SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ માર્ચ-એપ્રિલ ૧૯૬૦ ત્યાંના લોકો કૉન્ફરન્સ તરફ માન, મમતા ધરાવતા થાય; પણ આ બધું કરવા માટે હેક-ઑફિસ અને પ્રાન્તોમાં કાર્યકરોનાં જૂથ જોઈએ અને સારું ફંડ જોઈએ. પ્ર. ૭–હાલના સંજોગોમાં મહાન આર્થિક ઉલ્કાપાત થઈ રહ્યો છે. મૂલ્યપરિવર્તનો થઈ રહ્યાં છે. મધ્યમ વર્ગ માટે કટોકટી ઊભી થઈ છે. જુના ધંધા અને વ્યવસાયો તૂટી પડ્યા છે અને ક્યો નવો ધંધો કે વ્યવસાય કરવો એ માટે લોકો મૂંઝવણમાં છે. આ વિષમ પરિસ્થિતિ માટે બહુ ઝીણવટથી વિચાર કરી જે લોકો ધંધા વિનાના થઈ ગયા છે કે જેમને જીવન નિર્વાહ સુખેથી ચલાવવાની મુશ્કેલી ઊભી થઈ છે એમને બહુ વિચારપૂર્વકનું માર્ગદર્શન આપવું જરૂરનું છે. એ તાત્કાલિક જરૂરિયાત છે. નવા ધંધા કે વ્યવસાય માટે નવી તાલીમ કે કેળવણીની જરૂર હોય તો તે પૂરી પાડવા યોજના કરવી જોઈએ. અને એમને ધંધે લગાડવા મદદ કરવાની પણ યોજનાઓ ઘડવી જોઈએ. બીજું આપણે રાજકારણમાં બહુ પછાત હોવાથી બહુ સહન કરવું પડ્યું છે અને સહન કરવું પડશે. કાયદાકાનુનો અને એડમિનિસ્ટ્રેશન બધું એકલા ન્યાયનીતિના ધોરણે ચાલે છે એવું નથી. એમાં દરેકમાં Expediency, સંજોગોમાં શું કરવું ઈષ્ટ છે એ ધોરણે કામ થાય છે ત્યાં નબળા અને લાગવગ વિનાના વર્ગને સહન કરવું પડે છે. કારણ કે રાજકર્તા વર્ગને એ વર્ગની બીક નથી. Right is might નહિ પણ might is right નું તત્ત્વ દરેક કામમાં પોતાનો ભાગ કેટલેક અંશે ભજવે છે જ. માટે રાજકારણમાં આપણા સમાજના લોકો વધારેને વધારે રસ લે અને ભાગ લે અને રાજકારણમાં આપણું સ્થાન ગણનાપાત્ર થાય એવું બળ ઉત્પન્ન કરે એ જરૂરનું છે. આ સૂચન કોમવાદથી પ્રેરાઈ નથી કર્યું; પણ રાજકારણમાં આપણને યોગ્ય સ્થાન મળે તો જે અત્યારે અન્યાયો થઈ રહ્યા છે તે ન થાય અને આપણાં યોગ્ય હિત જળવાઈ રહે અને સાથે દેશની સેવા પણ કરી શકાય એ માટે કર્યું છે. દેશની સેવા કરવી એ દરેકની ફરજ છે. તેમ આપણને અન્યાય થતો અટકાવવો એ પણ આપણી ફરજ છે. માટે સમાજના ભાઈબહેનોને રાજકારણમાં ભાગ લેતા કરવા માટે યોગ્ય પ્રબંધ કરવો જોઈએ. ત્રીજું સરકારી નોકરીઓમાં પણ આપણને યોગ્ય સ્થાન નથી. રાજતંત્રમાં પણ આપણી સંખ્યા સારી હોય તો આપણી અવગણના ન થાય અને અન્યાય થતા અટકે આ માટે ઉચ્ચ સરકારી નોકરીઓમાં આપણું વિદ્યાર્થીઓ વધારેને વધારે પ્રમાણમાં જાય એ ઇચ્છવા યોગ્ય છે અને તે માટેના અભ્યાસમાં મદદ કરવા યોગ્ય ફંડ ઊભું કરી ઠેકાણે ઠેકાણે “કોચીંગ' ક્લાસીસ કે એવી સગવડ કરવી ઈષ્ટ છે. શ્રી. બાલચંદ હીરાચંદ, માલેગામ પ્ર. ૧–જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ એ સરથા જૈન શ્વેતાંબર સમાજની પ્રતિનિધિભૂત એક જ સંસ્થા અસ્તિત્વ ધરાવે છે. અને એ સંસ્થાએ સમાજની અત્યંત અગત્યની ઉપયોગી સેવા અખંડ રીતે બજાવેલી છે. અને સમાજને દરેક ક્ષેત્રમાં વિચાર કરવાની ભૂમિકા સઈ છે એમાં શંકા નથી. તેથી જ આ સંસ્થાના અસ્તિત્વની અત્યંત અનિવાર્ય જરૂર છે. અમારી ખાત્રી છે કે, ભવિષ્યમાં આ સંસ્થા વિરાટ સ્વરૂપ ધારણ કરી જૈન જનતાને ઉપરાઉપરી યોગ્ય માર્ગદર્શક થઈ રહેશે. એટલું જ નહીં પણ જન સમાજનું ઉત્થાન કરી જૈન ધર્મ અને જૈન સમાજને એક આદર્શ સમાજનો દરજજો પ્રાપ્ત કરી આપશે. માટે આ સંસ્થાને ગમે તે ભોગે ટકાવી રાખવાની જરૂર છે. પ્ર. ૨–જૈન વેતામ્બર કોન્ફરન્સ સમાજને ઉપયોગી થયા એવા માર્ગદર્શન કરનારી સંસ્થા બની શકે તે માટે મુંબઈ જેવા શહેરમાં તેની મુખ્ય ઑફિસ રહે. અને તેમાં જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનાર એકેક મંત્રી નીમવામાં આવે અને તે તે ખાતામાં તે પોતાની પ્રગતિ ચાલુ રાખે. એવા બધા મંત્રીઓનું એક મંત્રી મંડળ હોય. એક મુખ્ય મંત્રી બધાઓને માર્ગદર્શન કરે. અને સરકારી ‘સેક્રેટરીએટીની માફક બધાં ખાતાં કાર્ય કરતા રહે. દેશના બધા ભાગોમાં એની શાખાઓ પ્રસરેલી હોય. અને મુખ્ય કચેરી સાથે તેમનો સંપર્ક ચાલુ રહે. આમ કરવાથી કૉન્ફરન્સ એ જીવંત સંસ્થા તરીકે હંમેશ કાર્ય કરતી રહે. પ્ર. ૩–બીજા પ્રશ્નના જવાબમાં આ પ્રશ્નનો જવાબ સમાઈ જાય છે. પ્ર. ૪-કૉન્ફરન્સના પદાધિકારીઓ માટે એવી શરત ૨ખાય કે, તેઓ કોન્ફરન્સના કાર્ય માટે સતત પોતાનો વખત આપી શકે. અને એની ખાસ ફુરસદ ધરાવનારાઓ જ પદાધિકારી બની શકે. જરૂર જણાય તો દરેક પદાધિકારી પોતાના કાર્ય માટે ઉપયોગી થાય તે સારું એકાદ “ડેપ્યુટી' પદાધિકારીને નીમે. એટલે પદાધિકારીની કોઈ વખત ગેરહાજરી રહે નહીં. આમ કરવાથી એ સંસ્થા સતત કાર્ય કરતી બની શકે. ય એ માટે કર્યું અન્યાય થતાં ભાઈબહેનોને
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy