________________
૪૧૦
-
-
5 - 1 1 As
જેને કરને હરૈ.... નિરાબિતા અને કેળવણી નિરાશ્રિત અને કેળવણી ફંડમાં લયલી . કિડની રકમમાંથી, સંવત ૧૯૬૦ અને ૧૯૬૧ માં ખર્ચાયેલા રૂ. ૧૬૦૦, બાદ કરતાં વધતી રકમમાંથી બરણ માટે કબુલેલા રૂ. ૨૫૦૦૦ આપતાં રહેલી સીલક તદન નજીવી છે અને હાલમાં પણ આ ખાતાઓમાં ખર્ચ ચાલે છે. કેળવણીને અંગે વિદ્યાર્થીઓને ઍલરશીપ તથા પહોળાઓને મદદ અપાય છે. ડબાસં ન જૈનોને મદદ અર્થે રૂ. ૭૦૦ તેમજ ગેહીલવાડમાં ગયે વર્ષે ચાલેલા સંકટ વખતે રૂ. ૧૨૦ના આસરે તથા રાજપુતાનામાં રૂ. ૧૦૦૦ મેકલવામાં આવ્યા હતા. વળી તે સાથે જુદે જુદે ઠેકાણે સાધારણ સ્થિતિના કુટુંબોને તથા વિધવાઓને મદદ મેકલવામાં આવે છે. તે ( જીવદયા. જીવયાનું ફંડમાં રૂ. ૧૭• ભરાયેલા તેમાંથી રૂ. ૧૪૦૦૦ વસૂલ આવેલા છે, અને તે પૈકી સં, ૧૯૬૧ આખર સુધીમાં ૪૦૦૦ નો ખર્ચ થયો હતો. આ કાર્ય માટે તેમજ કન્ફરસના બીજા હેતુઓ ઉપર પણ ભાષણ કરવા સારૂ ઉપદેશક કરે છે જે વિષેનો સવિસ્તર રીપોર્ટ સ્થળ સંકેચને લીધે વાર્ષિક રીપેર્ટમાં આપવામાં આવશે. ' હરકેટરી. વળી આ સાથે ગયા વર્ષમાં ડીરેકટરીનું મહાન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને જે હાલમાં પણે ચાલુ છે. અત્યાર સૂધીમાં લગભગ ૩૦૦૦ ગામોની હકીકત આવી છે અને હરરોજ વધુને વધુ ઠેકાથી આવતી જાય છે. આ ખાતાને અંગે ગયા વર્ષ આખર સુધીમાં રૂ. ૨૫૦ ને. ખર્ચ થયા હતા અને પ્રેમ સંપૂર્ણ થવા માટે તેથી બીજે દેઢે ખર્ચ થવાનો સંભવ છે. આ ઉપરથી જોવામાં આવશે કે આ મહાન કાર્ય કેવી રીતે કરકસરથી કરવામાં આવે છે. આ કાર્ય પૂર્ણ થશે ત્યારે કોન્ફરંસના કાર્યની કઈ દીશાઓમાં જરૂર છે તેની ચોકસ રીતે આપણને માહિતી થશે અને તે પૂર્ણ થશે ત્યારે જ આપણે અત્યારે શું સ્થિતિ જોગવીએ છીએ તથા તથા તે સ્થિતિ સુધારવા સારૂ શું માર્ગો ગ્રહણ કરવાની જરૂર છે તેનો આપણને ખરે ખ્યાલ આવી શકશે. * જૈન કેન્સફરન્સ હેડ. આ માસિકને અંગે પણ ગયા વર્ષ આખર સુધીમાં રૂ ૧૩૦૦ ખેંચાય છે અને ધીમે ધીમે વસુલ આવતા જાય છે અને આવશે, તે પણ આ માસીક કન્ફરંસ ફંડને બોજા રૂપ ન થઈ પડે તેની ખાસ સંભાળ રાખવાની જરૂર છે અને તેટલા માટે તેના ગ્રાહકોને તેમનું ચઢેલું લવાજમ મોકલી આપવા નમ્ર વિનંતિ છે. હાલના કરતાં પણ માસીકને વધારે લોકપ્રિય બનાવવા સારુ લખાણ સંબંધી અમે ખાસ ગોઠવણ કરવા ધારી છે, જે કેટલેક અંશે આ અંકમાં અમલમાં મૂકેલી દેવામાં આવશે.
શ્રી લાલબાગ જૈન બેડીંગ અને મુંબઈની શ્રાવિકાશાળા. - વળી કેળવણી તથા નિરાશ્રિત ખાતાઓને અંગે મુંબઈ શહેરમાં વિદ્યાર્થીઓની સગવડ સાચવવા તથા સાધારણ સ્થિતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ આપવા શ્રી લાલબાગ જૈન બોડીંગ પણ કેન્ફરંસને ખર્ચે ચલાવવામાં આવે છે. તેમાં જોઈતાં સઘળાં સાઘને પુરા પાડવામાં તથા સરાસરી દર મહિને ૮ વિદ્યાથીઓના ભોજન ખર્ચ માટે રૂ. ૧૦-૧૨૫ નું માસીક ખર્ચ છે. વળી શ્રાવિકાઓને થામિક; વ્યવહારિક તથા ભરવા ગુંથવાની કેળવણી આપવા અર્થે કેન્ફરંસના ખર્ચે શ્રી ગોડીજી પાર્શ્વનાથજીના ઉપાશ્રયમાં રૂ. ૩ ના માસિક ખર્ચથી શ્રાવિકા શાળા ચલાવવામાં આવે છે, જેના લાભ અત્રેની શ્રાવિકાઓ સારી સંખ્યામાં લેતી માલમ પડે છે.
કેન્ફરંસ મળે તે પહેલાં જુદા જુદા ખાતાઓને લગતી ટુંકે હકીક્ત જૈને પ્રજા સમક્ષ રજુ કરીને સવિસ્તર રીપાર પાટણ ખાતે જવા સારૂં સબુરી રાખવા અમારા અને જૈન ભાઈઓને વિતિ કરી આ લેખ સંપૂર્ણ કરીએ છીએ.
-
ક
f
:
'.