________________
જૈન યુગ.
Tis well from this day forward we shall know ; That in ourselves our safety must be sought That by our own right hands it must be wrought, That we must stand unpropped or be laid low, O, dastard, whom such foretaste doth not cheer.
-Wordsworth
પુસ્તક ૩ વીરાત સં. ર૪૫૪ વિ. સં. ૧૯૮૪ આષાઢ, અને બંને શ્રાવણું. અંક ૧૧-૧૨
-
-
-
શ્રી સિદ્ધક્ષેત્ર (છે અજબ પ્રાન્ત ગુજરાત, વાત વાહ! શી રીતે જણાયએ લયમાં) શ્રી સિદ્ધક્ષેત્ર સુપવિત્ર, મિત્ર છે! મુજ મન ત્યાં લલચાય, મુજ મન ત્યાં લલચાય, મિત્ર હો! વિમલગિરિ મન ધાય–શ્રી સિદ્ધ. અમીઝરણું ઝરતું જ્યોતિર, બિંબ આદિમ સહાય, ચાતક-ભવિજન જોતાં પીતાં, ધ્યાનમગ્ન થઈ જાય, ધ્યાનલીન તે થાય, મિત્ર છે! રૂપ-પિડઘે ધ્યાય–શ્રી સિદ્ધ રાગ દ્વેષ શત્રુને છતી, શત્રુંજય સુખદાય, રૂપાતીત આત્મ-રમણમાં, શુકલ–ધ્યાન વિલસાય શુકલધ્યાન વિકસાય, મિત્ર છે! સિદ્ધિ-પ્રાપ્તિ થાય–શ્રી સિદ્ધ
-તંત્રી.