________________
.* જૈન કે નફરન્સ હરેન્ડ.
[ફેબ્રુઆરી મહાત્માઓ થઇ ગયા છે અને આપણા પરોપકારી શ્રી વીર ભગવાન કે જેમના ચરિત્ર ઉપરથી આપણે કેમ વર્તવું તે વિચાર કરવા બેઠા છીએ, તેઓ શ્રી ચાવીસમા તીર્થંકર મારાજ થયા છે..
આ છેલ્લા ભગવાનને જન્મ વિક્રમ સંવત પહેલાં ૪૭૦ વર્ષ અગાઉ ચૈત્ર સુદી ૧૩ તેરસને દિવસે ઉત્તર હિંદુસ્તાનના બિહાર પ્રાંતમાં ક્ષત્રિયકુંડ નામના ગામમાં થયો હતે. ભગવાનના પિતાશ્રીનું નામ સિદ્ધાર્થ રાજા હતું અને માતાજીનું નામ ત્રિશલા દેવી હતું. આ સિદ્ધાર્થ રાજા ઈવાકુ વંશના હતા અને તેમને પ્રથમ પુત્ર નદીવર્ધન નામના હતા અને એક દુહિતા સુદર્શના નામની હતી. એટલે ભગવાનને એક જે બંધુ અને એક જેણે ભગીની હતાં. સિદ્ધાર્થ રાજાએ ભગવાનનું વર્ધમાન એવું નામ પાડ્યું અને કેન્દ્ર ભગવાનનું મહાવીર નામ પાડયું. બૌદ્ધ શાસ્ત્રમાં તેમને નિગ્રંથજ્ઞાતપુત્ર પણ કહે છે. માતાપિતાના આગ્રહથી ચગ્ય વયે ભગવાને સમરવીર રાજાની પુત્રી યશોદાદેવીનું પાણુંગ્રહણ કર્યું અને તેમનાથી પ્રિયદર્શના નામે દુહિતા થઈ હતી જેમને મહા કુળવાન અને સમૃદ્ધિાવાન રાજપુત્ર જમાલી સાથે પરણાવી હતી. આ પ્રમાણે ભગવાનનાં નામ, કુળગેત્ર અને નિકટ સંબંધીઓના નામ માત્ર જણાવી હવે પ્રસ્તુત વિષય ઉપર વાંચકોનું ધ્યાન
ખેંચું છું.
ભગવાને કરેલી માતૃપિત ભક્તી. તિર્થંકર હંમેશ ત્રણ જ્ઞાન સાથે ગર્ભાવસ્થામાં હોય છે અને તે નિયમ પ્રમાણે આ વીર ભગવાન પણ મતી, મૃત અને અવધી જ્ઞાન સહીત ગર્ભાવસ્થામાં હતા. પોતે કેણુ છે અને કયાં છે તે પોતાની સ્થિતીને જાણતા હતા. પિતાના હલન ચલન આદિ કરવાથી માતાને દુઃખ થશે તેથી તેમ ન કરવાનો ભગવાને વિચાર કર્યો અને તે પ્રમાણે સર્વ અગાને સકાચીને યોગીની પેઠે ગર્ભાવસ્થામાં ભગવાન નિશ્ચય રહ્યા હતા.
ભગવાનના આ કાર્ય ઉપર વિચાર કરી જે ભગવાન ગર્ભમાંથી માતાને દુઃખ થાય તેની કાળજી રાખતા હતા તે ભગવાન કેઈપણ સમયે માતાના મનને જરા પણ કલેશ. થાય તેમ કરવાની વાત પણ કરે? અને તેમ કરનારને સારે ધારે? માતાપિતા કેવાં પકારી છે અને તેમને કે પ્રકારે વિનય કરવો જોઈએ તે વાત પોતે સ્પષ્ટ પણે ભગવાને રેલી આજ્ઞાઓમાં જણાવેલી છે. અને કહ્યું છે કે માતાપીતાના ઉપકાર પુત્ર કઈ પણ Aતે ફેડી શક્તો નથી. કદિ કોઈ પુત્ર પ્રાત:કાળમાં ઉઠીને માતાપિતાને નમસ્કાર કર, તેઓને અંગે તેલાદિક ચાળીને તેમને પોતાને હાથે નવડાવે અને યોગ્ય ભેજન જમાડે બને તે પ્રમાણે યાવત્ જીવ સુધી કરી તેમની આજ્ઞા માને તે પણ તેમણે નિસ્વાર્થપણે થિમ કરેલા ઉપકાર તે ફેડી શક્તો નથી - આ પરમ પુજ્ય ભગવાને આ પ્રમાણે કહ્યું છે. એટલું જ નહિ પણ તે પોતે કરી તાવ્યું છે. પોતાની સંસાર પ્રત્યે ઉદાસીન વૃત્તિ છતાં પણ. માતાપિતાના આગ્રહથી