SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૬૦ ઘડિયાં મુરત જોવરાવ્યાં અને એક સપરમે દિવસે અમરગઢમાં ક્ષયની મોટી ઈસ્પિતાલના પાયા નંખાયા. વેરાન અમરગઢ સલાટના ટાંકણાં, સુતારના રંધા અને કડિયા-મજુરોના કિલકિલાટથી ગાજી ઊયું. પસા થોકે થોકે આવવા માંડ્યા અને જાણે એ ટેકરીના પેટાળમાંથી ઈરિપતાલની ઈમારત ઝપાટાબંધ પ્રગટ થવા માંડી! ધીમે ધીમે અમરગઢનું નામ મશહૂર થવા લાગ્યું. અને પચીસ-ત્રીસ વરસના જવાન જોધ નર ભાંગી પડે અને અકાળે ઘરડા થવા લાગે. એમાં વળી કેટલાકને ક્ષયરોગનો જન વળગે. પછી તો પૂછવું જ શું? આપણે ત્યાં ક્ષયરોગનો રાજરોગ કહ્યો છે ! એવા રોગ તો રાજદરબારે જ શોભે! પણ આ તો હવે કળિયુગ ! એ ગરીબનેય ન છોડે! એક વાર કોઈને આ રોગ વળગ્યો કે જોઈ લો એની દશા ! પોતેય ખુવાર થઈ જાય અને આખું ઘર ખુવાર ખુવાર થઈ જાય! એટલે તો આપણે ત્યાં કહેણી થઈ છે કે “ક્ષયનો રોગી પોતે મરતો જાય અને આખા ઘરને મારતો જાય!” એનાં દવાદારૂમાં ઘરમાં દરિદ્રતા રાસડા લેવા માંડે ! દેશનું દુર્ભાગ્ય! આપણું દેશમાં આ રોગ વધવા. માંડ્યો અને એમાં દેશની શાન જેવાં અને દેશની દોલત જેવાં કંઈક આશાભર્યો જુવાન ભાઈ-બહેનો ઝડપાવા લાગ્યાં. દિવસે દિવસે એમની સંખ્યામાં વધારો થવા લાગ્યો. એમને કેમ કરી બચાવી લેવાં એ ચિંતાની વાત બની બની ગઈ! હે ભગવાન! દુશ્મનનેય આવાં દરદ કદી ના દેજો! સોનગઢ-અમરગઢથી થોડે ગાઉએ એક બાજુ ભાવનગર જેવું શહેર અને બીજી બાજુ ગઢડા જેવો કસબો. એક દિવસ ત્યાંના અને બીજા માનવીઓનાં હૈયામાં પ્રભુ વસ્યો એમને થયું આપણે આટઆટલાં ભાઈબહેનો આવા રોગમાં પિલાયાં કરે અને આપણે જયાં કરીએ તો પ્રભુ કેવી રીતે રાજી રહે? એમણે આ રોગ સામે પાળ બાંધવાના મનોરથ કર્યા; અને એ મનોરથને સ ચા પાવા તરત કામે વળગ્યા. પૈસાની જોગવાઈ પણ થઈ ગઈ. કામને કદી પૈસાની ખોટ નડતી નથી. એની ટેલ તો પ્રભુ જ પૂરી પાડે છે. હવે કામ રહ્યું જગ્યા નક્કી કરવાનું. શોધતાં શોધતાં એમને સનગઢ પાસેની અમરગઢની ટેકરી ગમી ગઈ. કેવું નવું પાણી અને કેવી ચોખ્ખી ને સુકી હવા! જ્યના દરદીને માટે તો જાણે અમૃત જ સમજો! દરદીના દરદને દૂર કરવામાં દાક્તરની દવા જેટલું કામ કરે એના કરતાં જરાય ઓછું કામ ભગવાનના ઘરની આ હવા ન કરે ! એમાં એક લોકસેવાના વ્રતધારી સાધુપુરુષના એ ધરતીને આશિષ મળ્યા. તરત જ એ ધરતી ઉપર કળશ ઢોળાવો. વાત વાત તો મકાનો તૈયાર થઈ ગયાં; જાણે અમરગઢના ? - જડ ટેકરી ઉપર જાદુઈ લાકડી ફરી ગઈ! મધપૂડો ગણગણે એમ એ ધરતી માનવીના કલરવથી હસી ઊઠી ! સારવારનાં સાધનો આવ્યાં અને નવાં નવાં ઓજારો અને યંત્રો પણ આવ્યાં. હોંશિયાર દાક્તરોને બોલાવ્યા ને સેવા કરવા બહેનોને રાખી. અને પછી તો દરદીઓ આવવા લાગ્યું, જોતજોતામાં ઇસ્પિતાલનાં બધા ખંડ ઊભરાઈ ગયા. ચાલો ત્યારે જરા દરદીઓનાં દર્શન કરીએ. દીન, દુખિયાં ને દરદી તો દેવના પ્રતિનિધિ કહેવાય! આજે તો ઈસ્પિતાલ બહુ મોટી થઈ ગઈ છે; પણ એ વેળાએ ત્યાં ચાર મોટા મોટા ખંડ (વૉ). એક એક ખંડમાં પંદર-પંદર વીસ-વીસ દરદીઓ રહે. ઓછા ખર્ચે રહેવું હોય એમને માટે એ ખંડ. બધા ખંડ ઉપર બંધાવી આપનાર દાતારનું નામ. ખરચ રૂપિયા એકાવન હજાર! અને જરાક આઘે છુમ છ મકાનો. પૈસા ખરચી શકે એ એમાં ઘર કરીને અલાયદા રહે. ખંડમાં જઈએ તો મોટે ભાગે જુવાન જોધ દરદીએનાં દર્શન થાય. કોઈ વીસ વરસનાં. કોઈ પચીસનાં અને કોઈ ત્રીશ, પાંત્રીશ કે ચાલીશની ઉંમરનાં પણ. આપણને જોઈને બધાં રાજી રાજી થઈ જાય, અને કોઈ સંત-સાધુને જુએ તો તો પોતાનાં અહો. ભાગ્ય માને ! આવાં આશાભય ભાઈ-ભાંડુને આવા જાલિમ દરદમાં ઝડપાયાં જઈને આપણું મન કહ્યું ના કરે; હૈયું ગળગળું થઈ જાય; હે ભગવાન ! આ બધાંનો કંઈ વાંક-ગુનો? ઈસ્પિતાલ સમા મંદિરના દેવ સમા એ દરદીઓને ઈને બહાર આવીએ ત્યારે મનમાં તીરથ કર્યા જેવી ભાવના જાગેઃ મન કૂણું કૂણું અને કરુણાભીનું બની
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy