SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના શ્રીમતી ભંવરબાઈ રામપુરિયા એક જ શક્તિ છે. ઉપર કહી એવી અસહાય સ્થિતિમાં પ્રાણીના જીવનમાં હું જ્ઞાતા છું, “હું સર્વોપરિ કર્તા છું, “હું ભોક્તા છું” વગેરે જુદા જુદા રૂપે જે અહંના દર્શન થાય છે, તે અહં ગળી જઈને વહી જાય છે, અને એક પ્રકારની અસહાય દીનતા છવાઈ જાય છે. એવા સમયમાં એના હૃદયમાં પડેપડને ચીરતો એક માર્મિક અને દયાજનક પોકાર ઊઠે છે, જે પેલી શક્તિશાળી શક્તિની સામે અથડાય છે. એ પોકારને જ સાચા અર્થમાં પ્રાર્થના કહેવામાં આવે છે. એ જ જ્ઞાનપૂર્વકની ક્રિયા છે, એ જ નામરમરણ છે. આ પોકાર, ક્યારેક તો, અંતરના ઊંડાણમાં જ જાગીને શાંત થઈ જાય છે અને ક્યારેક શ્વાસોચ્છવાસ સાથે ભળી જઈને “હે નાથ !', હે ભગવાન !વગેરે સંબોધનો દ્વારા પ્રગટ થઈ જાય છે. સર્વથા અસમર્થ થઈ જવાથી જે પોકાર જાગે છે, એ જ પ્રાર્થના છે. કેવલ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ!. પાપી પરમ અનાથ છું, હો પ્રભુજી! હાથ. –શ્રીમદ્ રાજચંદ્ર પ્રાણીની દરેક સાધનાનું અંતિમ ધ્યેય એકમાત્ર સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ હોય છે. આ એયને પાર પાડવા માટે જ પ્રાણી રાત-દિવસ અથાક પરિશ્રમ કરવામાં લાગ્યો રહે છે. દરેક દેહધારીના જીવનમાં આધિરૂપ માનસિક પીડા એના ઝંઝાવાત, વ્યાધિરૂપી (શારીરિક) પીઓ, તેમ જ સ્વજનપરિવારની ઉપાધિઓ લાગેલી જ રહે છે. અંતરના સંતાપરૂપ અસંતોષની આગ હૈયામાં હમેશાં સળગતી રહે છે. કોઈ પણ નેત્રો એવાં નથી, જેમાંથી ઉનાનાં આંસુઓની ધારાઓ ન વહી નીકળી હોય. અને એવું કોઈ પ્રાણી નથી કે જેણે દુઃખનું નિવારણ કરવાનો પૂરી તાકાતથી પ્રયત્ન ન કર્યો હોય. પરંતુ, બધું કરી વા છતાં, જયારે પ્રાણીને પોતાની મહેનતનું સંતોષજનક પરિણામ નથી મળતું, એના તમામ પ્રયત્નો ઉપર પાણી ફેરવીને જયારે દુઃખ કોઈને કોઈ રૂપમાં એની સામે આવીને ખડું થાય છે, ત્યારે એનું હૃદય ભયંકર ખેદથી ભરાઈ જાય છે. એ સર્વથા હતાશ તેમ જ ઉદાસ બની જઈને નિષ્ક્રિય જેવો બની જાય છે. પોતાના સામર્થ્યમાંથી એનો વિશ્વાસ ડગી જાય છે, પોતાના બળ, પોતાની શક્તિ, પોતાની બુદ્ધિબળ ઉપરથી એની આસ્થા ચલિત થઈ જાય છે, અને ચારેકોરથી એ પોતાની જાતને નિઃસહાય જુએ છે. આવી પળો મોટે ભાગે તમારા-અમારા બધાના જીવનમાં આવતી જ રહે છે એવે વખતે આપણું મન આપણાથી વધારે શક્તિશાળી એવી જ્ઞાત કે અજ્ઞાત શક્તિ પાસેથી માર્ગદર્શન કે મદદની અપેક્ષા રાખે છે. આ અદશ્ય શક્તિને ભગવાન, પરમાત્મા કે આત્મા ગમે તે કહીએ અને દૃશ્ય શક્તિને સદ્ગુરુ, સંત, યોગી ગમે તે કહીએ, પરંતુ નામ અને રૂપ જુદાં હોવા છતાં, એ પ્રાર્થના એ ભક્તહૃદયમાંથી વહી નીકળતું સહેજસ્વાભાવિક આધ્યાત્મિક ઝરણું છે, કે જેના વેગવાન પ્રહમાં અનેક જન્મના કલુષિત વિચારો અને પાપના પુંજ વહી જાય છે. પ્રાર્થના એ સંતોની, મહાત્માઓની, ભક્તોની સહજ સમૃદ્ધિ છે, શાંતિ છે, સુખ છે, આનન્દ છે અને પરમ તૃપ્ત છે. અનન્ય પ્રેમ અને અતૂટ શ્રદ્ધાપૂર્વક હૃદયના ઊંડાણમાંથી નીકળેલી પ્રાર્થનામાં અભુત શકિત રહેલી હોય છે. એ ભક્ત અને ભગવાનની વચ્ચે ઉભેલી કામ, ક્રોધ વગેરેની દીવાલોને ભેદીને પોતાના આરાધ્ય ભગવાન સુધી પહોંચી જાય છે. એ પ્રાર્થનાના માર્ગને રૂંધી શકે એવી કોઈ તાકાત દુનિયામાં નથી. સ્વયંસંચાલિત (Automatic) મંત્રની જેમ, એનો સીધો સંબંધ પોતાના પરમ આરાધ્ય પરમાત્મા સાથે થઈ જાય છે. ૨૫
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy