SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મહેન્દ્ર જૈન પંચાંગની પૂર્વ પીઠિકા સારાજા, ખાસ કરીને મારો જ છે કાર આ પ્રસંગ આપણને ઘણી ઘણી બાબતો કહી જાય છે. અભિનંદન મારા પૂજય ગુરુ મહારાજ શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજને ફાળે જાય છે કારણકે એમની પવિત્ર પ્રેરણા પામીને મારો આ અભ્યાસ ચાલુ થયો અને તેનું ખાસ કારણ સં. ૧૯૮૩માં પૂજ્યપાદ ગુરુ મહારાજશ્રીજીની સાથે જયપુરની વેધશાળા (મંત્રાલય) જોઈ, જે વેધશાળામાં ઘણી જાતનાં યંત્રો હતાં. તેમાં એક મોટું લગભગ દોઢ વાંભ જેટલું યંત્ર હતું, જે આચાર્યશ્રી મહેન્દ્રસૂરિજી મહારાજગૃત યંત્રરાજ ગ્રંથ ઉપરથી બનાવેલ હતું. તે યંત્રરાજ ગ્રંથ ઉપર જયપુર શહેર વસાવનાર રાજા જયસિંહજીએ યંત્રરાજ-કારિકા લખેલ છે, અને યંત્ર કેવી રીતે બનાવવો તેનું પણ વિવેચન કરેલ છે. તે વેધશાળા જતી વખતે ઉપરનું ટિપ્પણ કરેલ હતું, અને જ્યારે સંવત ૧૯૮૯ સને ૧૯૩૩ માં પાલણપુરમાં અભ્યાસ શરૂ થયો ત્યારે જૈન જ્યોતિષને લગતાં જૈન આગમ તથા પ્રાચીન ગ્રંથો જોયા. તેમાં વરસની શરૂઆત, સૂર્ય-ચન્દ્રની સ્થિતિ આદિનો ઉલ્લેખ હતો. અભ્યાસના નિષ્કર્ષમાં જૈન પંચાંગ કેવી રીતે પ્રસિદ્ધ કરવું? તે શીર્ષકથી ચાર લેખો લખાયા, અને વસ્તુસ્થિતિ સમજાવવામાં આવી તથા એ લેખો દ્વારા જૈનાચાર્યોએ દેત્રપ્રત્યય (પ્રત્યક્ષ) ગણિતનો રવીકાર કર્યો છે તે સમજાવવામાં આવ્યું. ત્યારબાદ એ વિષયમાં આગળ મંથન કરતાં એ સ્પષ્ટ સમજાયું કે પ્રાચીન ઇતિહાસને સ્થિર કરવામાં સમજવામાં જ્યોતિષ ગણિતની અવશ્ય જરૂરીઆત રહે છે. અને તેથી સં. ૧૯૯૮-ઈ. સ. ૧૯૩૪ નું ચોમાસું જયપુર કરવાનો નિર્ણય કર્યો, જેથી ત્યાં પ્રાચીન અને અર્વાચીન અભ્યાસનાં સાધન મળ્યાં. ચોમાસા બાદ અત્રે (અમદાવાદ) આવવાનું થયું અને જે જરૂરીઆત (પંચાંગ)ની ધૂન મગજમાં રમતી હતી, તેને પ્રો. હરિહરભાઈની દોરવણીથી સાકાર રૂપ અપાયું. સં. ૧૯૯૧માં પંચાંગ તૈયાર થયું અને તેના નામકરણ વખતે અંતરપ્રેરક આચાર્યશ્રી મહેન્દ્રસુરિજીનું નામ પંચાંગ સાથે જોડવામાં આવ્યું. તેમનો આ યંત્રરાજ ગ્રંથ જયપુર તથા બનારસની જ્યોતિષાચાર્યની પરીક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે અને તેથી પ્રથમ આવૃત્તિ આ વિષયના મહાન વિદ્વાન પં. શ્રી સુધાકર દ્વિવેદીજીએ તેના ઉપર ટિપ્પણુ ચી તે ગ્રંથ બનારસથી છપાવેલ છે. મારા દરેક અભ્યાસ આદિમાં પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાએ આટલી આ પંચાંગ સંબંધીની પૂર્વ પીઠિકા કહી. આ પંચાંગ શરુ થયાને લગભગ દસ વરસ વીત્યા બાદ આનો પ્રચાર ઘણો જ ઓછો હોવાથી સંદેશ, જન્મભૂમિ તથા ગુજરાત વિદ્યાસભા તરફથી ભારતીય પંચાંગ નીકળેલ, જેને પણ ગણિતની મારાથી બનતી યોગ્ય સહાય અપાય છે. આ પંચાંગમાં જે સ્ટાન્ડર્ડ ટાઈમ શરૂઆતથી આપવામાં આવેલ છે તે જુના પંચાંગોની ઘડીપળની મુશ્કેલી ટાળવા માટે અત્યંત ઉપયોગી થઈ પડેલ છે તેમ જનતાના અભિપ્રાયથી જણાય છે. છેલ્લા પાંચ વરસથી આ પંચાંગનું કદ વધેલ છે, જેમાં બધા હિન્દુ વ્રત તથા તહેવારો આપવામાં આવે છે જેથી તે સર્વ જનભોગ્ય બનેલ છે. આ સમારંભનું મારી દષ્ટિએ જે મહત્વ છે તે બે રીતે છે. એક તો આપણે ત્યાં પંચાંગ સંબંધી જે અવ્યવસ્થિત સ્થિતિ પ્રવર્તે છે તેમાં આ એક અદના પ્રયત્નનું મૂલ્ય થવાથી મારું મન સંતોષની લાગણી અનુભવે છે તેમ મારે કબૂલ કરવું જોઈએ. આ પ્રસંગનું બીજું અને વિશેષ મહત્ત્વ તો એ છે કે આથી જૈન સંઘ તેમજ આમજનતાનું આપણા દેશના લોકજીવનમાં વણાઈ ગયેલ આ બાબત તરફ સૌનું ધ્યાન દોરવાની એક તક સાંપડી છે. * શ્રી મહેન્દ્ર જન પંચાંગના પુરકારક વિદ્વાન પં. શ્રી વિકાસવિજયજી મહારાજના રજત જયંતી મહોત્સવ પ્રસંગના વ્યાખ્યાનમાંથી.
SR No.536284
Book TitleJain Yug 1960
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1960
Total Pages154
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy