________________
12: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
-
જન થાગ
છુટક નકલ દોઢ આને.
મેકલાલ દીપચંદ ચોકસી.
તંત્રી. . મનસુખલાલ હી. લાલન.
પુરત ૮ અંક ૨૪.
વિ સં. ૧૯૯૭, કારતક વદ ૧, શનિવાર
-
તા. ૬ નવેમ્બર ૧૯૪૦
go )
JAIN
Y U GA
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. આવતા અધિવેશનમાં પ્રતિનિધિની ચુંટણી સંબધે જૈન સંસ્થા, સભા કે મંડળને નિવેદન.
જૈન સંરથા, સભા કે મંડળના મંત્રીઓને વિકૃમિ કે આપણી કેન્ફરન્સનું આવતું ૧૫ મું અધિવેશન નિંગાળા મુકામે તા. ૨૫, ૨૬ અને ૨૭ મી ડિસેમ્બર ૧૮૬૦ ના દિવસે શ્રીયુત છોટાલાલ ત્રિકમલાલ પારેખ (વકીલ) ના પ્રમુખપદે મળનાર છે. મજકુર અધિવેશનમાં પ્રતિનિધિઓ મોકલવા સંબંધે મુંબઈના ગત ૧૪ મા અધિવેશનમાં મંજુર કરવામાં આવેલ બંધારણની નીચેની કલમ પ્રત્યે આપનું ધ્યાન ખેંચીએ છીએ.
બંધારણ કલમ ૪ પ્રતિનિધિ. આ કોન્ફરન્સ પ્રતિનિધિઓથી બનશે. જેઓ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને હશે અને જેઓ સુકૃત ભંડાર ફંડમાં પિતાને ફાળે જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે આપે તેઓજ નીચેના નિયમને અનુસરી પ્રતિનિધિ થઈ શકશે. (૧) કઇ પણ શહેર કે ગામને સંધ યા સભા કે મંડળ યા સંસ્થા જે યોગ્ય ગૃહસ્થને કે સન્નારીને પ્રતિનિધિ
તરીકે નીમી એકલે તે વિગેરે.
નોટઃ-પ્રતિનિધિની ઉમર ૧૮ વર્ષથી ઓછી હોવી ન જોઈએ તથા સભા મંડળ કે સંસ્થા ઓછામાં ઓછું એક વર્ષ જુનું હોવું જોઇએ અને તે સ્થાયી સમિતિએ (સ્ટેન્ડીંગ કમીટીએ) સ્વીકારેલું હોવું જોઈએ. તેમજ તેવાં સભા, મંડળ થા સંસ્થાઓએ પિતાના નામ કોન્ફરન્સ કાર્યાલયમાં રૂપીઓ એક વાર્ષિક લવાજમ જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે આપી નેધ (રજીસ્ટર) કરાવેલો હોવો જોઇએ. દરેક સ્થળની સભા, સંસ્થા કે મંડળ વધારેમાં વધારે પાંચ પ્રતિનિધિઓ પિતાના સભ્યમાંથી ચૂંટી શકશે. આ ઉપક્ત હકીકત તરફ ધ્યાન ખેંચી નિવેદન કે આવતા અધિવેશનમાં પ્રતિનિધિઓ મોકલવા માટે સભા, મંડળ કે સંસ્થાએ જરૂરી લવાજમ મોકલી રજીસ્ટર થવા અને કોન્ફરન્સની સમિતિની રવીકૃતિ માટે છેલ્લે રિપોર્ટ મોકલે અને એક વર્ષ જુનું હોવાની ખાત્રી સંબંધે વિના વિલંબે લખી જણાવે. એટલે એ બાબતમાં તુરત ધટતું કરવા ચુકશે નહિં.
લી. સેવક, ૨૦, પાયધૂની.
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. તા. ૧૧ નવેમ્બર ૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઇ