________________
તાર : HINDSANGHA.
વ્યવસ્થાપક મંડળ
મેહનલાલ દીપચ'દ ચોકસી.
ત્રી.
મનસુખલાલ હી. લાલન.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
જૈન યુગ. ન
જે વદ ૧૧, સામવાર.
JAIN
REGD. N0. B 1996
વાર્ષિક લવાજમ રૂા. ૨)
1
છુટક નકલ દોઢ આના.
પુસ્તક ૮ અંક ૧૫
તા. ૧ લી જુલાઇ ૧૯૪૦
YUGA
યંત્ર અને તેના શાપ!
“ યંત્રાએ આપણા નિત્યના જીવનમાં ગણિત દાખલ કર્યું નથી, અથવા ખરું કહીએ તે તેણે આપણા જીવનની એક બાજુમાં-આપણી ઉત્પાદનની પ્રવૃત્તિમાં-સંખ્યા અને સુવ્યવસ્થા દાખલ કરી છે, અને તેમાં પણ નાનાં નાનાં રાજ્યાના સ્વતંત્ર રાજાએ છે; કેમકે ઉત્પાદનના અને ઘટકામાંના એકેએક પોતપોતાના ગઢમાં એકલા ને અળગા થઇને બેઠેલા છે. આપણા નિત્યતા જીવનની બીજી બાજુ-વહેંચણી-ને આકસ્મિક યોગ અને અસમાન બળેાની ખેંચતાણ પર છેાડી દઇએ છીએ. પરિણામ એ આવ્યું છે કે યંત્રે તેના શાપ પૂરેપૂરા વરસાવ્યા છે, તેના આશીર્વાદનું દાન તેણે કર્યુ નથી. ગામડાંના જીવનમાં માનવી માનવી વચ્ચે પ્રમાણમાં જે હેતના ને પરરપર લાગણીના સંબંધ હતા તેમાંથી તેણે આખી વસ્તીની વસ્તીએને છિન્ન ભિન્ન કરી નાંખી કે તેણે આપણા સૃષ્ટિસૌંદર્ય વાળા પ્રદેશને તારાજ કરી દીધા છે. આપણા વૃક્ષોને કરમાવી નાંખ્યા છે અને આપણાં નદીનાળાને વિષમય બનાવી મૂકયાં છે; તેણે કારીગરનું પાતાની કળાકારીગરી વિષેનું અભિમાન હણ્યું છે; તેના અનેક ચાકરાને તેણે નિર્જીવ એકરૂપતા ને અતિશ્રમની ચક્કીમાં હડસેલી દીધા છે. તેની નિયમિત ગતિએ જે સુરક્ષિતતાનુ વચન આપે છે તે, તેમજ તેની ઉત્પાદનની અનંત શક્તિમાંથી જે ફુરસદ અને રિદ્ધિસિદ્ધિ નીપજવાની આશા રાખી શકાય, એ બેમાંથી એકે આપણે-તેના માલને માટે વ્યવસ્થિત બજાર અને ખપત ન હોવાને લીધે-ભોગવવા પામતા નથી.” ( બ્રેસફર્ડ ) ( હિરજન બંધુ, તા. ૨૩-૬-૪૦ )