SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ માર્ચ-એપ્રિલ ૧૯૬૦ છે લઈ બેઠાં હતાં અને વિનોદ કરી રહ્યાં હતાં. વીણા અને મૃદંગના સૂરતાલ સાથે કિન્નરકંડીઓ એમનું મોહક ગાન છેડીને વાતાવરણમાં ચેતન અને ઉલ્લાસ રેડી રહી હતી. | સરોવરની બાજુમાં ભગવાન વાસુપૂજયનું મંદિર હતું. લોકો ત્યાં જઈને ભગવાનનાં સ્તુતિગાન ગાઈ રહ્યાં હતાં. સ્કંદિલ ગંધર્વદત્તાની સાથે અગાઉથી તૈયાર કરવામાં આવેલા એક મોટા વૃક્ષ નીચે પાથરેલા આસન પર બેઠો. થોડા વિશ્રામ બાદ એમને અન્નપાન પીરસવામાં આવ્યું. પરિજનો સહિત તેઓ આ વનભોજનનો આનંદ લેવા લાગ્યા. ભોજન બાદ વસંતઋતુએ સુશોભિત બનાવેલાં આંબા, તિલક, કુરબક અને ચંપાનાં વૃક્ષો જોવામાં સ્કંદિલ અને ગંધર્વદત્તા મશગૂલ થયાં. ગંધર્વદત્તાને એ લતાઓ અને વૃક્ષોનો જરૂરી પરિચય પણ આપી રહ્યો હતો, પણ ગંધર્વદત્તાને એની દાસીઓ બોલાવી ગઈ. એવામાં એક અશોક વૃક્ષ નીચે સ્કંદિલે એક ચાંડાલ કુટુંબને જોયું. પુષ્પમાળાઓથી અલંકૃત, ચંદનના વિલેપનવાળા, ચૂર્ણની આને લીધે ભૂખરા બાહુ અને કપાળવાળા, નીલકમળ અને મોગરાના ફૂલની ગ્રંથિઓના આભરણોથી અલંકૃત એવા ચાંડાલોને જોઈ સ્કંદિલને આશ્ચર્ય થયું. તેમની વચમાં એક વૃદ્ધા બેઠી હતી. એ રિનગ્ધ કાંતિવાળી અને ગંભીર લાગતી હતી. તેણે આછાં વસ્ત્રો પહેર્યા હતાં. આ વૃદ્ધાની નજીક કાળી વર્ષના આરંભ કાળે લાગતા મેઘરાશિ જેવી, આભૂષણોથી શણગારેલી દેહલતાએ શોભતી, સૌમ્ય રૂપવાળી ચાંડાલ કન્યાઓથી વીંટાઈને એક સુંદર ચાંડાલ કન્યા બેઠી હતી. એ ચાંડાલી સ્કંદિલને તાકી તાકીને જોઈ રહી હતી. સ્કંદિલે એને જોઈ અને તેને થયું કે મેઘવર્ણા વાદળમાંથી કોઈ અપ્સરાની વેણીનું ફૂલ નીચે પડી ગયું છે. એવી જ કુલ જેવી સુંદર અને સુકુમાર એ લાગતી હતી. ચાંડાલકન્યાએ તેને કહ્યું “સ્વામિન્ ! નૃત્યથી વસંતપંચમીનું અભિવાદન કરો !” એ ચાંડાલી હસવા લાગી. એની શ્વેત દંતપંક્તિઓ હીરાની કણીઓ જેમ શોભી ઊઠી. એની આંખો સ્કંદિલને જોઈ નાચી ઊઠી. એણે નૃત્ય કરવા માંડયું. એની મોહક અંગભંગી અને લાસ્ય નૃત્યની મુદ્રાઓમાં પ્રણયનું આમંત્રણ હતું. એની સખીઓ કોઈ મધુર ગીત ગાતી હતી અને ચાંડાલી એ ગીતના ભાવ નૃત્યમાં વ્યક્ત કરતી હતી. એની વેત કમલ જેવી આખો દિશાઓમાં આનંદ ભરતી હતી. હસ્તકમલના સંચાલનથી પદ્મપુષ્પને ધારણ કરતી કોઈ સારસપક્ષીની જેમ એ નાચી રહી હતી. - આ ચાંડાલીને જોઈ કંદિલને થયું કે આ ચાંડાલ કન્યા નૃત્યશાસ્ત્રમાં પારંગત હોય એમ લાગે છે. તે રૂપાળી અને વિચક્ષણ હોવા છતાં કેવળ એની જાતિ દૂષિત છે. કર્મની ગતિ કેવી છે કે આ રત્નને કેવા હીન અને અગોચર સ્થાનમાં નાંખ્યું છે? ચાંડાલીની નૃત્યલીલામાં જાણે એ ખોવાઈ ગયો હતો. આજુબાજુનું કંઈજ ભાન એને નહોતું. એની પત્ની ગંધર્વદત્તા એને ખોળતી ત્યાં આવી પહોંચી. ચાંડાલીના રૂ૫ અને નૃત્યમાં મુગ્ધ બની આજુબાજુના વાતાવરણને ભૂલી બેઠેલા પતિને જોઈ તેને ઠપકો આપવાનું મન તો થયું, પણ એમ ન કરી શકે એટલે તેને રોષ ચડ્યો. ગુસ્સામાં આવી તેણે કહ્યું, “મુગ્ધ થઈને ચાંડાલીને જોતાં જાણે ભાન જ ભૂલી ગયા છો? મારી સામે જોતા પણ નથી?” સ્કંદિલ શરમિંદો બની ગયો. પોતાની ભૂલ સમજાઈ એ તેને ઉત્તર આપવા જતો હતો ત્યાં ગંધર્વદત્તા છણકો કરીને ચાલી ગઈ. ચાંડાલી પરથી પરાણે દષ્ટિ પાછી વાળી સ્કંદિલ ત્યાંથી પડાવ પર ગયો. સંધ્યા નમી ગઈ હતી. ઉત્સવમાં આવેલાં નરનારીઓરથમાં બેસીને નગર ભણી પ્રસ્થાન કરવા લાગ્યાં હતાં. વિદાયવેળાની ધમાધમ મચી રહી હતી. સ્કંદિલે રથો જોડાવી ગંધર્વદત્તાને સાથે લીધી. બધા નગરમાં ગયા. પણ એ આખા વનમાર્ગે એને પેલી ચાંડાલી યાદ આવી. જાણે વનશ્રીમાં એનું શ્યામલ રૂ૫ હસતું હતું. વૃક્ષોન પાનના મર્મર વનિમાં એનું હાસ્ય વેરાઈ જતું હતું. એ રાત્રે શયનખંડમાં જયારે ગંધર્વદત્તા આવી ત્યારે એનો રોષ શમ્યો નહોતો. છણકો કરીને એ બોલી, તમે ચાંડાલી જોઈ? હસ પણ કમળો છોડીને કાદવમાં જાય છે એ આજે જ જાણ્યું.” સ્કંદિલે એને મનાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તેનું રૂસણું ચાલું રહ્યું. રડતી આંખે એ શયનખંડની બહાર ચાલી ગઈ અને એક એકાંત ખંડમાં અવાવરુ શય્યા પર સૂઈ ગઈ બીજા દિવસની સવારે સ્કંદિલ નિત્યકર્મથી પરવારી પેઢીએ જવાની તૈયારી કરતો હતો એવામાં દ્વારપાળ
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy