________________
શ્રી જૈન શ્વેતામ્બરર્કન્ફરજૂર કાર્યાલય પ્રવૃતિની ટૂંક નોંધ
(કૉન્ફરન્સ કાર્યાલય દ્વારા)
*
**
કોન્ફરન્સનું લુધીના અધિવેશન શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું એકસવીમું અધિવેશન સુધીઆનામાં તા. ૩૦ એપ્રિલ, ૧-૨ મે ૧૯૬૦ શનિ, રવિ, સોમવારના દિવસોએ (વીર સંવત ૨૪૮૬, વિ. સંવત ૨૦૧૬ના વૈશાખ સુદ ૪–૨–૬) કલકત્તાનિવાસી શ્રી નરેન્દ્રસિંહજી સિંધીના પ્રમુખસ્થાને મળશે. (પ્રમુખશ્રીનો પરિચય અંકમાં અન્યત્ર આપેલ છે)
અધિવેશન અંગેની આમંત્રણ પત્રિકા ટૂંક સમયમાં જ સર્વે સ્થળોએ મોકલાશે. તદનુસાર શ્રી સંધ, સંસ્થા કે મંડળે બંધારણના નિયમાધીન પ્રતિનિધિઓની ચૂંટણી કરી “શ્રી જૈન છે. કૉન્ફરન્સ સ્વાગત સમિતિ કાર્યાલય, શ્રી આત્માનંદ જૈન મહાસભા-પંજાબ, વેટગંજ,લુધીના (પંજાબ)”ને નામો મોકલી આપવા વિનંતી છે.
કોન્ફરન્સ કાર્યાલય તરફથી ઠરાવ ઘડનારી સમિતિ અને અધિવેશન પ્રચાર અને પ્રવાસ સમિતિ નીમવામાં આવી છે. તેમ જ “જૈન યુગ” એપ્રિલ અંક વિશેષાંક તરીકે તા. ૨૧, એપ્રિલ, ૧૯૬ન્ના રોજ પ્રગટ થશે. અધિવેશન અને પ્રતિનિધિની ચૂંટણી
આગામી સુધીના અધિવેશનમાં પ્રતિનિધિઓ ચૂંટી મોકલવા માટે બંધારણની ઉપયોગી કલમો નીચે સ્પષ્ટ કરવામાં આવે છે :૯. પ્રતિનિધિઓ
સંસ્થાના અધિવેશનમાં નીચે જણાવ્યા પ્રમાણેના પ્રતિનિધિઓ હાજર રહી મત આપી શકશે ?
(૧) કલમ ૭ માં જણાવ્યા પ્રમાણેના સંસ્થાના પ્રથમના બે પ્રકારના (સંરક્ષક અને આજીવન) સભાસદો-સામાન્ય સભાસદોએ ચૂંટેલા પ્રતિનિધિઓ (અધિવેશનના છ માસ અગાઉ નોંધાયેલ સામાન્ય સભાસદો દર વીસ સભાસદે એકના ધોરણે).
(૨) કોઈપણ શહેર કે ગામનો સંઘ, સભા, મંડળ અથવા સંસ્થા અઢાર વર્ષની ઉપરની ઉમ્મરના વેતામ્બર મૂર્તિપૂજક જૈનને ચૂંટી મોકલે તે.
(૩) સ્વાગત સમિતિના બધા સભાસદો. (૪) સંસ્થાના થઈ ગયેલ અધિવેશનના પ્રમુખો તથા ચાલુ મુખ્ય મંત્રીઓ.
(૫) સંસ્થાની કાર્યવાહી સમિતિના ચાલુ સભ્યો. નોંધ:
(૧) કાર્યવાહી સમિતિએ નકકી કરેલ પેટા-નિયમનુસાર માન્ય થયેલ કોઈપણ જાહેર, ધાર્મિક અથવા સખાવતી સંસ્થા, સભા કે મંડળ જે વીસ અગર વધુ સભાસદો ધરાવતી હશે અને જૈન વે. મૂર્તિપૂજક સમાજને લાભ આપતી હશે તે દર વીસ સભાસદોએ એકના પ્રમાણમાં, પરંતુ પાંચથી વધુ નહિ, પ્રતિનિધિઓ ચૂંટી શકશે.
(૨) પ્રતિનિધિ મોકલવા માટે આવી જાહેર સંસ્થાએ મુખ્ય કાર્યાલયમાં જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષે રૂા. ૫) આપી અધિવેશન અગાઉ નોંધણી કરાવવી પડશે. ૧૦. સંઘનું પ્રતિનિધિ પ્રમાણુ
દરેક સંધ નીચે જણાવ્યા પ્રમાણે પ્રતિનિધિઓની ચૂંટણી કરશે –
કોઈપણ શહેર કે ગામનો સંધ જ્યાં જૈનોનાં ૧૦૦ ઘરથી ઓછાં ઘર હોય તે પાંચ પ્રતિનિધિ ચૂંટી શકશે અને જ્યાં એથી વધુ ઘર હશે ત્યાંનો સંઘ દર વીસ ઘર દીઠ એક પ્રતિનિધિ ચૂંટી શકશે. ૧૧. પ્રતિનિધિનું લવાજમ
સ્વાગત સમિતિ સિવાયના પ્રતિનિધિનું લવાજમ રૂા. ૫) અને ભોજન સહિત રૂા. ૧૧) રાખવામાં આવશે, જેમાંથી દરેક પ્રતિનિધિ દીઠ રૂ. ૧ સંસ્થાના નિભાવ ફંડમાં લઈ જવામાં આવશે. ૧૨. પ્રેક્ષકો •
વાગત સમિતિને યોગ્ય લાગશે તે શરતો અનુસાર સંસ્થાના અધિવેશનમાં કોઈપણ વ્યક્તિને પ્રેક્ષક તરીકે દાખલ કરી શકાશે પરંતુ પ્રેક્ષકોને મત આપવાનો
જેમાં
ભોજન સહિતના પ્રતિનિધિનું લવ