________________
જૈન યુગ
२७
નવેમ્બર ૧૯૫૯
ચઉપન્નમહાપુરિસચરિય'ના પ્રકાશનથી વિદ્વાનોને સુલભ થશે.
પ્રાકૃત ભાષામાં આ બધા, એક રીતે, પુરાણશૈલીના ગ્રંથો છે. પરંતુ પ્રાકૃત સાહિત્યમાં ધર્મકથાનું પણ અગત્યનું સ્થાન હતું. સૌથી મહત્ત્વની પ્રાકૃત ધર્મકથાઓ પૈકીની એક, ઉદ્યોતનસૂરિકૃતિ “કુવલયમાલા'નું સંપાદન (સિંઘી જૈન ગ્રન્થમાલા, મુંબઈ, ૧૯૫૯) ડૉ. એ. એન. ઉપાધ્યેએ કર્યું છે, જેમને અનેક વિરલ પ્રાકૃત ગ્રંથો બહાર લાવવાનો યશ ધટે છે. રાજસ્થાનમાં આવેલા જાબાલિપુર (અર્વાચીન જાલોર)માં આ કથા ઈ. સ. ૭૭૮માં રચાઈ હતી; આચાર્ય જિનવિજયજી, જેમની કુશળ દોરવણી નીચે સિંઘી ગ્રંથમાલાએ પ્રાકૃત અને જૈન અધ્યયનની પ્રગતિમાં ઘણો મોટો ફાળો આપ્યો છે તેમણે ઠેઠ ૧૯૨૭માં આચાર્ય આનંદશંકર ધ્રુવના માસિક પત્ર “વસંત 'ના રજત મહોત્સવ નિમિત્તે બહાર પડેલ વસન્ત રજત મહોત્સવ સ્મારક ગ્રન્થમાં કુવલયમાલા-આઠમા સૈકાની એક જૈન કથા” એ નામના લેખમાં આ કથાનો સૌ પ્રથમ વિસ્તૃત વિવેચનાત્મક પરિ. ચય આપ્યો હતો. ‘કુવલયમાલા”ના પ્રસ્તુત પહેલા ભાગમાં મૂળ પ્રાપ્ત કથા અને વિવિધ પાઠાંતરો આવે છે. એનો બીજો ભાગ, જે હવે પછી પ્રસિદ્ધ થશે, એમાં આખીયે કથાની સંસ્કૃત છાયા, પ્રસ્તાવના, પરિશિષ્ટાદિ આવશે. ઈ. સ. ના નવમા સૈકા આસપાસ રચાયેલ ગુણપાલકૃત “જિંબુચરિત'નું સંપાદન શ્રી જિનવિજયજીએ કર્યું છે અને સિંધી ગ્રન્થમાલામાં તે પ્રકટ થયું છે (મુંબઈ ૧૯૫૯).
સુદીર્ઘ કથાઓની જેમ જૈનોએ કથાકશો પણ રહ્યા
છે. જેમાં કાં તો ભારતીય સાહિત્યમાં પરાપૂર્વથી પ્રચ. લિત પદ્ધતિએ એક મુખ્ય કથામાં અનેક પેટા કથાઓ આવે છે અથવા જુદીજુદી કથાઓ પરસ્પરથી રવતંત્ર રીતે એક પછી એક આવે છે. નેમિચન્દ્રત “આખ્યાનકમણિ કોશ” જેના ઉપર આભ્રદેવની ટીકા (ઈ. સ. ૧૧૩૪) મળે છે તે ધમપદેશ માટે રચાયેલો એક કથાગ્રન્થ છે, અને તેનું સંપાદન પ્રાકૃત ટેસ્ટ સોસાયટીના ઉપક્રમે, ખંભાતની એક તાડપત્રીય પ્રત અને વીજાપુર (ઉ. ગુજરાત) માંથી મળેલી એ જ પ્રતની કાગળની નકલને આધારે મુનિશ્રી પુણ્યવિજ્યજીએ કર્યું છે. એ લગભગ પૂરું છપાઈ ગયું છે. ૧૪૦૦૦ શ્લોક પ્રમગુની એ વિશાળ કૃતિ છે. નેમચન્દ્રની મૂળ રચના પ્રાકૃત ગાથાઓમાં છે, અને એની ટીકા મુખ્યત્વે પ્રાકૃતમાં હોવા છતાં તેમાં અવારનવાર સંસ્કૃત અને અપભ્રંશ કથાનકો પણ આવે છે.
ભદ્રેશ્વરસૂરિકૃત “કથાવલિ' એક મહાકાય પ્રાકૃત કથાગ્રન્થ છે, અને સ્થવિરોના જીવનને લગતા એના ઐતિહાસિક ભાગનું સંપાદન ગાયકવાડઝ ઓરિએન્ટલ સિરીઝ માટે ડૉ. ઉમાકાન્ત શાહ કરે છે. “કથાવલિ'ની રચના ઘણું કરીને ઈ. સ. ના નવમા સૈકામાં થઈ હતી, અને નિદાન એના ઐતિહાસિક ભાગની સામગ્રીનો ઉપયોગ આચાર્ય હેમચન્ટે પોતાના “ત્રિષષ્ટિશલાકાપુરવચરિત'ના પરિશિષ્ટ રૂપે રચેલા “પરિશિષ્ટ પર્વ” અથવા “સ્થવિરાવલિ ચરિત માં કર્યો હતો. હરિવંશ” જેમ 'મહાભારત'નું ખિલ અથવા પરિશિષ્ટ છે તેમ પરિશિષ્ટ પર્વએ ત્રિષષ્ટિ”નું પરિશિષ્ટ છે.
[ ક્રમશ: ]