________________
૨૮૪ જૈન કેપૂરસ હરેલ્ડ.
ઓગષ્ટ વહીવટ ચલાવવાને તથા બાબુ ચુનીલાલજી વગેરે પાસેથી સદઈ દેરાસરજીને ભંડાર વગેરે સંભાળી લેવાને જોહરી, મારવાડી, બાહુચરી અને ગુજરાતી સાથમાંથી દરેકના ત્રણ ત્રણ થઈને બાર ગ્રહની કમીટી મુકરર કરવામાં આવી. મેંબરના નામો નીચે પ્રમાણે છે-રાય બદ્રીદાસજી મુકીમ બહાદુર, બાબુ મોતીચંદજી નખત, ચુનીલાલજી નિસાલી, મુન્નાલાલજી પારખ, મંગલચંદજી, રીકરણજી, માલચંદજી, પુનમચંદજી, હીરાલાલજી દુધેરીયા, જેઠાભાઈ જેચંદ, વલ્લભજી હીરજી તથા ઇંદ્રજી સુંદરજી. સદઉં ત્રણ ગ્રહસ્થને આ કમીટીએ ઘણી વખત કહેવડાવ્યા તથા લખ્યા છતાં તેઓએ ' ડારની સુપરત કરી નહીં અને અયોગ્ય જવાબ આપ્યા. આ ઉપરથી શ્રી સંઘના હકને નુકશાન થતું હોવાથી તેમજ બીજા સ્થળના તીર્થો તથા દેરાસરને વાતે એક ખરાબ દાખલે બેસતો હોવાથી ઉપર જણાવેલી કમીટીએ સદહું દેરાસરજીને કબજે લવાને કેર્ટમાં દાવો કર્યો છે. ' હાલમાં ગુજરાત, કાઠીયાવાડ અને દક્ષીણ પ્રાંતની જૈન ડીરેકટરીનું કામકાજ
| મુંબઈની હેડ ઓફીસમાં ચાલે છે. ગુજરાત અને કાઠીયાવાડ ન ડીરેકટરી. કેટલાક મોટા સ્થળે શીવાય લગભગ પુરાં થવાં આવ્યાં છે.
કેટલાએક મોહોટાં શહેરની ડીરેકટરી નહી આવેલી હોવાથી આ પ્રતિ પુરા થયેલા કહેવાય નહીં અને તેથી તેની સંપૂર્ણ તારવણી તથા તે તે પ્રાંતની સંસારીક સ્થીતી ઉપર રિપોર્ટ કરવાનું બની શકે નહીં અને તેને લીધે તે પ્રાંતની ડીરેકટરી છપાવવામાં ઢીલ થવાનો સંભવ છે. આ પ્રાંતના જે મોહાટાં સ્થળની ડીરેકટરી તૈયાર થઈને આવી નથી તે સ્થળોના આગેવાનોને અમારી નમ્ર વિનંતી છે કે તેમણે પિતાના સ્થળની ડીરેકટરી જેમ બને તેમ જલદીથી મોકલી આપવાની કપા કરવી કે જેથી કરીને ઉકત પ્રાંતની ડીરેકટરી છપાવવાની તજવીજ કરવામાં સવડ પડે.
આ પ્રાતિની ડિરેકટરીના સંબંધમાં અમારા અનુભવ ઉપરથી અમને એમ માલમ પડે છે કે મેહોટાં શહેરો કરતાં નાનાં ગામડાંના જૈન ભાઈઓ આવાં કાર્યોમાં વધારે ઉત્સાહી રહે છે અને આપણી દરેક ધામક હીલચાલમાં પિતાથી બની શકતી સર્વ પ્રકારની મદદ આપવા હંમેશાં તૈયાર રહે છે અને તેને માટે ખરેખર તેમને ધન્યવાદ ઘટે છે. | ગુજરાત અને કાઠીયાવાડ શીવાય દક્ષીણુ, બરમા, બંગાલ, મધ્યપ્રાંત અને માળવ, તથા મારવાડના કેટલાક ભાગોમાં પણ આ કામ શરૂ થઈ ગયું છે. વળી આવતા માસથી કચ્છ પ્રાંતમાં પણ આ કાર્યની શરૂઆત કરવાની સર્વે ગોઠવણ કરવામાં આવી છે. ગુજરાત અને કાઠીયાવાડમાં બીજા પ્રતે કરતાં કેળવણીને કાંઈક પ્રચાર વિશેષ હેવાથી તે પ્રાંતમાંથી આ કાર્યમાં સારી મદદ મળી છે અને તે માટે પુષ્કળ ઉત્સાહ અનુભવવામાં આવ્યું છે. આ પ્રાંત શીવાયના બીજા પ્રાંતના અમારા જન ભાઈઓને આ મહત્વના કાર્યને સાગપાંગ પાર ઉતારવામાં બની શકે તેટલી મદદ આપવા અમારી ખાસ અરજ છે.