SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્ય મ વર્ગ ના ઉત્થાન ના મા ગે* શ્રી. રજનીકાન્ત સુરેશ ગાંધી સયમવર્ગની હાલની સમસ્યા એ સામાજિક સમસ્યા છે. આ સામાજિક સમસ્યાની છણાવટ અથવા પૃથકકરણ શાસ્ત્રીય ઢબે અથવા સામાજિક વિજ્ઞાનની ભાષામાં કહીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિએ થવાની જરૂર છે. મધ્યમવર્ગના ઉત્થાનના ભાગ અમલમાં મૂકવા એ તો સામાજિક કાર્યકરોનું કામ છે અને વળી આવા ઉત્કર્ષના પ્રશ્નો ઉપર વધુ પડતો વેધક પ્રકાશ ફેંકવો એ પણ સામાજિક કાર્યકરોનું જ ક્ષેત્ર છે; પરંતુ આજના સમાજશાસ્ત્રી જે વૈજ્ઞાનિક પદ્ધતિ પર ભાર મૂકે છે તેના લીધે સામાજિક કાર્યકરો * પણ સમાજશાસ્ત્રીઓના પૃથક્કરણ ઉપર જ આધાર રાખે છે. સામાજિક કાર્યકરોની સફળતાનો આધાર પણ સમાજશાસ્ત્રીઓના પૃથક્કરણ પર જ છે. સામાજિક કાર્યકરો એ પૃથક્કરણને સમસ્યાઓના નિરાકરણ માટે વાપરે છે. આ રીતે. એમને સાચું દિશા-સૂર્સ પણ થાય છે; નહીં તો પછી જો એ લોકો મધ્યમવર્ગની સમસ્યાઓના ઉકેલ માટે પગલાં લેવા જાય તો ઊંધી દિશાએ દોરવાવાનો, ગૂંચવણો પેદા થવાનો અને સમય અને શક્તિના વ્યય પછી પણ કશા જ પરિણામ પર ન આવવાનો સવિશેષ સંભવ રહે છે. કેટલીક વાર તો સમાજશાસ્ત્રીઓના નિર્ણયો પર અવલંબિત નહીં રહેનારા એવા સામાજિક કાર્યકરો પ્રશ્નોના ઉકેલ લાવવા તો એક બાજુએ રહ્યા પરંતુ “દુઃખે પેટ અને કૂટે માથું એના જેવી વિચિત્ર પરિસ્થિતિ પેદા કરે છે. આ બધી ગૂંચવણોનો સંભવ ન રહે એટલા માટે મધ્યમવર્ગના પ્રશ્નોની છણાવટનો શાસ્ત્રીય પદ્ધતિએ વિચાર કરવો એ જ એક રસ્તો રહે છે. અહીં જે નિર્ણય ઉપર અવાય તે મધ્યમ વર્ગના માનવીઓને સમજાવવા માટે અને સામાજિક કાર્યકરોને પરિસ્થિતિની સુધારણા માટે કામ લાગે. આ શાસ્ત્રીય પદ્ધતિ અપનાવતાં પહેલાં કેટલીક બાબત સ્પષ્ટ કરવાની જરૂર રહે છે. પ્રથમ તો એ કે આ આખા ય પ્રશ્નનો વિચાર સમાજશાસ્ત્રીય પદ્ધતિએ જ કરેલ છે. આ પદ્ધતિ અપનાવવાથી ક્ષેત્ર મર્યાદિત બની જાય છે કારણ કે લક્ષ્યબિંદુ તો સમાજશાસ્ત્રીય જ રહેવાનું. ખરી રીતે તો સમાજશાસ્ત્ર એવું શાસ્ત્ર છે કે જે બીજાં સામાજિક શાસ્ત્રો જેવાં કે સામાજિક માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ વગેરે સાથે ખૂબ નિકટનો સંબંધ ધરાવે છે; એટલે મુખ્ય દૃષ્ટિ સમાજશાસ્ત્રીય રાખતાં ય મધ્યમવર્ગની સમસ્યાઓનો અહીં આર્થિક, માનસશાસ્ત્રીય, રાજકીય, ઐતિહાસિક વગેરે દષ્ટિએ વિચાર કરવો પડશે. બીજું, આમ કરવાનું મુખ્ય કારણ તો એ છે કે આ બધી દષ્ટિએ આ પ્રશ્ન વિચારતાં પણ ખાસ તો એ સમાજશાસ્ત્રનો જ પ્રશ્ન છે એટલે સમાજશાસ્ત્રનું દૃષ્ટિબિન્દુ કેન્દ્રમાં રાખીને એમાં બીજાં દૃષ્ટિબિન્દુઓનો સુમેળ સાધીને આપણે એને વધુ સારી રીતે અને વધુ સાચી રીતે સમજી શકીશું અને આ જ પદ્ધતિએ એના સાચા ઉથાનના માર્ગો શોધી શકીશું. પ્રથમ તો આ પ્રશ્નની છણાવટ શાસ્ત્રીય પદ્ધતિથી કરવાની હોવાથી સમાજ અને સમાજમાં મધ્યમવર્ગનું સ્થાન, એ વર્ગનું ઉત્પત્તિ-સ્થાન, ભારતમાં મધ્યમવર્ગની ખાસિયતો અને એના પ્રશ્નો-સમસ્યાઓ રજૂ કર્યા પછી જ એના ઉથાનના ભાગની સાચી સમજણ પડે. આમ આખો લેખ બે ભાગમાં વહેંચાયેલો રહેશે, પ્રથમ, મધ્યમવર્ગ અને તેના પ્રશ્નોનું સ્પષ્ટીકરણ અને બીજું, એના ઉત્થાનના માર્ગો. [૧] આ પ્રશ્નનો વૈજ્ઞાનિક ઢબે વિચાર થવો ઘટે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ અથવા શાસ્ત્રીય પદ્ધતિ વિશે બહુ ઊંડાણમાં ન જતાં અહીં એટલું જ કહેવું બસ થશે • જેનયુગ' યોજિત નિબંધ હરીફાઈમાં પ્રથમ ઇનામ મેળવનાર નિબંધ. ૧૭
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy