________________
તારનું સરનામું:-“સિંઘ” “HINDS.INGHA.”
Regd. No. B 1993 | | નમો સિચારણ 9xxxxxx છછછછછooooooooog
કરી જૈન યુગ.
The Jain Yuga.
SRKS
[જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુખપત્ર]
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
'છુટક નકલઃ -દોઢ આને.
નવું વર્ષ ૮ મે
મંગળવાર તા. ૧૬ મી જાન્યુઆરી ૧૯૪૦
3 અંક ૪ થો.
સ્ત્રી કેળવણી અને ઉદ્યોગ.
ગયા જમાનામાં છોકરીઓને ભણાવવાનું ઓછું હતું, ને હજી જોઈએ તે પ્રમાણમાં વધ્યું તે નથી, છતાં ગયા જમાનાની સરખામણીમાં જરૂર વધ્યું છે. તે જમાનાના વાલીઓ અને માં બાપને એક ડર હતા કે, અમુક ઉંમર પછી છોકરીને ઘર બહાર સુરક્ષિત મોકલી શકાશે ? બાળ લગ્ન પણ કારણ હતું. ગાંધીજીને પ્રતાપે એ ડર ઓસરતો ગયે; લેકેને હવે લાગે છે કે, છેકરીઓને સુરક્ષિત રીતે બહાર મોકલી શકાય; સમાજ પર એટલે વિશ્વાસ રાખી શકાય; સમાજ એ બની શકે. અને ગાંધી યુગમાં સ્ત્રીઓ જે નિર્ભયતા બતાવતી ગઈ તેથી પણ આ ડર તે ગયે. હું અહીં માત્ર શહેરની વાત નથી કરતા, તેમાં ગામડાની પ્રજને પણ સમાવેશ કરીને કહું છું. '
હવે હેને ભણવા લાગી છે. મોટી ઉંમર સુધી પણ ભણાવવાને માટે લેક તૈયાર થાય એમ છે બાળ લગ્નને સરકારી કાયદો હવે રોકે છે, લેકે માં પણ તે ઓછાં થતાં જાય છે. હવે ડર બીને ઉભે થવા લાગ્યા છે. અને તે એ છે કે, ભણવાથી આપણી છોકરીઓ પણ આ છોકરાઓની જેમ કામ છોડતી ને કામ ન જાણુની થશે તે ? ભણવાને કારણે ઘેર બહુ કામ ન કરે, અમુક વખત જ બહુ તે કરે; આથી માતાની સાચી શાળામાં પણ કામની તાલીમ ઓછી મળે; અને જે શાળાઓ કામ કરવાની વૃત્તિ જ બગાડે, તે તે આપણાં ધરમાં ભાવી સ્ત્રી અને પુરુષ બેઉ હાથ પગ વગરનાં થઈ રહે. એ તે ભારે મોટી આપત્તિ થઈ કહેવાય.
આ ભય જે આજનાં સ્ત્રી-વિધાલયે સાચા પાડે તેની વ્યાપક અસર તે અચૂક એ થાય કે, સામાન્ય લેકે પિતાની છોકરીઓને ભણાવતાં અટકે એટલે કે, નવે રૂપે પાછું સ્ત્રી શિક્ષણ હ્મિમાં આવી પડે. તેથી આજનાં વિદ્યાલયેને માથે એક ખાસ જવાબદારી છે કે, સ્ત્રી શિક્ષણના હિતમાં પણ કેળવણીના હિતમાં તે છેજ-પરંતુ વિશેષ આ ખ્યાલથી, તેમણે કામ પર પોતાનું દ્રષ્ટિબિંદુ કેળવવું ને દુરસ્ત કરવું જોઈએ, એમણે મા બાપના આ નવા ડરને ઉગતે જ ડામો જોઈએ. તે જે નુકશાન રાષ્ટ્રના છોકરાઓને પહોંચ્યું છે તે આ નવી વધતી સ્ત્રી-કેળવણીને તે ન પહોંચે.
અને કામ કરવાની સાથે વિદ્યા શું કામ ન ભણાય ? ગૃહ ઉદ્યોગોમાં બહેને શું કામ શાળા ન કરે ? શું કામ હલકી ઘંટીની શોધ આપણને હેનામાંથી કઈ ન આપે ? દળવા માટે અમુક લંબાઈને પથ્થર કેમ ? ગોળ ફેરવવાથી દળાય શી રીતે ? વસ્તુને ફટવી ને દબાવી એ ક્રિયાઓમાં શું ફરક? દળી -, ગાળ કાઢવા માટે લૂગડું ઘાલ્ય શી કરામત થાય છે? શાથી ?-આ ને આવી આવી અનેક રસિક વાતે ખેને કામ કરતાં કરતાં કેમ ન વિચારે? કેમ ન શોધે ? એનું વિજ્ઞાન તેમને કેમ ન આવડે? વિદ્યાલયમાં ઉદ્યોગનો અર્થ એ થવા જોઈએ. અને જાત મહેનત તે વિદ્યાર્થીએ કરવી જ જોઈએ. તે વિઘા તેજસ્વી બની શકે, એ હિંદની પ્રાચીન કેળવણી પદ્ધતિને સાચે સિદ્ધાંત પણ ન ભૂલવું જોઈએ.
આ રીતે જે હેને વિદ્યાલયમાં પિતાનાં કામ કરે, તે પછી તેમાં તે વિદ્યાભ્યાસમાં તેમને વિરોધ નહિ પણ સુંદર અનુસંધાન ને મેળ લાગશે; મળેલી વિદ્યા મનન થઈને પાકી થશે; જીવનમાંજ તે ગોઠવાતી જશે, જેથી આજની જેમ મગજ પર ભારરૂપ નહીં લાગે
-મગનભાઇ દેસાઇ