SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ અતિસઓજસથી વળી એ રાજ. સમૃદ્ધિને એને ત્યાં નહીં પાર જે. પ્રાસાદે તે ગગનની સાથે વદંતજો. સુરનાયે સુખ ઝાંખા એની પાસજો. સપ્તમી ભૂમિકે એને આવાસ જે. બત્રિશ બત્રિશ નારી રે એની હતી, રમ્ય હતી જે સુરી થકીય અધિક જે. શશિવદની મૃગલચની ને મનહારિણી. એહની સાથે વિલસતે દિન રાત જે. દુખ સંસાર તણું ? નવ જાણતે. નિજ સુખને સુખ સૈાથી ઉત્તમ માણતા. શાર્દૂલવિક્રીડિત, આવ્યાં આર્યસુહરિતજી વિચરતાં રે એકદિન એ સ્થલે, વિજ્ઞાનૈજસે બ્રહ્મતેજસ થકી તે દી તાતાં અને; વીંટાતાં સૂરિવર્ય સંયમભૂષણ સાધુ પરિવારથીભકાએ દૌધી શાળ વાહનતણી ભક્તિભ હાઈથી. કુત વિલંબિત. દિવસના સહુ પાપ પ્રતિક્રમિ, ગ્રહ ક્ષમા સહુ દુઃખિત છવની; આવશ્યક વળી અન્ય કરી પુરાં, રજનીએ સ્વાધ્યાયમહીં મચ્યાં. નલિની ગુલભવિમાન સુખ અને સરસ કંઇ રચના વલી એહની; વર્ણવેલ જ અધ્યયને હતી, ભણું રહ્યાં સૂરિરાજ નિશા સમે. સ્વર મધર મહા મુનિરાજને, કુંવરના કર્ણ જઈને પો વિષય સુખમહીં વિલસંત જે સ્વર સુણી તહીંથી ઝબકી ઉઠે. “વર્ણવીત સુખો સૅરિરાજથી “ અનુભવ્યો કંઈ સમયે નકી” તન મન વચને કરી એક એ પછીથી ધ્યાનમહીં સેચી રહે, હૃદય ઉલ્લગિયું વલી જ્ઞાન થયું ગત ભવ તણું ચિત્ર ખડું થયું કવર -“અહહ ભોગવિયાં સુર સુખડાં “ધટ મહીં ત્રણ જ્ઞાન વસ્યાં હતાં. “ઝળહળી અતિ મેતિ મહા રહ્યાં “નહિ સમૃદ્ધિ તો કંઈ અન્ત ત્યાં ધમધમે બધું સ્થાન સુગન્ધથી "પ્રસરતી હતી જે સુર ધૂપની. રસદ સંગ્ગતનર્તન નાટયના “અનુભવી સહુ સુખ રહ્યાં જ્યહાં “સુખ મુકી સુરલેક–વિમાનનાં “મનુજ-તુચ્છ-સુખે મુજ તૃપ્તતા ?” હરિગીત. “ક્ષિરોદધિપય સ્વાદને ક્ષારાબુદ્દે કો” પ્તિ લે ? “આસ્વાદી આમ્રફલો ફરી કો’ આમ્ફરસને ચાહશે? ત્યાગી દઈ સુખ સર્વ આ પ્રયતીશ હું દિનરાતને “પામીશ એ સુરસ્થાનને સંકષ્ટ છો સહવાં પડે.” (ઓધવજી સંદેશે કહેજે શયામને-રાગ) એજ ક્ષણે નિશ્ચય કરી દિલમાં શર એ, સપ્તમી ભૂમિકેથી નીચે ઊતરે; આવી સુરિચરણ મહીં પછીથી નમે, “ભદ્રસુત ” એમ કહીને વિવે. કૃત વિલંબિત. કુંવર વર્ણવ્યાં સૂરિજી! સુખ જે હમે, નલિનકુમ વિમાન તણું હવે; અનુભવેલજ હું ગત જન્મમાં, ગુરૂજી! આપ શી રીત પિછાનતા? સરિજી – કુંવર! એ બંધુયે અમ જાણુતા, નહીં અનૈભવથી નહી તકથી; પણ કૃતિવચને જ પ્રમાણુતાં; અમ શિખ્યા વીરના વચન થકી. કુંવર – જવું જ છે સૈરિછ કરી એ સ્થલે, ત્યજુ છું આ બધી ઋદ્ધિજ આ ક્ષણે; સહીશ સર્વ કષ્ટ અસહ્ય તે, તપીશ હું તપ સર્વ અતપ્ય છે.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy