SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ २० માર્ચ ૧૯૫૯ પછી તો માનુની અને મુનિવર વચ્ચે કંઈ કંઈ વાતચીત થઈ અને વાતે વાતે મુનિવરનું મન, સુંવાળી ભૂમિ ઉપર પગ લપસવા લાગે એમ, આરામ અને આનંદ તરફ લપસતું જતું હતું. પછી તો માનુની અને મુનિવરનાં મનોએ કંઈ કંઈ અબોલ બોલ બોલી લીધા. મુનિવરનું અપકવ મન રમ્ય હવેલી અને મનહર માનુનીની છાયામાં આરામ શોધી રહ્યું. | મુનિ અરણિકની ભિક્ષાઝોળી તે દિવસે ઉપાશ્રય પાછી ન આવી ! અંત આવતો નથી. એમનું ચિત્ત તો વધુ વિષાદઘેરું બની જાય છે. ચાલતા ચાલતા એ પેલી હવેલી નીચે આવી પહોંચે છે. હવેલીનો લાંબો પડછાયો જાણે એમને ઉઘાનસમાં શીતળ લાગે છે. એ ત્યાં રોકાઈ જાય છે. પગ જાણે હવે આગળ વધવા તૈયાર નથી. અને ચિત્ત તો જાણે હવે સાવ પાંગળું બની ગયું છે! કરમાયેલા કમળની જેમ શ્રમણ અરણિક ત્યાં ખિન્ન વદને ઊભા છે. એટલામાં એકાએક એમના કાને શબ્દો આવે છે : “મુનિવર ! આપ અંદર પધારોઆ હવેલીની સ્વામિની આપને બોલાવે છે.” “ત્યાં ભિક્ષાલાભ થશે?” ત્યાં બધું તૈયાર છે.” મુનિનું મન જાણે શાતા અનુભવી રહ્યું. મુનિ હવેલીમાં દાખલ થયા. હવેલીની સ્વામિનીએ સામે આવીને મુનિવરને ભારે આદરમાન દીધાં, અભિવાદન કર્યું. મુનિનો વિષાદ ધીમે ધીમે ઓસરવા લાગ્યો. ભાનુનીએ મુનિવરને ભાવપૂર્વક મોદક વહોરાવ્યા. મુનિવરનો સંતપ્ત આત્મા શાંત થયો. એમણે ધર્મલાભ આપીને પોતાની ઝોળી સંકેલી લીધી, અને જવાની તૈયારી કરી. માનુની સામે આવીને ઊભી રહી અને કટાક્ષભર્યું હાસ્ય કરતી બોલી : “મુનિવર ! આવા ધોમધખતા બપોરે ક્યાં ઉપાશ્રયે પાછા જશો ? જરા આપની કાયા સામે તો જુઓ ! કેવો રૂપાળો થોવનભર્યો દેહ! અને કેવો કરમાઈ ગયો છે! અહીં જગ્યાની ક્યાં કમી છે? આપ સુખેથી એક ઓરડામાં બેસો, ગ ચરી કરો, આરામ કરો! ઉપાશ્રયે જવાની વેળા ક્યાં વીતી જવાની છે?” મુનિવરને તો રોતીને પ્રિયરીઆ મળ્યા જેવું કે દોડતાને ઢાળ મળ્યા જેવું થયું. પિતાનો સ્વર્ગવાસ અને રોજ ભિક્ષા માગવાનો પરિસહ, અને બીજી પણ કંઈ કેટલી માથાકૂટો ! એ બધાથી એ કંટાળી ગયા હતા. એમાં આવું સુખભવભર્યું આરામ માણવાનું ભાવભર્યું આમંત્રણ મળ્યું. મનને ઊંડે ઊંડે જે જોઈતું હતું તે કહેનાર જાણે વૈદ્ય મળી ગયો. (૫) ગોચરીનો સમય વીતી ગયો, છતાં શ્રમણ અરણિક પાછી ન આવ્યા. બીજા શ્રમણોએ વિચાર્યું ઃ તાપને કારણે ક્યાંક રોકાઈ ગયા હશે; હમણું આવી પહોંચશે. બીજો એક પ્રહર વીત્યો, છતાં મુનિ તો ન જ આવ્યા. બીજા શ્રમણોએ નગરમાં તપાસ કરી, પણ એનો પત્તો ન જ લાગ્યો. શ્રમણ વિમાસણમાં પડી ગયા. પણ એ કરે શું? પછી તો વાત નગરમાં ચર્ચાનો વિષય બની ગઈ આ રીતે મુનિ અદશ્ય થઈ જાય એમાં કોઈને અચંબો લાગ્યો, કોઈને કુતૂહલ થયું, કોઈને ધર્મની હાનિ થતી લાગી અને કોઈના મનમાં ગ્લાનિ અને કરુણાના ભાવ ઊભરાઈ આવ્યા. પણ બધા મનમાં જ લાગણીઓ અનુભવતા; કોઈને હવે શું કરવું એ જાણે સૂઝતું જ ન હતું. વાત ચાલતી ચાલતી સાધ્વી ભદ્રાને કાને પહોંચી ગઈ. એ તો માતા ! સાંભળીને એને થયું: શું, મારો અરણિક ખોવાઈ ગયો ? અલોપ થઈ ગયો ? અદશ્ય થઈ ગયો ? પણ એવું બને ખરું? માનવી જેવો માનવી આમ ક્યાં ખોવાઈ જાય ? ધીમે ધીમે એનું માતૃહૃદય જાગ્રત થવા લાગ્યું. સાધ્વીનો વેષ, સાધ્વી જીવનની સાધના અને આટલા લાંબા સમયનું વૈરાગ્ય અને તપ ત્યાગ સંયમનું આરાધન એના માતૃહૃદયને ન દબાવી શક્યાં ! અહંન્નક ! અરણિક! પોતાનો એકનો એક પુત્ર ! અને પોતાના પતિ મુનિ દત્તના સ્વર્ગગમન પછી પોતાને
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy