્યા છે. બાવું ફક્ત ગોદરેજ અને બાઈસના જ બાબમાં થયું છે. . કારખાનું-ગેસ કંપનીના પાસે, પરેલ. દુકાન–ત્રાંબાકાટા પાયધોની.
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy