________________
જૈન યુગ
૧૪
ઑક્ટોબર ૧૯૫૯
પહેલાં લુપ્ત થઈ ગઈ હોવા છતાં, સંઘદાસ અને ધર્મસેનકૃત “વસુદેવ-હિંડી ” જેવા પ્રાકૃત રૂપાન્તર દ્વારા તથા બુધવામી, સોમદેવ અને ક્ષેમેન્દ્રકૃત સંસ્કૃત સંક્ષેપોઠારા હજી વિદ્યમાન છે. આ લુપ્ત “બૃહત્કથા' એમાંથી વસ્તુ થઈને રચાયેલાં બહુસંખ્ય સંસ્કૃત કાવ્યનાટકો રૂપે તથા આધુનિક ભારતમાં પ્રચલિત લોકકથાઓ રૂપે હજી જીવંત છે. મુકતકસંગ્રહ “ગાથાસપ્તશતી નો મેં હમણાંજ ઉલ્લેખ કર્યો છે. પછીના સમયમાં પ્રાકૃત પણ, સંસ્કૃતની જેમ, પ્રશિષ્ટ સાહિત્ય ભાષા બની, અને તેના સર્વ સ્વીકૃત સાહિત્યિક સ્વરૂપ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં (જે પ્રકૃષ્ટ પ્રાકૃત' તરીકે ઓળખાય છે તેમાં) સંસ્કૃત સાહિત્ય પરંપરા અનુસાર મહાકાવ્યો પણ રચાયાં છે. વાસ્પતિરાજકૃત ગઉડવહો’ અને પ્રવરસેનકૃત “સેતુબંધ' આ પ્રકારની રચનાઓનાં બે પ્રતિનિધિરૂપ ઉદાહરણો છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્ર જેનો સ્વીકાર કર્યો છે એવો કેવળ પ્રાકૃતમાં રચાયેલો નાટકનો એક પ્રકાર છે, જેને “સસ્ટક” નામે ઓળખવામાં આવે છે; રાજશેખરકૃત “કર્ષરમંજરી', યચન્દ્રકૃત “રંભામંજરી, રુદ્રદાસકૃત “ચંદ્રલેખા, ધનશ્યામકૃત આનંદસુન્દરી, ઇત્યાદિ આ સાહિત્યસ્વરૂપના કેટલાક જાણીતા નમૂનાઓ છે. પ્રાકૃતમાં રચાયેલું બિનસાંપ્રદાયિક સાહિત્ય ઠીક પ્રમાણમાં મળે છે. ચંડ, હૃષીકેશ, ત્રિવિક્રમ, શ્રતસાગર, સમંતભદ્ર, શુભચન્દ્ર અને હેમચન્દ્ર એમણે રચેલાં વ્યાકરણ સિવાય બધાં જ મુખ્ય પ્રાકૃત વ્યાકરણ જૈનેતર લેખકોની રચનાઓ છે. આ તજ્ઞોનું સંમેલન છે અને અહીં પ્રાકૃત સાહિત્યની રૂપરેખા આપવાનો મારો ઇરાદો નથી, પરંતુ આ થોડાંક ઉદાહરણોથી એ વસ્તુ સ્પષ્ટ થશે કે જેના આગમો આ પ્રાકૃતમાં રચાયાં હતાં, તો પણ પ્રાકૃતના બીજા અનેક પ્રકારોનો વિનિયોગ ઉચ્ચ ગુણવત્તાવાળું અનેકવિધ સાહિત્ય રચવામાં થયો હતો. પ્રાકૃતમાં રચાયેલી આ સાહિત્યકૃતિઓ પ્રશિષ્ટ સંસ્કૃત ગ્રન્થો જેટલી જ સન્માનપાત્ર ગણાતી હતી; એટલા જ ઉત્સાહથી એ કૃતિઓનો અભ્યાસ થતો હતો અને તે ઉપર ટીકાટિપ્પણો રચાતાં હતાં. સંસ્કૃત મુક્તકોના એક વિખ્યાત સંગ્રહ-ગોવર્ધનાચાર્યત
આર્યાસપ્તશતી'ની રચના “ગાથાસપ્તશતી'ની પ્રેરણાથી અને લગભગ એના અનુકરણરૂપે થઈ હતી.
બતાવવા માટે પણ બીજા એક કારણે અર્વાચીન કાળમાં પ્રાકૃતનું વિશિષ્ટ મહત્વ છે. બધી જ નવી ભારતીય આર્ય ભાષાઓ સંરકૃતમાંથી પ્રાકૃત અને એના ઉત્તરકાલીન સ્વરૂપ અપભ્રંશદ્વારા ઊતરી આવેલી છે. નવ્ય ભારતીય આર્ય ભાષાઓમાં મોટા ભાગના તદભવ શબ્દોના રૂ૫ અથવા અર્થનો ઇતિહાસ પ્રાકૃત અને અપભ્રંશની સહાય વિના ભાગે સમજી શકાય એમ છે. એમાંના ઘણા શબ્દો તો માત્ર પ્રાકૃતમાં મળે છે અને એની કેટલીક વ્યાકરણગત લાક્ષણિકતાઓ પ્રાકૃતની મદદથી જ સમજાવી શકાય છે. કોઈપણ નવ્ય ભારતીય આર્ય ભાષાનું ઐતિહાસિક અધ્યયન પ્રાકૃતના સમ્યક જ્ઞાન વિના હાથ ધરાય એમ નથી, અને આ અર્વાચીન ભાષાઓના કોઈપણ વિદ્યાર્થી માટે પ્રાકૃતનું ખપ પૂરતું જ્ઞાન આવશ્યક છે. સંસ્કૃત, પ્રાકૃત અને જુના ગુજરાતી ગ્રન્થોનું સંપાદન અને અનુવાદ કરનાર એક વ્યક્તિ તરીકે હું એ વસ્તુ ઉપર અવશ્ય ભાર મૂકું કે સંસ્કૃતનો અભ્યાસ પ્રાકૃત વિના અધરો છે, પણ નવ્ય ભારતીય આર્ય ભાષાઓનો-ખાસ કરીને તેમનાં જુનાં સ્વરૂપોનો-અભ્યાસ તો પ્રાકૃતની પૂરતી જાણકારી વિના હાસ્યાસ્પદ છે.
પ્રાકૃત જેવી પ્રાચીન ભાષા અને તેના સાહિત્યના અધ્યયન-સંશોધનની પ્રગતિનો મુખ્ય આધાર જૂના ગ્રંથોની વાચનાઓ તથા તે સાથે સંબંધ ધરાવતી અભ્યાસ સામગ્રી ઉપર છે એ કહેવાની ભાગ્યે જરૂર હોય. પાલિની વાત કરીએ તો, આખું ત્રિપિટક એક નિશ્ચિત યોજના અનુસાર પાલિ ટેકસ્ટ સોસાયટીમાં પ્રસિદ્ધ કર્યું છે. લગભગ આખુંયે જૈન આગમ અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તો, શ્વેતામ્બર અથવા અર્ધમાગધી આગમ ભારતમાં એક કરતાં વધારે વાચનાઓમાં પ્રકટ થઈ ગયું છે, તો પણ શાસ્ત્રીય રીતે સંપાદિત થયેલી, સમીક્ષિત વાચનાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. ઘણું પ્રાકૃત ગ્રંથો કોઈ ખાસ યોજના વિના, અવ્યવસ્થિત રૂપે બહાર પડેલા છે. ભારતમાં કે ભારત બહાર વિદ્વાનોને તે સહેલાઈથી ઉપલબ્ધ નહોતા. પ્રાકૃત અને જૈન અધ્યયનની પ્રગતિમાં આ મોટું વિધ્ય હતું.
પ્રાકૃત ટેકસ્ટ સોસાયટીની સ્થાપનાનો વિચાર ઓછામાં ઓછો અર્ધી સદી જેટલો જૂનો છે. અર્વાચીન કાળમાં પ્રાકૃત ભાષાઓના સર્વોચ્ચ વિદ્વાન ડૉ. પીશલે
આટલી વાત તો પ્રાકૃતનું બિનસાંપ્રદાયિક સ્વરૂપ