SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ–સુરત. માણેકઠારી પુનમની શુભ રાત્રિએ આ સંસ્થાની મુલાકાત લેવાનો આનંદદાયક પ્રસંગ મને ગૃહપતિ અને માનદ મંત્રીએ ઉપસ્થિત કરી આપ્યો તે માટે તેમને ઉપકાર માનું છું. સંસ્થાની સર્વ હકીકત નિવેદન કરવામાં આવી અને અનેકવિધ પ્રવૃત્તિ તેમાં થતી જોઈને મને આનંદ થયો. મને આકર્ષક વાત વિદ્યાર્થીઓ તરફથી નિકળતું “ પ્રભાત” નામનું હઅલિખિત માસિક છે તે અને સુરત જૈન સમાજના ઉપસ્થિત થતા મહા પ્રસંગો વખતે વિદ્યાર્થીઓ સ્વયંસેવકની ગરજ પુરી પાડે છે તે લાગી છે. “પ્રભાત” ના અંકે સુંદર અને પ્રેરક છે; તેમાં વખત જતાં વિચારપ્રવાહ સુનિયંત્રિત અને સુયોગ્ય માર્ગે વહ્યા જશે, એવી ખાત્રી ભરી આશા છે. સેવાના માર્ગમાં વ્યાવહારિક તાલીમ વિધાર્થી જીવનમાંજ મળે તેનું મહત્વ ઘણું છે. તેથી વિનય, નમ્ર, આઝાધારકતા અને સંયમનના આવશ્યક બોધપાઠ મળે છે. તે આખા જીવનને ઓપ આપે છે. આ સંસ્થાના મુખ્ય સંચાલક મંત્રી શ્રીયુત હરીલાલ શાહ એક તરુણ ગ્રેજ્યુએટ છે. શિક્ષણશાસ્ત્રના અનુભવી છે. તેમનામાં ઉત્સાહ, સેવાભાવ અને જેમ છે તેથી સંસ્થાને સારા પાયા પર લઈ જવામાં એક પ્રબળ નિમિત્તભૂત થયા છે અને થશે એમાં શક નથી. ગૃહપતિ રા. પિપટલાલ પણ સાહિત્યરસિક અને સંસ્કારીયુવક છે. તે બને સજજનના સુમિશ્રણથી આ સંસ્થાનું ભવિષ્ય સુંદર છે, એમ લાગે છે. સંવત ૧૯૮૨ ને આ સંસ્થાને છપાયેલ વૃત્તાંત વાંઓ તેમાં આ વિદ્યાલયને જે જે આવશ્યકતાઓ છે તેનું સંક્ષિપ્ત વર્ણન છે. આ જરૂરીયાતે સુરતના ભલા શ્રીમંત પુરી પાડશે તે એક આદર્શ છાત્રાલય બનશે. શારિરીક કેળવણી અને અંગબળની તાલીમ વગર જૈન વિદ્યાર્થીઓનાં શરીર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ક્ષીણુ અને કાન્તિહીન લાગે છે. આથી દરેક વિદ્યાલયમાં અખાડે-કસરતશાળા હાયજ અને શારિરીક કેળવણી પણ ફરજ્યાત વિદ્યાથી એ લેવી જોઈએ—એમ થવાની પ્રધાન આવશ્યકતા છે. માનસિક કેળવણીની વૃદ્ધિ માટે-પુષ્ટિને માટે સમૃદ્ધ પુસ્તકાલયની પણ જરૂર છે. ધાર્મિક કેળવણી વગરનું તે કઈ જૈન વિદ્યાલય હોવું ન ઘટે. આ ત્રણે જાતની કેળવણી જ્યાં મળી શકે એવું સાદું વિશાળ ચોગાનવાળું અને તે તે કેળવણીનાં સાધનો પુરાં પાડનારું મકાન પણ સ્થાયી હોવું જોઈએ. પ્રયાસ કરતાં કરતાં તેમજ ઉદયના સમય આવી મળતાં આ બધુ ભવિષ્યમાં આવી મળશે. આ સમયે છેવટમાં એમ પણ કહ્યા વગર ચાલતું નથી કે સુરતના જનોને આ સંસ્થા તેમજ બીજી સંસ્થાઓ પૂરી પાડી-નિભાવી પિતાની ઉદારવૃત્તિ બતાવી છે. તે માટે તેમને ધન્યવાદ છે અને તેઓ તેને હવે જેમ બને તેમ વધુને વધુ સંપૂર્ણ અને આદર્શમય બનાવવા જરૂર કંઈ ને કંઈ કરતાજ રહેશે એવી તેમને મારી વિનંતી છે. આ સંસ્થાને ઉત્તરોત્તર અમ્યુદય ઇચ્છી. મોહનલાલ દલીચંદ દેસાઈ સુરત, સં. ૧૯૮૩ ના આશ્વિન સુ. ૧૫ } B. A. LL. B. વકીલ હાઈક, મુંબઈ.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy