SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૦ અતિ સંક્ષિપ્ત સાર છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના અંતઃકરણમાં અમૃતથી પણ અધિક મધુર પ્રભુની ધર્મદેશના શ્રવણ થતાં આનંદ આનંદ પ્રગટ થયો. કોઈપણ મહાનુભાવની વર્તમાન અવસ્થા ગમે તે પ્રકારની હોય, પરંતુ જેના આત્મમંદિરમાં તીર્થંકર પદની યોગ્યતા વર્તતી હોય અને એકવાર પણ સમ્યગ્દર્શનની દિવ્યજયોતિ પ્રગટ થઈ ગયેલી હોય એ મહાનુભાવને જયારે જ્યારે દેવ-ગુરુ ધર્મનો સુયોગ મળે તેમ જ પ્રભુની મંગલમય વાણી શ્રવણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ત્યારે તે આત્માનું હૃદયકમળ નવપલ્લવિત બને છે અને એકવાર તો મોહનું આવરણ દૂર થતાં સમ્યકત્વનો પ્રકાશ પુનઃ પ્રગટ થઈ જાય છે. નિમિત્તવાસી આત્મા ભગવાન મહાવીર ભગવંતને નયસારના ભવમાં સર્વથી પ્રથમ સમ્યગદર્શન પ્રગટ થયું હતું. મરિચિના ભવમાં કપિલનો સમાગમ અને ઉત્સુત્રપ્રરૂપણાનું નિમિત્ત મળતાં એ ગુણનો તિરોભાવ થયો. સોળમા વિશ્વભૂતિના ભવમાં સંયમગ્રહણનો સંયોગ અને તીવ્રતપશ્ચર્યાના પ્રસંગે એ સમ્યગ્દર્શનનો પુનઃ આવિર્ભાવ થયો તેમજ એ જ ભવમાં વિશાખનંદીનો ઉપહાસ અને નિયાણાનો પ્રસંગ પ્રાપ્ત થતાં પુનઃ એ પ્રકાશ અસ્ત થયો. એથી આગળ ચાલુ અઢારમા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શ્રેયાંસનાથ ભગવંતની ધર્મદેશના શ્રવણ કરતાં પુનઃ એ સભ્ય ત્વગુણુ ભગવંતના આત્માને પ્રગટ થયો. એકવાર સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયા બાદ જ્યાં સુધી આત્મામાં એ ગુણ ક્ષાયિક ભાવે પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રાયઃ ગુણનો ઉદય અને અસ્ત-ઉદય, અસ્ત એમ પરંપરા ચાલ્યા કરે છે. આત્મહિત માટે અનુકૂળ નિમિત્ત મળતાં આત્મામાં અનુકૂળતા પ્રગટ થાય છે અને પ્રતિકૂળ નિમિત્ત મળતાં આત્મામાં પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે. પરંતુ આ પરિસ્થિતિ પ્રાયઃ ત્યારે જ બને છે કે એક વાર પણ આત્માને નિજાનંદનો અનુભવ થઈ ચૂક્યો હોય. “નિમિત્તવારી આત્મા' એ વાક્યના ચરિતાર્થપણાનો અનુભવ પણ આવા પ્રસંગે પ્રગટ સમજાય છે. વિપૃષ્ઠ વાસુદેવની વિષયલોલુપતા ભગવાન શ્રેયાંસનાથ પ્રભુની ધર્મદેશના શ્રવણ થતાં ત્રિપૃષ્ઠ વાસુદેવના આત્મા ઉપર વર્તતું દર્શનમોહનું આવરણ તત્કાલ પૂરતું દૂર થઈ ગયું, અને સમ્યગ્દર્શનનો પ્રકાશ પ્રકટ થયો. પ્રભુને વંદના નમસ્કાર કરીને વાસુદેવ પોતાના પરિવાર સાથે રાજમહેલમાં પધાર્યા. વાસુદેવનું જીવન બહુલતાએ વિષયોની લોલુપતાથી ભરપૂર હોય છે, અને એ વિષયોની વધુ પડતી લોલુપતાના કારણે સમ્યગ્દર્શન વગેરે ગુણોનો લાંબો સમય ટકાવ થતો નથી. દીવો પ્રગટ થયા બાદ એ દીવાની જ્યોત ન બુઝાઈ જાય તે માટે જેમ કાચ વગેરેના સંરક્ષણની જરૂર છે, તેજ પ્રમાણે આત્મગુણની પ્રગટ થયેલ જ્યોતને સજાગ રાખવા જીવનમાં સંયમ, તપ વગેરેની ઘણી ઘણી જરૂર છે. અનંતકાળની વિષયલોલુપતા તપ અને સંયમ સિવાય ટળતી નથી એ નક્કી વાત છે. ત૫ અને સંયમનું પારમાર્થિક રહસ્ય જે કોઈપણ હોય તો વિષયોની લોલુપતાનો અભાવ અથવા, મંદતા છે. ત્રિપૃષ્ઠવાસુદેવને ઈન્દ્રયોના વિષયોની તીવ્ર લોલુપતા હતી. તેમાં પણ શ્રવણેન્દ્રિયની લોલુપતાનું પ્રમાણ સર્વથી વધુ પ્રમાણમાં હતું. સંગીત અને નૃત્યકળામાં કુશળ ગણાતા અનેક સંગીતકારો નૃત્યકારો જુદા જુદા દેશોમાંથી બોલાવીને તેણે પોતાની રાજધાનીમાં રાખ્યા હતા. રાજસભામાં તો એ સંગીત નૃત્યના જલસાઓ નિરંતર ચાલુ રહેતા, ઉપરાંત રાત્રે શયન પ્રસંગે પણ એ મધુરા સંગીતના આલાપ શ્રવણ થાય તો જ ત્રિપૃષ્ઠ વાસુદેવ નિદ્રાદેવીને આધીન થાય. આવી વધુ પડતી વિષયપરાધીનતાએ વાસુદેવને ઘેરી લીધા હતા. સર્વ અનિષ્ટનું મૂળ વિષયોની લોલુપતા જ્ઞાની ભગવંતોએ સંસારી જીવો માટે બાહ્ય તેમજ અંતરંગ આપત્તિઓનું મૂળ કારણ ઈદ્રિયોનો અસંયમ કિંવા ઇન્દ્રિયોની ગુલામી વર્ણવેલ છે. માત્ર ચિતઃ થાઃ દિવાળાં અસંયમ : તા: કવાં માર્યા વેનેઝું તેન ાતામ્ II ઈન્દ્રિયોનો અસંયમ એ આપત્તિનો માર્ગ છે અને ઈન્દ્રિયો ઉપર વિજય એ સંપત્તિનો માર્ગ છે. એમ જાણીને હે આત્મન ! તને જે માર્ગ ઈષ્ટ હોય તે માર્ગે ચાલ્યો જા. ] આશ્રવ તત્વના નિરૂપણ પ્રસંગે પણ નવતત્વમાં બધાય આશ્રયોના મૂળ તરીકે ઇંદ્રિય સાથ અય એ ગાથામાં ઈન્દ્રિયોનું જ સ્થાન પ્રથમ જણાવેલું છે. ઈન્દ્રિયોના અસંયમથી એટલે કે વિષયોની લોલુપતાથી કષાય ભાવ પ્રકટ થાય છે, કષાય ભાવથી હિંસક પરિણામ પ્રકટ થાય છે અને હિંસક પરિણામમાંથી મન-વાણી-કાયાના વિપરીત વ્યાપારો ચાલે છે તેમ જ પ્રતિ ક્ષણે નવું નવું કર્મ બંધન ચાલુ રહે છે. સર્વ પ્રકારના અનિષ્ટનું મૂળ જે કોઈ પણ હોય તો વિષયોની લોલુપતા જ છે એક અવસરે ત્રિપુછવાસુદેવે પોતાના શવ્યાપાલકને રાત્રિએ શયન કરવા અગાઉ આજ્ઞા કરી
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy