SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૪ જાન્યુઆરી ૧૯૬૦ બધાં પાછળ કોઈ એક જ પરમગૂઢ તત્વ હોય, પણ આ જુદા જુદા કવિઓએ કરેલી પ્રાર્થનાઓ, દશ્યમાન પ્રકૃતિના કોઈને કોઈ પ્રતીકને આશ્રયીને ઉભવી છે આવી જુદાં જુદાં પ્રતીકોને સ્પર્શતી પ્રાર્થનાઓને ત્રણ રૂપે ઓળખાવાતી. બ્રહ્મના આ પ્રાથમિક અર્થમાંથી ક્રમે ક્રમે અનેક અર્થો ફલિત થયા. જે યજ્ઞોમાં આ સૂક્તોનો વિનિયોગ થતો તે પણ બ્રહ્મ કહેવાયાં. તેના નિરૂપક ગ્રંથો અને વિધિવિધાન કરનાર પુરોહિતો પણ બ્રહ્મ, બ્રહ્મા કે બ્રાહ્મણ તરીકે વ્યવહારાયા. અને પ્રાચીન કાળમાં જ પ્રકૃતિનાં એ વિવિધ પાસાંઓ કે દિવ્ય સત્ત્વો, એ બધાંને એક જ તસ્વરૂપે પણ ઓળખાવવામાં આવ્યાં. અને વેદના પ્રથમ • મંડળમાં જ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, ઈન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ ઇત્યાદિ જુદાં જુદાં નામોથી જે સ્તવાય અને ગવાય છે, તે તો છેવટે એક જ તત્વ છે અને તે તત્વ એટલે સત. આમ પ્રકૃતિનાં અનેક પ્રતીકો છેવટે એક સતરૂપ પરમ તત્ત્વમાં વિશ્રામ પામ્યાં અને એ વિચાર અનેક રીતે આગળ વિકસતો અને વિસ્તરતો ગયો. સમભાવના ઉપાસકો સમન કે સમા કહેવાયા. સંસ્કૃતમાં એનું રામન અને શાન એવું રૂપાંતર થયું છે, પણ સન શબ્દ સંસ્કૃત જ હોઈ તેનું સંસ્કૃતમાં મન એવું રૂપ બને છે. હ્મનના ઉપાસકો અને ચિંતકો બ્રાહ્મણ કહેવાયા. પહેલો વર્ગ મુખ્યપણે આત્મલક્ષી ઘો; બીજે વર્ગ વિશ્વપ્રકૃતિમાંથી પ્રેરણા પામેલો અને તેનાં જ પ્રતીકો દ્વારા સૂક્ષ્મતમ તત્વ સુધી પહોંચેલી, તેથી મુખ્યપણે પ્રકૃતિલક્ષી રહ્યો. આ રીતે બન્ને વર્ગની બુદ્ધિનું આદ્ય પ્રેરક સ્થાન જુદું જુદું હતું, પણ બન્ને વર્ગની બુદ્ધિનાં વહેણ તો કોઈ અંતિમ સત્ય ભણી જ વધે જતાં હતાં. વચલા અનેક ગાળાઓમાં આ બને વહેણોની દિશ ફંટાતી કે ફંટાયા જેવી લાગતી. કયારેક એમાં સંઘર્ષ પણ જનમતો. પણ સમનો આત્મલક્ષી પ્રવાહ છેવટે સમગ્ર વિશ્વમાં ચેતનતત્વ છે, અને એવું તત્વ બધા દેહધારીમાં સ્વભાવે સમાન જ છે, એ સ્થાપનામાં વિરમ્યો. તેથી જ તેણે પૃથ્વી, પાણી અને વનસ્પતિ સુધાંમાં ચેતનતત્ત્વ નિહાળ્યું અને અનુભવ્યું. બીજી બાજુ પ્રકૃતિલક્ષી બીજો વિચારપ્રવાહ વિશ્વનાં અનેક બાહ્ય પાસાંઓને સ્પર્શતાં સ્પશતાં અંતર તરફ વળ્યો અને એણે ઉપનિષદકાળમાં એ સ્પષ્ટપણે સ્થાપ્યું કે જે અખિલ વિશ્વના મૂળમાં એક સર કે હ્મ તત્ત્વ છે, તે જ દેહધારી વ્યક્તિમાં પણ છે. આમ પહેલા પ્રવાહમાં વ્યક્તિગત ચિંતન સમગ્ર વિશ્વના સમભાવમાં પરિણમ્યું અને તેને આધારે જીવનનો આચારમાર્ગ પણ ગોઠવાયો. બીજી બાજુ વિશ્વના મૂળમાં દેખાયેલું પરમ તત્વ તે જ વ્યક્તિગત જીવ છે, જવ વ્યક્તિ એ પરમ તત્ત્વથી ભિન્ન છે જ નહીં, એવું અદ્વૈત પણ સ્થપાયું. અને એ અનને આધારે જ અનેક આચારોની યોજના પણ થઈ. ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાનો જુદાં જુદાં, પણ છેવટે તે બન્ને પ્રવાહો એક જ મહાસમુદ્રમાં મળે છે, તે જ પ્રમાણે આભલક્ષી અને પ્રકૃતિલક્ષી બન્ને વિચારની ધારાઓ અંતે એક જ ભૂમિકા ઉપર આવી મળી. ભેદ દેખાતો હોય તો તે માત્ર શાબ્દિક, અને બહુ તો વચલા ગાળામાં સંઘર્ષને પરિણામે ઉત્પન્ન થયેલા સંસ્કારોને કારણે. એ ખરું છે કે સમાજમાં, શાસ્ત્રોમાં અને શિલાલેખ આદિમાં પણ વ્રત અને સમની આસપાસ પ્રવતલા વિચાર અને આચારના ભેદો કે વિરોધોની નોંધ છે; આપણે બૌદ્ધ પિટકો, જૈન આગમ અને અશોકના શિલાલેખો, તેમ જ બીજા અનેક ગ્રંથોમાં બ્રાહ્મણ અને શ્રમણ, એ બે વર્ગોનો ઉલ્લેખ જોઈએ છીએ; મહાભાષ્યકાર પતંજલિએ આ બન્ને વગને શાશ્વત વિરોધી રૂપે પણ નિર્દેશ્યા છે. આમ છતાં, ઉપર કહેવામાં આવ્યું છે તેમ, એ બને પ્રવાહો પોતપોતાની રીતે એક જ પરમ તત્ત્વને સ્પર્શે છે, એવું પ્રતિપાદન કરવામાં આવે તો એ કઈ દષ્ટિએ? આ પ્રશ્નનો ખુલાસો કર્યા વિના તત્વજિજ્ઞાસા સંતોષાય નહીં. એ દષ્ટિ તે પરમાર્થની. પરમાર્ગદષ્ટિ કુળ, જાતિ, વંશ, ભાષા, ક્રિયાકાંડ અને વેશ આદિના ભેદાને અતિક્રમી વસ્તુના મૂળગત સ્વરૂપને નિહાળે છે, એટલે તે સહેજે અભેદ કે સમતા ભણી જ વળે છે. વ્યવહારમાં ઉભા થયેલા ભેદો અને વિરોધો સંપ્રદાયો તેમ જ તેના અનુગામીઓમાં પ્રવર્તેલા, અને ક્યારેક તેમાંથી સંધર્ષ પણ જનમેલો. એ સંઘર્ષના સૂચક બ્રાહ્મણ-શ્રમણ વર્ગોના ભેદોની નોંધ તો સચવાઈ પણ આ સાથે પરમાર્થ દૃષ્ટિને પામેલ એવા પ્રાજ્ઞ પુરુષોએ જે ઐક્ય જોયું કે અનુભવ્યું તેની નોંધ પણ અનેક પરંપરાનાં અનેક શાસ્ત્રોમાં સચવાઈ છે. જેને આગમો, કે જેમાં બ્રાહ્મણ
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy