SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૫] શ્રી ગુજરાત પ્રાંતિક કેન્ફરંસ. ઉતારા કમિટી. બીજે ? પ્રમુખ–શેઠ ફતેહચંદ રવચંદ. સેકટરી–શેઠ જેસંગભાઈ સાકરચંદ. ભજન કેમ પ્રમુખ–ગાંધી રવચંદ રામચંદ. સેકટરી–શેઠ ડાહ્યાભાઈ હઠીસંઘ. પલવ્યવહાર કમિટી, પ્રમુખ-કારભારી ભગુભાઈ ફતેહચંદ. સેકરેટરી–શેઠ ડોસલચંદ જમનાદાસ. આરોગ્ય કમિટી. પ્રમુખ–ડાકટર રામશંકર જયાનંદ. મેંબરે–પટવા ગોકળદાસ બહેચરદાસ. ગાંધી મગનલાલ વર્ધમાનદાસ. 'ડેલીગેટ તથા વીઝીટરની શિ. ડેલીગેટ પાસેથી આઠ આનાની ફી લેવાનું ઠરાવ કરવામાં આવ્યો છે. વિઝીટરે યાને પ્રેક્ષકો પાસેથી નીચે પ્રમાણે ફી લેવામાં આવશેપુરૂષ વર્ગ ચીવર્ગ. પહેલે વર્ગ ૧-૦-૦ ૦-૮-૦ ૦-૮-૦ ૦-૪-૦ ચર્ચવાના મુખ્ય વિષય. ૧. મહાન વેતાંબર કોન્ફરંસે જૈનેન્નતી માટે પસાર કરેલા ઠરાવો. ૨. જૈન ધમી પુરૂષ તથા સ્ત્રી વર્ગને વ્યવહારીક અને ધામીક કેળવણી આપવી તથા તે માટે શાળાઓ, લાયબ્રેરી, બોડીગે અને સ્કોલરશીપ સ્થાપવી વગેરે. ૩. નિરાશ્રીતોને ઉઘમે લગાડવા તથા યથા શક્તિ મદદ કરવી.. ૪. જીવહીંસા થતી અટકાવવા પાંજરાપોળ સ્થાપવી અને હોય તેને ઉત્તેજીત કરવી. ૫. બાળલગ્ન, કન્યાવિય, વૃદ્ધવિવાહ, જૈનશાસ્ત્ર પ્રમાણે લગ્ન વિધી ખોટા ફરજીયાત ખર્ચો કમી કરવા અને મરણ પાછળના જમણવાર, રડવા કુટવાના ચાલ વીગેરે હાનીકારક રીવાજો બંધ કરવા. ૬. ધર્માદા ખાતાના હીસાબ બરાબર રાખવા, તપાસવા તથા છપાવવા. આ સાથે કંકોત્રીઓમાં નીચે પ્રમાણે ખુલાસાઓ માગવામાં આવનાર છે૧. આપના ગામમાં શ્રાવકની વસ્તી કેટલીક છે? અને કઈ કઈ જાતના શ્રાવક છે? ૨. કંઇ ઘી અથવા એકડા છે કે કેમ? ૩. જુદી જુદી જાતના શ્રાવકેમાં ઘોળ અથવા એકડાના કાંઈ કાયદા દારા લખીત છે કે કેમ? જે લખત હોય તે મહેરબાની કરી તેની નકલ મોકલાવશે. ૪. કોન્ફરન્સના ઠરાવ અમલમાં લાવવા અત્યાર સુધી કંઈ યોજના થઈ છે કે કેમ અને થઈ હશે તે શું? અને તે કેવી રીતે અમલમાં આણેલ છે? તે બાબતમાં કંઈ લખીત ઠરાવ થયો છે કે કેમ? જે લખત હોય તે મેહેરબાની કરી નકલ મોકલાવશે. ૫. ગામમાં દેરાસર કેટલાં છે અને ઉપાશ્રય કેટલા છે? અને તેનો વહિવટ કેવી રીતે કરવામાં આવે છે? તેમજ પાંજરાપોળ તથા બીજાં ધામક ખાતાઓ બાબત કેવી રીતે વહિવટ કરવામાં આવે છે તેમજ મુળનાયક પ્રતિમાજીનું નામ વીગેરે હકીક્ત જણાવવી, ૬. શ્રી જૈન શ્વેતાંબર મહામંડલે સુચના રૂપે કરેલા ઠરા અમલમાં આણવાને માટે આપ શું સુચવે છે ને તે કેવી રીતે કરવાથી અમલમાં આણી શકાશે?
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy