SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ફેબ્રુઆરી ૧૬૦ માટે બધાએ ભોગ આપ્યા સિવાય અન્ય માર્ગ નથી. પંજાબમાં કોન્ફરન્સનું શૌર્ય વધશે જ. શ્રી. શાંતિલાલ મગનલાલ શાહે જણાવ્યું હતું કે કોન્ફરન્સના આગામી અધિવેશનને સફળ બનાવવા માટે પ્રચાર સમિતિની રચના કરી બધાનો સહકાર મેળવવો જોઈએ. મુંબઈ સિવાયનાં અન્ય સ્થળોના આગેવાનો તેમજ કાર્યકરોનો સંપર્ક સાધી કાર્ય કરીશું તો અધિવેશન યશસ્વિતાને વરશે. શ્રી. વરધીલાલ વમળશીએ અધિવેશન પ્રસંગે સ્પેશ્યલ ટ્રેનની યોજના કરવા સૂચવ્યું. શ્રી. પ્રાણજીવનદાસ હ. ગાંધીએ કોઈપણ કાર્ય પાર પાડવા માટે કાર્યકરોના સહકાર અને સંગઠન ઉપર ભાર મૂક્યો. બાદ શ્રી. મોતીલાલ વીરચંદ શાહે પંજાબનો ઉત્સાહ વધારવા માટે કામે લાગી જવા સૂચવ્યું. શ્રી. જીવરાજભાઈ બી. શાહે પંજાબના કાર્યકરો જે રચનાત્મક કાર્ય માટે જાણીતા છે તેમને સંપૂર્ણ સહકાર આપવા વિનંતિ કરી હતી. બાદ અત્યંત ઉત્સાહપ્રેરક વાતાવરણ વચ્ચે સભા વિસર્જન થઈ હતી. કાર્યકરોની સભા પંજાબથી શ્રી. વિજયકુમારજી જૈન અને શ્રી.દીપચંદજી જૈન આગામી સુધીઆના અધિવેશનના કાર્યો મુંબઈ આવ્યા હતા. તેઓની સાથે વિચાર-વિનિમય કરવાની દૃષ્ટિએ કોન્ફરન્સ કાર્યાલયમાં તા. ૧૪-૧-૧૯૬૦ ગુરુવારે મુંબઈના કેટલાક કાર્યકરોની સભા શ્રી. ફુલચંદ શામજીના પ્રમુખપદે યોજવામાં આવી હતી. લગભગ બાવીસ કાર્યકરો ઉપસ્થિત હતા. શરૂઆતમાં શ્રી. કુલચંદ શામજીએ નિવેદન કર્યું કે પંજાબના જે ભાઈઓ પધારેલા છે તેઓથી અધિવેશન અંગેની સર્વ પરિસ્થિતિ જાણી આપણે સર્વ પ્રકારે સહકાર આપવાનું રહે છે. બાદ શ્રી. વિજયકુમારજી જેને જણાવ્યું કે પંજાબની અધિવેશન માટેની પ્રબળ ઈચ્છાને આપે જે પ્રકારે સિંચન આપેલ છે તે પંજાબના ગૌરવને વધારનાર છે. જે પુણ્યભૂમિ સ્વ. આચાર્ય શ્રી વિજયાનંદસુરિજી અને શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજના પાદકમળથી પવિત્ર બનેલી છે તેમાં સમગ્ર ભારતના શ્રીસંઘની ઉલાસપૂર્વક ભક્તિ કરવા પંજાબ તલસી રહેલ છે. તે માટે પંજાબમાં સભાઓ મળી છે, પોસ્ટરો પ્રકટ થયાં છે અને જુદી જુદી સમિતિઓ કામે લાગી ગઈ છે. શ્રી સંઘે ત્યાં એકત્ર થઈ સંગઠિત બની આગેકૂચકદમ કરવાની છે. અન્ય સમાજ જે વખતે એકત્રિત થઈ આગળ વધી રહ્યા હોય તે વખતે શ્વેતામ્બર મૂર્તિ. સમાજ ચૂપ ન જ બેસી શકે. કર્તવ્ય કરવા માટે તન, મન અને ધનની કુરબાની આપવા સૌ કટિબદ્ધ થાય અને લુધીઆના અધિવેશન કોન્ફરન્સના જ નહિ પણ જૈન સમાજના ઇતિહાસમાં એક અનુપમ પૃષ્ઠ સમાન બને તે રીતે આપ સૌ પ્રેરણા અને સહકાર આપશો. શ્રી. મોતીલાલ વીરચંદ શાહે નિવેદન કર્યું કે અધિવેશન સફળ બનાવવા માટે પ્રચાર કાર્ય ગતિમાન કરવાની જરૂર છે. જનેર અધિવેશન પૂર્વે સમાજમાં સુષુપ્તિ હતી તે પ્રચારથી દૂર થઈ. સમાજ પાસે શ્રીમંત, ધીમંત અને કાર્યકર એ ત્રણે વર્ગો છે. તેઓના સહકારથી જે કાર્ય કરીશું તો આવતી કાલ આપણી જ છે. પંજાબ સ્વાગત અને આતિથ્ય કરે અને આપણે સંગઠિત બળ દ્વારા યોજનાપૂર્વક સંસ્થાને સવિશેષ પ્રવૃત્તિમય બનાવીએ અને આમંત્રણ ઉપર આમંત્રણ આવે તેમ કરીએ. શ્રી. દીપચંદ મગનલાલ શાહે જણાવ્યું કે પંજાબના ઉત્સાહ સાથે આપણે આત્મનિરીક્ષણ કરી ચાલીએ તો જરૂર સુંદર કાર્ય થઈ શકશે. જે અનુપમ ભાવના, ધગશ અને શ્રદ્ધાના બળે પંજાબે શ્રી સંઘની સેવા કરવાનું સ્વીકાર્યું છે તેને કર્તવ્ય વડે સિંચન કરી બતાવવાની આ સોનેરી તક છે. શ્રી. સૌભાગ્યચંદજી સિંઘીએ કહ્યું કે કોઈ પણ સંસ્થા વ્યક્તિ ઉપર નભવી ન જોઈએ. સસ્થાએ પોતાના કાર્યક્રમની જાણ જનતાને કરી સહકાર માંગવો જોઈએ. માર્ગ નિશ્ચિત હશે તો ધ્યેય ઉપર જરૂર પહોંચાશે જ, શ્રી. પુંજાલાલ એન. શાહે પંજાબના ભાઈઓના ઉત્સાહમાં વૃદ્ધિ કરનાર સૂચન કર્યો. શ્રી. શાંતિલાલ મગનલાલ શાહે જણાવ્યું કે કાર્યવાહક સમિતિ મેળવી વ્યવસ્થિતપણે કામે લાગી જવાનો આ અવસર છે. બધાં સારાં વાનાં થઈ રહેશે. ખર્ચની ચિંતા કરવી નહિ જોઈએ. કામ હશે ત્યાં પૈસા તો અવશ્ય આવી મળશે. બાદ શ્રી. ફુલચંદ શામજીએ નિવેદન કર્યું કે કોન્ફરન્સની જરૂર વિષે બે મત નથી. સૌની ભાવના તેની પ્રવૃત્તિઓ વધારી સમાજોપયોગી થવાની છે. અધિવેશન એકત્રિત બળથી કાર્ય કરવાની તક આપે છે. પ્રચારના અંગને આપણે અપનાવતા આવ્યા છીએ અને હવે તુરત તે દિશામાં પ્રયાણ કરીશું. બાદ શ્રી. વિજયકુમારજી જૈન અને શ્રી મોતીલાલ વીરચંદનાં વક્તવ્યોથી સભાજનોએ સંગઠિત થવાની પ્રેરણા મેળવી હતી.
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy