________________
જૈન યુગ
જાન્યુઆરી ૧૯૫૯
લાગે, પણ તેના ઊંડાણની (Depth) ખબર તો જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ તેમ તેમ જ પડે છે. તેમ ઉપર ઉપરથી જોતાં તન્ત્રાન્તરવચન ભલે જિનપ્રવચન સમાન લાગે, પણ તેના ગાંભીર્યનો અનુભવ તો જેમ જેમ મધ્યસ્થભાવે કષ-છેદ-તાપ પરીક્ષાથી તે તે દર્શનના તત્વનું અવગાહન કરીએ તેમ તેમ જ થાય છે.
બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. xxx એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય બીજું દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગજિતષિતા.”—
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા (બાલાવબોધ). પાઠ ૯૫
તથા–(૪) વ્યાપ્તિ-અવ્યાપ્તિ વિભાગ અપેક્ષિતવ્ય છે.”—અપેક્ષવા યોગ્ય છે, અને આમ સર્વ નયમાં વ્યાપકપણાથી તાપશુદ્ધિને લીધે જિનપ્રવચનનું સર્વ તન્ત્રાન્તરોમાં વ્યાપકપણું છે, પણ એકથાનુસારિ તન્ત્રાન્તરોનું જિનપ્રવચનમાં વ્યાપકપણું નથી,-એમ જિનદર્શનની વ્યાપ્તિ (Pervasion) અને ઈતર દર્શનોની અવ્યાપ્તિનો (non-pervasion) વિભાગ-વિશેષ વહેંચણ (Distinguishing division) અપેક્ષવા યોગ્ય છે. કારણકે જિનદર્શનનું સર્વદર્શનવ્યાપકણું તેના સ્યાદ્વાદશિંપણાને લઈને છે; એટલે યથાયોગ્ય ન વિભાગ પ્રમાણે તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ કથંચિત-કોઈ અપેક્ષાએ સાચા છે એમ “સ્થાત ' પદનો ન્યાસ કરીને * “પરીક્ષતે છેવતાઃ સ્વ વથા વનાઃ | शास्त्रेऽपि वर्णिकाशुद्धिं परीक्षंतां तथा बुधाः॥"
શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મપનિષદ
છે. પણ અન્ય દર્શનો એકાન્તવાદના આગ્રહરૂ૫ દૂષણથી દૂષિત હોવાથી એકદેશીય હોઈ સર્વદેશીય જિનદર્શનમાં વ્યાપક થઈ શકતા નથી. સાગરમાં સર્વ સરિતાઓ સમાય છે, પણ સરિતામાં સાગર સમાતો નથી; તેમ જિનદર્શન– સાગરમાં સર્વદર્શન-સરિતાઓ સમાય છે, પણ સર્વદર્શન -સરિતામાં જિનદર્શન-સાગર સમાતો નથી. આમ સર્વદર્શનોને પોતાના વિશાલ પટમાં સમાવવાને જિનદર્શન સમર્થ છે, કારણકે સર્વથા સર્વત્ર નિરાગ્રહી એવી સર્વસમન્વયકારી પરમ ઉદાર અનેકાન્ત દષ્ટિને ઉપદેશતા જિનભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમોત્તમ છે કે તેમાં સર્વ મત-દશન હળીમળીને પોતપોતાની સંભાળ કરતા રહે છે. “જિનવરમાં સઘળા દર્શન છે, દર્શન જિનવર ભજના રે; સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજના રે, પદ્દરિશન જિન અંગ ભણીજે.”
–શ્રી આનંદઘનજી રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હે, કરતે નિજ સંભાળ,',
–શ્રીમદ્ રાજચંદ્રજી તથા–(૫) “ઉત્તમ નિદર્શનોમાં યતિતવ્ય છે – યત્ન કરવા યોગ્ય છે. આમ આ બધો વિચાર કરી, ઉંચા જોણ રાખી, ચઢતા પરિણામની ધારાએ ચઢવા ઉંચા દાખલા લેવા યોગ્ય છે, એમ સમજી લોકોત્તર પ્રકારે યથાસૂત્ર આદર્શ ક્રિયા કરનારા સંત જનોના ઉત્તમ નિદર્શનોમાં ઉદાહરણોમાં યત્ન કરવા યોગ્ય છે –કે
જેથી કરીને મુક્તિપંથને વિષે પોતાના આત્માની યાત્રા ઊર્ધ્વગામી થાય. એમ શ્રેયમાર્ગ છે,”—એમ ઉક્ત પ્રકારે કલ્યાણમાર્ગ છે, મોક્ષરૂપ શ્રેય-કલ્યાણ પામવાનો રસ્તો છે.
સવિદ્યાના બુધપ્રિય જ એ શુભ્ર સંસ્કાર ઝીલી, પૂણેન્દુવત સકલ સુકલા પૂર્ણ ભાવે ય ખીલી; આત્માર્થી હ! વિજય વરજે ધર્મ ને મોક્ષકામી ! યાત્રા હારી મુગતિપથમાં હો સદા ઊર્ધ્વગામી!
તે સમાધાન-સમન્વય (Reconciliation) કરે છે;આમ જિનદર્શન સર્વ દર્શનોમાં વ્યાપક (All-pervading) થાય છે ને સર્વ દર્શન જિનદર્શનના અંગભૂત બને
/ આ કષ-છેદ-તાપ પરીક્ષાની વિશેષ સમજુતી માટે જુઓ મ કૃત યોગદષ્ટિસમુચ્ચય વિવેચન પૃ. ૨૧.
-સ્વરચિત (પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા)