________________
Regd. No. B 1996
તારનું સરનામું:-“હિંદસંઘy_HINDSANGHA.”
| | નમો સિત મ
ક,
જૈન યુગ. મારો The Jain Yuga. S ee
જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર ઝંઝઝઝઝaa%aa%e5%
a aools
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચોકસી.. વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ-દોઢ આને.
નવું વર્ષ ૮ મું.
શુક્રવાર તા. ૧ લી માર્ચ ૧૯૪૦
અંક ૭ મો.
હું
એઠી નજર.
-
[‘હરિજન” પત્રની પ્રશ્ન પેટીમાં નીચેને એક પ્રશ્નોત્તર પ્રગટ થયેલ છે. પ્રશ્રકારને પ્રશ્ન અને પૂ મહાત્માજીએ આપેલે તેને જવાબ-એ બન્ને ખુબજ હૃદયંગમ અને વિચારણીય હોઈ તેને 'હરિજનબંધુ' ના તા. ૪-૨-૪૦ ના અંકમાંથી અત્ર સાભાર ઉધૃત કરવામાં આવે છે.]
પ્રશ્ન-હું એક ગરીબ માણસ છું. મિલમાં કામે છું. ભારે મૂંઝવણમાં પડે છું. જ્યારે જ્યારે બહાર નીકળું છું ત્યારે રસ્તે જતી હરકેઈ સ્ત્રીને ચહેરો જોઈ મને વિકાર થાય છે ને બધે કાબુ મેઈ બેસું છું. મને ઘણીવાર બીક લાગે છે કે મારે હાથે કંઈક અજુગતું થઈ બેસશે. એક વાર તો મેં આપઘાતને પણ વિચાર કર્યો, પણુ મારી ગુણિયલ સ્ત્રીએ મને બચાવ્યું. એણે સૂચવ્યું કે હું ઘર બહાર જાઉં ત્યારે દરેક વેળા મારે એને સાથે લઈને નીકળવું. આથી કામ ચાલ્યું ખરું, પણ હમેશાં એ નથી બની શકતું. ઘણી વાર હું મરણિયે થાઉં છું ને મને થાય છે કે જાણે મારી પાપી આંખને ફાડી નાંખું. પણ મારી સ્ત્રીના વિચાર મનમાં આણીને મારી જાતને રોકું છું. આપ સંત પુરૂષ છો. કંઈક ઉપાય ન બતાવે ?
ઉત્તર—તમે સાચા ને નિખાલસ છે. તમારે જાણવું જોઈએ કે બીજા ઘણુ તમારા જેવી જ સ્થિતિમાં હોય છે. એકી નજરને રેગ બધે સામાન્ય છે. આજકાલ વધી રહ્યો છે. એક જાતની પ્રતિષ્ઠા પણું જાણે એણે મેળવી છે. પણ આ સ્થિતિ તમારે સારૂ દિલાસારૂપ ન સમજતા. તમને બહાદુર પત્ની મળી છે. તેને તમારાથી બેવફા ન જ નીવડાય. અને ૫ર સ્ત્રી વિષે મનમાં વિષય લાલસા સેવવી એ બેવફાઈની પરિસીમાં ગણાય. એથી લગ્ન સંસ્થા નરી ઠેકડીરૂપ બની જાય છે. અંતર શત્રુ સામે દઢતા પૂર્વક લડયે જાઓ. બીજી તમામ સ્ત્રીઓ સગી બહેને છે એ ભાવ મનમાં ચિતવ્યા કરે. વિકાર પિષનારૂં સાહિત્ય ન વાંચો. સિનેમાં કે બીભત્સ ચિત્રો જે આપણાં છાપાંઓમાં ઢગલા મોઢે છપાય છે તે ન જુઓ. દ્રષ્ટિ રાખીને ચાલવાને રિવાજ રાખે અને સાથે સાથે પ્રભુની કરૂણા ભાખે કે તે અંતરના તમામ મેલને દૂર કરે, અને શ્રદ્ધા રાખે કે ઈશ્વર જરૂર તમને આ શાપમાંથી મુક્ત કરશે. જરૂર લાગે તે ઘેરાં ચશ્માં પહેરે. એથી તમને સરસ બાહ્ય મદદ મળશે. અકળાવે એવી વિશાળતા અને ભીડવાળા મેટાં શહેરોમાં ખરું જોતાં કશું વખાણવા જોગ નથી હોતું. એના એ કોલાહલ સાંભળવાનને એના એ ચહેરા રોજે રોજ જેવાનાઆપણને નિષ્ક્રિયતાની પ્રબળ શક્તિએ ઘેર્યા ન હોત તે એના એ કદરૂપા દેખાવને ફરી ફરીને જોઈને આપણે ગળે આવી જઈએ. દિવસની વેળાએ હાથ પરના કામમાં મચા રહે, અને રાત્રે એકાદ સામાન્ય
ગોળ વિદ્યાની ચાપડીની મદદથી થોડુંક આકાશ દર્શન કરતા થશે તે તમને એવાં એવાં દ્રશ્ય જોવા મળશે કે-દુનિયાના કોઈ સિનેમા તે તમને બતાવી શકે નહિ. અને એમ પણ બને કે એક દિવસ એ જ આકાશમાં ઝગતા અનંત તારાઓ મારફતે ડોકિયાં કરી રહેલ ઈશ્વરની પણ તમને ઝાંખી થાય, અને રાત્રીની એ દેવી લીલા જોડે તમારૂં અંતર એક તાર થાય તે એમાંથી જ તમને અનહદ નાદ અને વિશ્વમાં વ્યાપી રહેલું દેવી સંગીત સંભળાવા લાગે. રોજ રાત્રે આ પ્રયત્ન કરી જુઓ. એથી તમારી નજ૨ નિર્મળ થશે. અને તમારા અંતરના મેલ દૂર થશે. ઈશ્વર તમારું કલ્યાણ કરે.
મહાત્મા ગાંધીજી.