________________
તાર: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD, NO. B 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
-
તા થT[,
છુટક નકલ દે
આને.
મેહનલાલ દીપચંદ ચેકસી.
તંત્રી. મનસુખલાલ હી. લાલન.
-
પુસ્તક ૮ અંક ૧૯
વિ. સં. ૧૯૯૬, શ્રાવણ વદ ૧૪, રવિવાર
તા. ૧ લી સપ્ટેમ્બર ૧૯૪૦
JAIN
YUGA
સુકૃત ભંડાર ફંડ માટે વિજ્ઞપ્તિ. જૈન સમાજની અનેકવિધ પ્રવૃત્તિમાં જન ભવેતાંબર કેન્ફરન્સની સેવા જાણીતી છે. વ્યાવહારિક, સામાજિક, નૈતિક, કેળવણી વિશ્યક તેમજ ધાર્મિક ક્ષેત્રમાં કેન્ફરજો વિચાર માટે મેટ ફાળે આવે છે. વર્તમાન યુગન્ધર્મ એણે સ્વીકાર્યો છે અને વર્તમાન જૈન સમાજની પ્રગતિ માટે એણે જીર્ણ મંદિર દ્વાર, પુસ્તકોદ્ધાર તથા કેળવણીના વિષયને હાથ ધરી અનેક અમલી કામ કર્યા છે. અત્યારે વેતાંબર કોમના પ્રતિનિધિ તરીકે એ, બોલી શકે છે અને એના વિચારને અમલ થાય છે.
એ સંસ્થાને નભાવવા માટે સુકૃત ભંડાર ફંડની યોજના વર્ષોથી ચાલે છે. દરેક વેતાંબર જૈન બંધુ અને બહેન ઓછામાં ઓછા ચાર આના આપે. શક્તિ પ્રમાણે વધારે રકમ આપી સામાજિક વ્યવસ્થાને પોષે.
પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં આપને ફાળે જરૂર આપશે. નાની રકમ દરેક , બંધુ, હેન, બાળક, યુવાન કે વૃદ્ધ આપે તો સરવાળે સેટ થાય છે અને સમાજ ફાલતે કૂલતો જાય છે. આ અમારી વિજ્ઞતિને આપ જરૂર સ્વીકારશે. સ્વયંસેવકને જરૂર જવાબ આપશે અને કોઈ આપની પાસે ફાળો ઉઘરાવવા ન આવે તો આપ ઓફિસે મોકલાવી આપશે. જેમાં લાગી આપવાની ફરજ ગણવામાં આવે છે તેમ સુકૃત ભંડારનો ફાળો આપવાની ફરજ ગણશે. પંચકી લકડી–એક કા બોજ. આપને વધુ વિજ્ઞપ્તિની જરૂર ન હોય. આપની મદદની ગણતરી પર સંસ્થા નામે છે. આપ પ્રેમથી ઉચિત દાન આપશે અને ખાસ કરીને ખાલી હાથે સ્વયં સેવકને જવું ન જ પડે એમ ધારી ઓછામાં ઓછો ફાળે તો જરૂર આપશો. શ્રી સંઘ સમક્ષ આ વિજ્ઞપ્તિ રજુ કરી સારી રકમ એકત્ર કરવા વિનંતિ છે.
ભવદીય,
ડીજી મહારાજની ચાલ, ૨૦, પાયધુની મુંબઈ
તા. ૨૬-૮-૪૦
welcie Pullalat feugbely sungas. sheeren.
- રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. તા. કા–પ્રત્યેક ગામ કે શહેરમાં ઓફિસ છે એમ સમજી લેવું. સ્થાનિક કાર્યકરે કીસને ગોઠવી લે.