________________
12: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. 5 1996
વ્યવસ્થાપક મંડળ
વિાર્ષિક લવાજમ રૂ. ૨)
મેહનલાલ દીપચંદ શેકસી.
તંત્રી. * મનસુખલાલ હી. લાલન.
ના
IL,
, હક નકલ કાઢી આને.
I
પુસ્તક ૮ અંક ૧૬
વિ સં. ૧૯૯૬, અષાડ સુદ ૧૨, મંગળવાર
તા. ૧૬ મી જુલાઇ ૧૯૪૦
તને નશr
JAIN
૨. કાજ
Y UGA
--
-
હજુ ચેતીએ. ,
સુખચેન પ્રિયતા, આરામ-પ્રિયતા કદી કોઈ ઊંચે ચઢેલા દેશને પાયા વિના રહી હોય એવું મેં જગતના ઇતિહાસમાં ક્યાંયે વાંચ્યું નથી. મહેનતુ, કસાયેલા, કડણ જીવનમાં રસ લેનારા લોકોને હાથે રાજી અને સામ્રાજ્યની સ્થાપના, અને આળસુ જ મજા પરાયણ તથા સુંવાળા વંશને તેમને નાશ—એ બધા દેશોના ઇતિહાસને સાર કહી શકાય.
અધ્યાત્મને માગે તેમજ સમૃદ્ધિને માર્ગે ચડવાની સાધના એકજ છે. પહેલા રાષ્ટ્રને ફરીથી ઉઠવાને માર્ગ પણ તેજ છે. તે માર્ગ સાદાઇને છે. શેખને નહિ, આઠ નવ કે વધારે પણ કલાક પરિશ્રમ કરવાની હોંશ અને શક્તિ ધરાવવાનો છે. બે કલાક કામ કરી બાર કલાક નિરાંત ભોગવવાનો નહિ; વર્ષમાં આઠ દસ વાર નિર્દોષ સાદા મનોરંજન મેળવવાના છે. અઠવાડિયામાં ત્રણ ચાર વાર સીનેમાની મોજ તથા રજ રોજ હોટેલના ભોગ અને રેડિએના કકસ સંગીતથી રીઝવાને નહિ. પિતાનું જ્ઞાન વધારવાને માટે જ્ઞાન વર્ધક સાહિત્ય સેવનને છે. રાત આખી ધૂળ જેવી નવલકથા અને જાસુસી વાતો પાછળ ઉજાગર કરવાનું નહિ. મોઢા આગળ આંખને આંજી નાખે તેવો પ્રકાશ અને પાછળ ધૂમાડો ને ધુળનો પ્રસાદ ખવાડનાર મોટરના જેવી ભોગમય સંરકૃતિ આપણા ઉપગની નથી. સહેલાણીપણુ દેશને સ્વરાજ નહિ અપાવી શકે. અહિંસાને માર્ગે પણ નહિ. હિંસાને માર્ગ પણ નહિ.
કાંતિ ” “જગતની નવી રચના” નું રટણ આપણે કરી રહ્યા હતા. એ હવે સામે આવી રહેલી જણાય છે. ઘણાએ માન્યું હશે કે નાટકમાં જેમ પડદો ઉચે થાય છે અને દેખાવ બદલાઈ જાય છે, તેમ બહુ મનહર રીતે એ કાંતિ આવી જશે પણ જગતની રંગભૂમિ પર ધરતીકંપના જેવા આંચકાથી જ એવા ફેરફાર થાય છે. અને એ આંચકાની ધરતી સહુને અકળાવી રહી છે. હિંસક અને અહિંસક સેના ઉભી કરવાની ક૯પનાઓ એને જ પરિણામે છે. પણ એના હિંસક હોય કે અહિંસક હોય, એટલું ચોક્કસ સમજવું કે ખડતલ, શ્રમ સહન કરી શકનાર, ઝટ કપડાં પહેરી બહાર નીકળી શકનાર તરૂણતરૂણીઓજ કામ લાગી શકવાના છે. અને જે નવી રચના થશે તેમાં રાજય બંધારણ ગમે તેવું થાય, તેઓના જ હાથ ઉપર રહેશે. સુખમય બને કે જુલમી બને; જેમણે સાદાઈ અને મને જીવનમાં અગ્રસ્થાન આપ્યું હશે, તેમને જ રાજયમાં સત્તા મળશે. આરામમાં રહેનારા લેકે મેં માગ્યા દામ આપીને કદાચ જ તેમાં પિતાને નિભાવ કરી શકશે. હજુ ચેતીએ. (હરિજન બંધુ તાવ -ક-૪૦)
શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળા.