________________
કારતક ૧૯૮૪
જેનયુગ યશનાં ગાન
અમે સૌ વીર તણું સંતાન, અમારાં ગરવાં યશનાં ગાન અહિંસા પ્રેમધર્મનાં પાન
અમારી એજ અનુપમ લહાણુ. વીરબાળ બળવંતા ગજ્ય, કેસરિ સિંહ સમાન, પડઘા પડતા જગ આંગણમાં ઘૂમ્યા થઈ મસ્તાન,
ઉઠો છે ! વીર બાળ બળવંત
સુણો એ પડધા જાય દિગંત. આત્મબળેથી જગમાં રેલ્યા ઝાન તણું રસપૂર ગરિ મસિ રિનાં સૂત્ર શિખવતા અંધકાર કરી દૂર.
વંદના એ શ્રી કષભજિનંદ
ધન્ય હો ! યુગલિક નર પૂજત. જગ આખું અજ્ઞાને અથડ્યું, હિંસાના રણકાર કેણુ કરે જંગલમાં મંગલ, જ્ઞાનતણ ભણકાર
તે શ્રી ઋષભદેવ અરિહંત
જેહની જીવન જ્યોત જવલંત. ભરત અને બાહુબલિ જેવા, ચક્રવર્તિ સહાય જંબુદ્વિપ કર્યો જળહળતા, યશનાં ગાન ગવાય
ઝઝૂમ્યા રણસંગ્રામે વીર
ઉજાળ્યાં મેક્ષ તણાં મંદિર રણધીર ભડવીરે એવા, યેગી કૈક મહાન જમ આંગણમાં ગાજ્યા શરા, તીર્થંકર બળવાન
પ્રકાશ્યાં આત્મ તેજમય રૂ૫
નમાવ્યા ચક્રવર્તિઓ ભૂપ બાળવયમાં શંખ ફૂંકીને કૌતુકના કરનાર નેમિનાથ! તુજ આત્મ તેજને વંદે છે નરનાર
ધન્ય હે બ્રહ્મચારી બળવાન ગજવશું યશનાં તારાં ગાન. એક અહિંસા ઉર ધરીને ભવની તડી પ્રીત, જોગીએ ગિરનાર ગુફાના શક્તિ એ અકળત.
ત્યજી તેં યૌવનભીની નાર
ધન્ય હો ધન્યજ તે અવતાર. કુમળી દેહ કળી કરમાવી બ્રહ્મચારિણી નાર રાજુલ દેવી હારે ચરણે ખુલ્યાં મોક્ષનાં દ્વાર
ઉગાર્યો રહનેમિ તે વીર
ઉજાળ્યાં શાસનનાં મંદિર ક્ષત્રિના સમરાંગણ શૂરા કુળમાં શ્રી મહાવીર દશે દિશા જળહળતા જમ્યા કંચનવર્ણ શરીર ત્રિક ગાન તાન ગુલતાન
પ્રભુનાં મીઠાં અમૃત પાન. ચરણ અંગુઠ મેર ચાંપો શક્તિ વીર અનંત જગના જન સા રહે પુકારી આત્મત જવલંત
ઉતાર્યો ઇન્દ્રદેવને ગર્વ
પુકારે શક્તિ તારી સર્વ. સ્વર્ગસમાં સંસારી સુખડાં ત્યાગી જગને કાજ બાર વર્ષ તપ ઘેર આદર્યા જય હે ! ગીરાજ
અહિંસા ધર્મ મૂળ કહેવાય
જગતમાં વીરવાણ રેલાય ક્ષમા વીરનું ભૂષણ સાચું, વીરનો એજ અવાજ કર્મ ધર્મના મર્મ બતાવ્યા, જગ ઉદ્ધારણ કાજ
ઉગાર્યો ચંડકોશી નાગ
ધર્યો ના ઠેષ ઉરે કે રાગ. જગ આખું મંદિરમય કીધું, સંપ્રતિ રાય મહાન ધર્મધ્વજા ફરકાવી જગમાં, કરવા યશનાં ગાન
ધન્ય હો ધર્મ પ્રભાવક ધીર
જગતમાં વડભાગી નું વીર ઘોમ ધખેને ધજ્યાં થર થર, સ ગુર્જર નરનાર ધર્મધુરંધર મલવાદી ત્યાં, ધર્મધનુષ ટંકાર
કરીને ધર્મ તણું પિકાર નિવારે એના ટાહાકાર શીલગુણસૂરિ પ્રતિબોધ્યા, શુરવીર વનરાજ અણહિલપુર અહિંસાવાદી, ભારતને શિરતાજ કાળની ગહનગતિ દેખાય
અમરતા ઇતિહાસે લેખાય પાટણથી ગુજરાત સુહાયું વહ્યાં લક્ષ્મીનાં પૂર કુમારપાળ રણધીર રાજવી, ગાયે જગમશહૂર