________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ : જનું ૨૦, નવું ૨ - વીરાત સં. ૨૪૮૬, વિક્રમાકે ૨૦૧૫ - તા, ૧ ઓગસ્ટ ૧૯૫૯ - અંક ૧૦
उत्तम : क्षमामार्दवाजवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्म :॥ ક્ષમા, માદવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો ઉત્તમ ધર્મ છે.
– તવાર્થસૂત્ર
સ મા જ ૨ક્ષા ના ઉપાયો
અહીં અમારે જે કહેવી છે, તે છે તો
સમાજસેવાની જ વાત; પણ હવે એ વાત માત્ર સેવાની જ નથી રહી પણ સમાજની રક્ષા જેટલી મહત્વની અને તાકીદની બની ગઈ છે.
સેવામાં તો કંઈક થાય, કંઈક ન થાય તો પણ ચાલે; અને સેવા કરવાની ભાવનાવાળા, પોતાની ઈચ્છા અને શક્તિની મર્યાદામાં રહીને જે કંઈ નિઃસ્વાર્થ ભાવે કરી છૂટે, એટલાથી સમાજે સંતોષ માનવો પડે. પણ જયારે સેવાને બદલે રક્ષાનો વિચાર થતો હોય ત્યારે તો, રાષ્ટ્રની રક્ષાની જેમ, સમાજની રક્ષા માટે પણ જે જે કરવું આવશ્યક અને અનિવાર્ય લાગે, તે તે ગમે તેમ કરીને કરવું જ ઘટે; અને એ કરવામાં જેટલી કચાશ કે ખામી રહે એટલે અંશે સમાજનું રક્ષણ જોખમાયા વગર ન રહે; એટલે અંશે સમાજ વિશૃંખલ બને!
સેવા અને રક્ષાની વચ્ચે આ મહત્વનો તફાવત છે; અને તેથી જૈન સમાજની અત્યારની પરિરિથતિનો વિચાર કરતાં સેવાને બદલે રક્ષા શબ્દનો પ્રયોગ કરવાનું અમે મુનાસિબ માન્યું છે. અમે ઈચ્છીએ છીએ કે સમાજ આ તફાવતને સમજે.
માનવીને જે કે સામાજિક પ્રાણી–એટલે કે સમાજમાંકે સમૂહમાં જીવનાર પ્રાણી–તરીકે ઓળખાવવામાં આવેલ છે; આમ છતાં ઇતિહાસયુગ પહેલાંના ઘણા પ્રાચીન કાળમાં માનવીમાં સમૂહજીવનની લાગણી ભાગ્યે જ પ્રવર્તતી હતી; અને પોતાના ભાગ્યની સામે કે પોતાની જાત ઉપર આવી પડતી મુસીબતોની સામે મોટે ભાગે માનવી પોતે જ એકલો ઝઝમતો; અને એમાં બીજાઓએ ભાગીદાર બનવું જોઈએ કે બીજાઓએ મદદે દોડી આવવું જોઈએ, એવી આશા કે અપેક્ષાથી પણ એ પર હતો. પરિણામે માનવજીવન એ એક રીતે વ્યક્તિગત જીવન બની રહેતું, જેના માથે પડી હોય એ જ ભોગવે એવો ન્યાય પ્રવર્તી રહેતો, અને પોતાને મળેલા જીવનથી કેવી કેવી સિદ્ધિ ઓ હાંસલ કરી શકાય છે એનો માનવીને કોઈ ખ્યાલ જ ન આવતો. જન્મવું, આપમેળે જિવાય એ રીતે જીવવું અને વખત પાકયે પાંદડું ખરી પડે એમ દુનિયામાંથી વિદાય થઈ જવું–લગભગ આવી અણવિકસિત દશા જ ત્યારે માનવી અનુભવતો હતો. આવો પણ એક યુગ હતો, અને એ યુગમાં પલટો આવતાં યુગોના યુગો વીતી ગયા.