SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈિન નાના હરે.... [ફેબ્રુઆરી લીથી લખાવી રાખ્યાં છે, જ્યારે આ દેવદ્રી ગાણી મહારાજાને લાગ્યું કે ધર્મના આધાર રૂપ આગમનું જ્ઞાન મુની મહારાજાઓ ભુલતા જાય છે ત્યારે તેઓશ્રીએ તમામ અથવા જેટલા બને તેટલા મુનીઓને પાલીક્ષણે ભેગા કર્યા હતા અને ત્યાં જે જે મુનીમહારાજએને જેટલાં જેટલાં સૂત્રો યાદ રહ્યાં હતાં તેટલાં તેમાં લખાવી કહાડયાં. આ પ્રમાણે હાલનાં આગમ સાચવવાને ઉપકાર આપણું ઉપર કરનાર દેવધી ગણી ક્ષમાશ્રમણ માહરાજ છે. _ શાસ્ત્રમાં આગમનું વર્ણન સાંભળીએ છીએ ત્યારે જણાય છે કે આચારંગજીની પદ - ખ્યાથી સૂગડાંગજીની પદ સંખ્યા બમણી અને એમ બીજા સૂત્રની પદ સંખ્યા ઠામ બમણી હતી. તે હીસાબે હાલના આગમ જેટલાં પણ રહેલાં લાગતાં નથી. આ પ્રમાણે મુળ આગમને ઘણે મેટે ભાગ આજથી ૧૪૦૦ વર્ષ પહેલા જ અદ્રશ્ય થયેછે અને હવે આપણે જે પ્રમાદ કરીશું અને આ શેષ રહેલા આગની પણ રક્ષા કરીશું નહીં તે આમાંથી પણ આગમે ઓછાં થશે માટે જે જે મુનીરાજે પાસે અથવા ગૃહસ્થપાસે જે જે આગમોની પ્રતા હોય તેનાં નામ, લખાયાની સાલ અને ટીકા, ભાષ્ય કે નિક્તિ જે હોય તે લખીને જૈન કોન્ફરન્સની મુંબઈની ઓફીસને લખી મોકલવા કૃપા કરવી. * હાલમાં આ શેષ રહેલા આગમની મુળ લેક સંખ્યા લગભગ ૮૦૦૦૦ થી ૯૦૦૦૦ ની ધારવામાં આવે છે અને ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ અને ગુણ વિગેરે મળી તમામની શ્લોક રાંખ્યા સાતથી આઠ લાખની હોવાનું અનુમાન છે. જેમ સરકાર તરફથી અનેક વિદ્વાને રાખી શાસ્ત્રોની શુદ્ધ પ્રતે છપાવવાનું થાય છે તેમ આ આગની અનેક પ્રતે મેળવી તેમાંથી એક શુદ્ધ પ્રત કપડાપર (ટ્રેસીંગ કલોથપર)લખવાને વીચાર કર્યો છે અને તેમ કરતાં શુદ્ધ કરામણી તથા ઘણુજ સરસ અક્ષરે લખામણીનો ખચે દર એક હજાર લેક પાછળ રૂ. ૨૦) ને થવાને ધાર્યો છે અને આ પ્રમાણે આગના ઉદ્ધારના ખર્ચને આંકડે રૂ. ૧૮૦૦૦ ને થાય છે તેમાં કપડું, ટપાલ ખર્ચ વગેરેના રૂ. ૨૦૦૦ ગણતાં રૂ. ૨૦૦૦૦ ને આશરે ખર્ચ થવાનું અનુમાન છે. જે મુની મહારાજાઓ, યતી મહારાજે અને ગૃહસ્થા તરફથી આ આગમેદ્ધાર કરવાના કામ માટે પિતા તરફથી જે આગમની પ્રત મેકલી આપવામાં આવશે તેમને આ કામ પુરૂં થતાં તેમણે મોકલેલી પ્રત તથા તે સાથે ઘણુજ મજબુત અને આ કામ માટે ખાસ બનાવેલા કાગળ ઉપર ફેરોટાઈપથી ઉતારેલી શુદ્ધ પ્રત આપવાનો વિચાર રાખે છે અને આ કાયૅમાં તેઓશ્રીએ મદદ કરી છે તેથી તેમને મોકલી આપવા ધારેલી પ્રત નીચે તેમને ફેટેગ્રાફ પણ છાપી આપવાનું રાખ્યું છે અને આ પ્રમાણે ભેટ આપવાની પ્રતે વીગેરેને ખર્ચ રૂ. ૫૦૦૦ થ ધાર્યો છે. આ પ્રમાણે કુલ રૂ. ૨૫૦૦૦ કેન્ફરંસ ફંડમાંથી કે બીજા જ્ઞાન ખાતાઓમાંથી અથવા ટીપ કરી ભેગા કરવાનું થાય તે આ કાર્ય પૂર્ણ થવા સંભવ છે. .. - ઘણીજ ત્વરાથી આ કાર્ય કરવામાં આવે તે પણ તમામ આગમાદ્ધાર થતાં ત્રણથી ચાર વર્ષ થવાને સંભવ છે અને છેવટની પ્રત સાંપ્રત કાળમાં આગમનું જ્ઞાન ધરાવનાર અને આ કાર્યને મદદ કરવા ઈચ્છનાર મુની મહારાજેને બતાવી પછી કપડા ઉપર લખાઆવવાનું ધાર્યું છે.
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy