SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ‘ જ્ઞાનચન્દ્રચરિતે ’નું સંપાદન ટી. આર. શેટ્ટીએ કર્યું છે (મુàિ, ૧૯૫૮). પાયવણ મેળગોળનો વતની હતો, અને પોતાના ગ્રન્થની રચના સાંગત્ય છંદમાં ઈ. સ. ૧૬૫૯માં તેણે કરેલી છે. પ્રાચીન કન્નડ સાહિત્યના વિદ્વાન મારા મિત્રો મને ખબર આપે છે કે ઉપર નોંધેલા મુખ્ય ગ્રન્થો ઉપરાંત સંખ્યાબંધ નાની રચનાઓ સન્મતિ ગ્રન્થમાલાના ઉપક્રમે હૈસુરના પં. પદ્મનાભ શાસ્ત્રીએ અને મુબિન્નેના પં. ભુજબલિ શાસ્ત્રીએ પ્રસિદ્ધ કરી છે. જુદી જુદી ભાષાઓના સાહિત્યની આ સમાલોચના પછી જૈન કલાનો વિમર્શ કરતા કેટલાક ગ્રન્થો અને નિબંધોનો ટૂંકો નિર્દેશ હું કરીશ. જૈન કલાના પ્રતિષ્ઠિત સંશોધક ડૉ. ઉમાકાન્ત શાહે વડોદરા પાસેના અકોટા ગામમાંથી કેટલાંક વર્ષ પહેલાં મળેલી બહુસંખ્ય જૈન ધાતુપ્રતિમાઓ વિષે પુસ્તક લખ્યું છે . (ટેટ બોર્ડ ઑફ હિસ્ટોરિકલ રેકૉર્ડ્ઝ એન્ડ મોન્યુમેન્ટ્સ મુંબઈ, ૧૯૫૯). એ પ્રતિભાસમૂહની તમામ પ્રતિમા નું વર્ણન ડૉ. શહે આ પુસ્તકમાં આપ્યું છે તથા એમાંની વિશિષ્ટ પ્રતિમાઓની સહાયથી જીવનસ્વામીની મૂર્તિનું સ્વરૂપ, શ્વેતાંબર અને દિગંબર મૂર્તિઓ વચ્ચેના પ્રભેદનો આરંભ, આદિ અગત્યના પ્રશ્નો ઉપર પ્રકાશ પાડ્યો છે. વેતાંબર પ્રકારની પ્રાચીનતમ ઉપલબ્ધ મૂર્તિઓ તથા જૈન પૂજામાં શાસનદેવતાની જાણવામાં આવેલી સૌથી જૂની મૂર્તિઓ અહીં જોવા મળે છે. વળી આ મૂર્તિઓના લેખોમાં એક ‘રથવસતિકા 'નો ઉલ્લેખ છે, જેનો સંબંધ ડૉ. શાહ આર્યરથ સાથે જોડે છે. આ પુસ્તકમાં ચૌસા-પ્રતિભાસમૂહ તરીકે ઓળખાતી મૂર્તિઓ, જે અત્યારે પટણા મ્યૂઝિયમમાં છે તે વિષે ચર્ચા પણ ડૉ. શાહે કરી છે; અને તેઓ એ મૂર્તિઓનો સમય ઈસવી સતની પહેલીથી ત્રીજી-ચોથી સદી સુધીનો ગણે છે. આ પુસ્તક ભારતીય કલાના ઇતિહાસના અભ્યાસીઓ માટે ખાસ મહત્ત્વનું એટલા માટે છે કે તિબેટન લામા તારાનાથે જેનો ઉલ્લેખ કર્યો છે તે ‘પ્રાચીન પશ્ચિમના (અર્થાત્ પશ્ચિમ ભારતના) કલાસંપ્રદાય'નું અસ્તિત્વ ડૉ. શાહ એમાં પુરવાર કરી શક્યા છે. આ પુસ્તક તેમજ એમાંનાં ચિત્રો ઉત્તમ રીતે છપાયાં છે. ડૉ. કલાઉઝ ફિશરે જૈન ગુફાઓ અને મન્દિરો વિષે કેવ્ઝ એન્ડ ટેમ્પલ્સ ઑફ ધી જૈન્સ' નામે પુસ્તક લખ્યું છે (વર્લ્ડ જૈન નિશન, અલીગંજ, ૧૯૫૬). જૈન २० જાન્યુઆરી ૧૯૬૦ ગુડ્ડાઓ અને મન્દિરો સમસ્ત ભારતમાં પથરાયેલાં છે, અને પૌરસ્ય કલાના ઊગમકાળથી માંડી આજ સુધી એ સ્થાપત્યોનું નિર્માણ થયું છે. આધુનિક ભારતમાં પ્રાચીન પરંપરાગત સ્થાપત્યનું સાતત્ય મુખ્યત્વે જૈનોના ધર્મપ્રેમ અને ઉદારતાને આભારી છે. ભારતના સર્વ ભાગોમાંનાં કેટલાંક મુખ્ય જૈન સ્થાપત્યોનો શાસ્ત્રીય પરિચય આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે; પ્રાદેશિક વિભાગો પાડીને પછી કાલાનુક્રમે આ પરિચય આપેલો છે. આ પ્રકારનાં પ્રકાશનોમાં હોવું જ જોઈ એ તેમ પુસ્તકમાં પુષ્કળ ચિત્રો અપાયાં છે. પરન્તુ ફોટોગ્રાફોનું કે એના મુદ્રણનું ધોરણ અપેક્ષિત કોટિનું નથી. પણ પુસ્તક સારી રીતે લખાયેલું છે અને જ્ઞાનની આ શાખામાં નોંધપાત્ર ઉમેરો કરે છે. શ્રી. સારાભાઈ નવાબ જેમણે જૈન ચિત્રકલા વિષે સંખ્યાબંધ ગ્રન્થો આપ્યા છે. તેમણે તાજેતરમાં * કાલક કથાસંગ્રહ ઔર કલેકશન ઑફ કાલક સ્ટોરીઝ ’ના એ ભાગ પ્રસિદ્ધ કર્યાં છે (અમદાવાદ, ૧૯૫૯). સને ૧૯૪૯ માં પ્રકટ થયેલા આ વિષયના એમના ગુજરાતી પુસ્તકનું આ અંગ્રેજી રૂપાંતર છે. મૂલ કથાઓ આપતા પહેલા ભાગનું સંપાદન પં. અંબાલાલ પ્રેમચંદ શ હે કર્યું છે; એમાં છ કાલકકથાઓ જૈન આગમોમાંથી લવાયેલા છે તથા ખીજી તેર પ્રાકૃતમાં, તેર સંસ્કૃતમાં અને ચાર જૂની ગુજરાતીમાં છે. ખીજા ભાગમાં શ્રી નવાએ કાલકકથાઓ વિષે ઐતિહાસિક વિમર્શ કર્યો છે તથા ગ્રન્થસ્થ ચિત્રો ઉપર નોંધા આપી છે. એમાં ૬૯ એકરંગી તથા ૮૮ અનેકરંગી ચિત્રો છે અને સર્વનું મુદ્રણ ઉત્તમ કોટિનું છે. ડૉ. હર્ષદરાય મજમુદારે આબુ, કુંભારિયા, તારંગા, મોઢેરા અને પાટણનાં મન્દિરોનાં શિલ્પોમાં નિરૂપિત જીવન અને ભૌતિક સાંસ્કારિતાનો અભ્યાસ પોતાના પીએચ. ડી. ના મહાનિબંધમાં કર્યો છે. ભારતીય કલાને લગતું આ પ્રકારનું કામ જુદા જુદા પ્રદેશોમાં વું જોઈ એ. આ વિષયના કેટલાક લેખોનો હવે નિર્દેશ કરું, જાણીતા ચિત્રકાર અને માનવતાવાદી શ્રી રવિશંકર રાવળે ભારતીય કલામાં જૈન સંપૂર્તિ વિષે લખ્યું છે. (· આચાર્ય શ્રી વિયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ '). ભારતીય કલાના ઇતિહાસના એક અગ્રગણ્ય વિદ્વાન ડૉ. મોતીચન્દ્ર દિલ્હીના શ્રી દિગંબર નયા મન્દિરમાંની
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy