SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૧૯ ફેબ્રુઆરી ૧૯૫૯ પટ્ટાવલી-સમુચ્ચય (સં. મુનિદર્શનવિજ્યજી) પૂ.૭૬ ભાવાર્થ –પહેલાં શ્રીસૂરિરાજે (શ્રીહીરવિજયસૂરિ. જીએ) શ્રીસાહિ(પાતશાહ અકબર)ના હૃદયરૂપી ક્યારામાં રોપેલી કૃપારૂપી લતા, ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણિજીએ પાશ-બંધનથી મુક્ત થઈને પોતાનાં બચ્ચાંઓને જે ચુંબન કર્યું, તથા દૂધ–ભરી સુરભી (ગાયો)ના કુલે, જે વેગથી ગમન કર્યું, તે આ કૃપાળુ-મૂર્તિ (પાતશાહ)નો પ્રભાવ છે. ૧૨૪ ઉદારભાવ જીવોને જીવિત–સંબંધી સુખ આપનારા આ પાતશાહે જે ઉદાર પુણ્ય ઉપાર્જન કર્યું, તેના વડે, રાજન્ય લોક સાથે અને શાહજાદાઓ સાથે આ પાતશાહ ચિરકાળ પર્યન્ત અભ્યદયવાળા થાઓ. ૧૨૫ આ પાતશાહે જે છજિઆ-કરનું નિવારણ કર્યું, અને દુર્દમ (નિરંકુશ-ઉદ્ધત) મોગલોથી ચેત્યો (જિન–મંદિરો) પણ મુક્ત થયાં, તથા કૃપાળુ થઈને આ પાતશાહે બંદીઓનાં (કેદીઓનાં) બંધનને દૂર કર્યો, તથા અધમ (દુષ્ટ) રાજ-ગણ પણ યતીન્દ્રોનો જે સત્કાર કરે છે, તથા જંતુ–ગણ જે પ્રતિવર્ષ પ્રત્યેક છ મહિના-પર્યન્ત અભયે (નિર્ભય) થયો, અને ગાયોનો સમૂહ, જે વિગત–ભય થયો–એ વગેરે શાસન (અહિંસામય જૈનપ્રવચન)ની સમુન્નતિનાં કારણોમાં આ ગ્રંથ જ પરમ નિમિત્ત થયો છે. ૧૨૬-૧૨૭ * –શ્રીહીરસૂરિજીના સહાધ્યાયી ઉપાધ્યાય શ્રીધર્મસાગરજીએ સં. ૧૬૪૮ લગભગમાં રચેલી પ્રા. તપાગચ્છ ગુર્નાવલી (પટ્ટાવલી)ની સં. વૃત્તિમાં ભગવાન મહાવીરની પટ્ટ-પરંપરામાં ૫૮મા પટ્ટધર તરીકે આચાર્ય શ્રીહીરવિજયસૂરિજીનો પરિચય કરાવતાં પૂર્વોક્ત અમારિ– ફરમાન સાથે જીજીઆ-કરને મુક્ત કરવાનાં ફરમાનો પાતશાહ પાસેથી લાવી શ્રી શાંતિચંદ્રગણિએ ગુરુજીને ભેટ કર્યા હતાં-તેવા આશયનું સૂચવ્યું છે. " अथ पुरा श्रीमूरिराजैः श्रीसाहिहृदयालवालरोपिता कृपालतोपाध्यायश्रीशान्तिचन्द्रगणिमिः स्वोपज्ञकृपारसकोशाख्यशास्त्रश्रावणजलेन सिक्ता सती वृद्धिमती बभूव । तदभिज्ञानं च श्रीमत्साहिजन्मसम्बन्धी मासः, श्रीपर्युषणापर्वसत्कानि द्वादश दिनानि, सर्वेऽपि रविवासराः, सर्वसंक्रान्तितिथयः, नवरोजसत्को मासः, सर्वे ईदीवासराः, सर्वे मिहिरवासराः, सोफीआनवासराश्चेति पाण्मासिकामारिसत्कं फुरमानं, जीजीआभिधानकरमोचनसत्कानि फुरमानानि च श्रीमत्साहिपाात् समानीय धरित्रीदेशे श्रीगुरूणां प्राभृतीकृतानीति । एतच्च सर्वजनप्रतीतमेव ।।" । -કૃપારસકોશ-પ્રાસ્તાવિક કથન, પૃ. ૨૩માં ઉદ્ભૂત * “મૂચસ્તર પરિનિર્વિતિવમાં, स्वामी नृणामयमयाचि मया कृपार्थम् । श्रीवाचकेन्द्रसकलेन्दु गुरुप्रसादाद्, उत्पन्नबुद्धिविभवाद् धृतधाष्टर्यकेन ॥१२१॥ यान् सांप्रतं भरतसाधुषु लब्धसीमान्, दृष्ट्वा श्रुतान् श्रवण-लोचनयोर्विवादम् । निन्ये स्वयं परिसमाप्तिमसौ महीशः, सत्सङ्गतावतितरां रसिकस्वभावः ॥ १२२॥ श्रीयुक्तहीरविजयाभिधसूरिराजां, तेषां विशेषसुकृताय सहायभाजाम् । કન્તુષ્યમાં મિહિરાદુ ચર્ચ રચાss, तत्पुण्यमानमधिगच्छति सर्ववेदी ॥ १२३ ॥ जालच्युतस्तिमिगणस्तिमिभिर्मिमेल, पोतांश्चुचुम्ब खगवृन्दमपास्तपाशम् । स्तन्योपनीतसुरभीकुलमार वेगाद्, यत् तद् विजृम्भितममुष्य कृपालुमूर्तेः ।। १२४ ।। जीवेषु जीवितसुखं ददता ह्यनेन, यत् पुण्यमर्जितमुदारमुदारभावात् । राजन्यलोकसहितः सह साहिजातै स्तेनायमभ्युदयवान् भवताच्चिराय ॥ १२५॥ यज्जीजिआकरनिवारणमेष चक्रे, या चैत्यमुक्तिरपि दुर्दममुद्गलेभ्यः । यद् बन्दिबन्धनमपाकुरुते कृपाङ्गो, यत् सत्करोत्यवमराजगणो यतीन्द्रान् ।। १२६ ।। यज्जन्तुजातमभयं प्रतिमासषटकं, यच्चाजनिष्ट विभयः सुरभीसमूहः । इत्यादिशासनसमुन्नतिकारणेषु, પ્રોચમેવ મવતિ રમ પૂરું નિમિત્તામ્ II ૧૨ મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણરચિત કૃપારસકો શ્લોક ૧૨૧ થી ૧૨૭ જૈન આત્માનંદ સભા, ભાવનગરથી પ્રકાશિત, પૃ. ૨૦-૨૧
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy