SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૫-ગુણવતી પત્નીઓ અને અપાર વૈભવ-વિલાસમાં એ સુખપૂર્વક રહે છે, અને પુત્રને રાજી રાખવા માતા અડધી અડધી થઈ જાય છે. પણ એકવાર લોઢાને પારસ સ્પર્શી ગયો. ભગવાન મહાવીરની વાણી ધન્યના અંતરને સ્પર્શી ગઈ અને વિલાસમાં સદાકાળ મગ્ન રહેતા ભોગીના મનમાં વૈરાગ્યને માર્ગે જોગી થવાની તાલાવેલી જાગી ઊઠી. પછી તો વૈરાગ્યના પૂરને ન માતાની મમતા ખાળી શકી, ન મદભરી માનુનીઓની વિનવણીઓ રોકી શકી. મિત્રો અને સનેહીઓ પણ મૂક બનીને બેસી રહ્યા. અને એક દિવસ ધન્ય, અણગાર બનીને, પ્રભુના અંતેવાસી બની ગયા. વિલાસી વિલાસના નવા નવા પ્રકાર શોધે એમ આ વૈરાગીનું મન પણ સદા વૈરાગમાં આગળ વધવા ઝંખતું હતું. ધન્ય અણગાર તો આકરા તપને માર્ગે આત્માને ઉજાળવા લાગ્યા. સંયમ લીધે તો હજુ નવ મહિના જ થયા હતા, પણ તપની સાધના એટલી ઉગ્ર કરી હતી કે કાયા માત્ર હાડચામના માળા જેવી બનીને, કાંટા જેવી બની ગઈ હતી. એક વાર રાજા શ્રેણિકે એ તપસ્વીનાં દર્શન કરીને ભગવાનને પૂછ્યું: પ્રભુ, આપના ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર જ મહાદુષ્કર સાધના કરનાર લાગે છે. પ્રભુના શ્રમણસંઘમાં તો ગુરુગૌતમ જેવા અનેક જ્ઞાનીઓ અને તપસ્વીઓ હતા. પણ પ્રભુએ તરત જ કહ્યું : રાજનું, તમારી વાત સાચી છે. ધન્ય અણુગાર જ સર્વ સાધુઓમાં મહાદુષ્કર છે. સૌ ભગવાનની ગુણગ્રાહક દૃષ્ટિને વંદી રહ્યા અને ધર્મ કરે તે મોટો એ પરમસત્યને અંતરમાં ઉતારી રહ્યા. TPalhe Best Compliments from With best Compliments Shah Chunilal Fojmal from Merchants & Commission Agents CLOTH SHOP: Krishnaraj Gally M. J. Market BOMBAY-2 PEDHI : 15, Usman Manzil Khara Kuva BOMBAY-3 WELL WISHER Gram : "Roopsagar" Phone : 30263
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy