________________
२२०
| જન કેન્ફરન્સ હરેલ્ડ
[ જુન છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ સંબંધી
આક્ષેપને સત્તાવાર ખુલાસે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથનું તીર્થ શ્રી વરાડમાં આવેલા શીરપુર નામના ગામમાં પ્રસિદ્ધ છે. ત ની પ્રભાવીક ચાને પ્રાચીન છે એ માલમત તમામ લેથી જણીતી છે. ત્યાંની વ્યવસ્થા અને કારોબાર શ્વેતાંબરી-દિગંબરી-સંયુકત-કમીટી મારફતે કરવામાં આવે છે. તે બાબત કાંઈક લખાણ કરતાં મુનિ શ્રી શાંતિવિજ્યજીએ તા. ૨૧ મી મેના “જૈન” પત્રમાં એ તીર્થની વ્યવસ્થા બાબત કેટલીએક ગેરસમજુત થાય એવું લખાણ કર્યું છે. તે બાબત કેટલાએક દિગંબરી આગેવાન લેકેને માઠું લાગે એ પ્રકાર બનેલું જોવામાં આવ્યું હતું તે ઉપરથી નીચેનો ખુલાસો કરવાની અને અગત્યતા જઈએ છીએ. | મુનિ શ્રી શાંતિવિજયજી લખે છે કે, એવલા અને બાલાપુરના શ્વેતાંબરી શ્રાવકેએજ શ્રી અંતરિક્ષને કેસ લઢવા બાબત વધારે મદદ કરી છે. આ લખાણ બીલકુલ અગ્ય છે. ખરેખર જે અમારા દિગંબરી બાંધવે જે તટસ્થ રહેતે તે આપણે તેમાં યશ મેળવવું મુશ્કેલ થઈ પડત અને ખરી હકીકત એવી છે કે, બન્ને પક્ષવાળા
એ બરાબર રીતે તન-મન-ધનથી મદદ કરેલી છે. એટલે કે, તેના યશને એકજ . પક્ષ ભાગીદાર નથી તે બન્ને પક્ષ સરીખા ભાગીદાર છે.
આગળ જતાં બીજું વાક્ય એવું છે કે, ભંડાર શ્વેતાંબરીઓના તાબામાં છે. અને તેથીજ તેઓ જ તેના માલીક વગેરે છે. એ ઉપરથી પણ ઘણી લાગણી દુખાવાને સંભવ રહે છે. વાસ્તવીક કોઈ પણ સંસ્થાને ભંડાર યા ખજાને એકજ વ્યકતીના તાબે ઘણું કરી રહે છે. અને તેથી જ સ્વાભાવીક રીતે તે સંસ્થાનને ભંડાર શ્વેતાંબરી પક્ષના એક ગૃહસ્થ પાસે કમીટીની ઈચ્છાથી રાખવામાં આવેલ છે. ભંડાર અમુકના તાબે છે એટલે તેઓ કાંઈ તેના માલેક કેહેવાય નહીં. ફક્ત એક કામ કાજ ચલાવવાની સગવડ માટે એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. તેથી બને શ્વેતાંબરી તથા દિગબરીઓને સરખે તાબે તેને ઉપર છે. આથી દિગંબરી લેકના મનમાં કોઈ વિકલ્પ રેહેશે નહીં એવી આશા છે.
સાધુઓએ કુસંપ વધે એવી વાત બહાર પાડી લોકોમાં કલેશ વધારી સારા કામમાં હરકત ઉત્પન્ન કરવી એ ચગ્ય ન ગણાય. તે સાથે “જૈન” પત્રે પણ આવાં લખાણે પ્રગટ કરવામાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે. જ્યારે સાધુ લેકે પિતાના લખાણમાં આવા પ્રકારના વિચાર પ્રગટ કરે ત્યારે બીજાઓને શું કહેવું? એજ.
લી. સેવકો, શા. કલ્યાણચંદ લાલચંદ, પ્રમુખ. શા. હરખચંદ ગુલાબચંદ. શા. દાદર બાપુસા, સેકેટરી.
શા. બાલચંદ હીરાચંદ. શિરપુર સંસ્થાન કમીટીના (શ્વેતાંબરી) મેંબરે.