SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તાર: HINDSANGHA. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર. REGD. NO. B 1996 વ્યવસ્થાપક મંડળ વાર્ષિક લવાજમ રૂ. ૨) યાપક મંડળ મેહનલાલ પચલ ચોકસી. ન થવા We છુટક નકલ દોઢ આને. મોહનલાલ દીપચંદ ચોકસી. તંત્રી.. મનસુખલાલ હી. લાલને. પુસ્તક ૮ અંક ૧૪ જેઠ શુદ ૧૧, રવિવાર તા. ૧૬ મી જુન ૧૯૪૦ JAIN YUGA સાક્ષની ભ્રમણું. છેલ્લા કેટલાક વર્ષોથી નવલકથા લખનારા કેટલાક ગુજરાતી સાહિત્યકારો કાલ્પનિક પાત્રો ઉભા કરી પ્રાચીન જૈનાચાર્યોને એક યા બીજી રીતે હલકા ચીતરવાની કોશિશ કરી રહ્યા છે. ગતવર્ષમાં કરાંચી ખાતે થયેલા ગુજરાતી સાહિત્ય પરિપદીના તેરમાં અધિવેશન પ્રસંગે ઘણા ગુજરાતી સાક્ષર આવેલા. આ સાક્ષરોમાંના ઘણાખરા અારા જુના મિત્રો હાઈ પરસ્પર મળવાનું ખૂબ થતું. એક પ્રસંગે કેટલાક સાક્ષરોની ઉપસ્થિતિમાં ઉપયુક્ત વિષયની ચર્ચા ચાલી. આ વખતે પ્રસિદ્ધ નવલકથાકાર ભાઈ ચુનીલાલ વર્ધમાન શાહ પણ હતા. કે જેમનું તાજું જ પુસ્તક ‘રાજહત્યા' બહાર પડયું હતું. શ્રીયુત મુનશીની ‘પાટણની પ્રભુતા' અને 'રાજાધિરાજ' ની માફક “જિલત્યામાં શ્રી. ચુનીલાલભાઈએ પણું જૈન સાધુ પર આક્ષેપ મૂક્યા છે. આ ચર્ચા પ્રસંગે મારી એ દલીલ હતી કે : “સાંસારિક અવસ્થામાં રહેલા માણસને માનસિક પતનના સોગમાં મૂકીને એમાથી એને જિતેંદ્રિય તરીકે ઉંચે લાવવો, એ ખરેખર મહાવ કહી શકાય. પણ જે સંયમી છેજ, જિતેન્દ્રિય છેજ, એને માનસિક પતનના સંયોગમાં મૂકી અને પછી જિતેન્દ્રિય તરીક બતાવવો, એ તે એના વ્યક્તિત્વને ખરેખર અન્યાય આપવા જેવું થાય છે.” “બીજી બાબત એ છે કે “નવલકથા” એ “નવલકથા’ છે. નવલકથાનું નામ જ એ સૂચવે છે કે તેમાં કંઈ નવીનતા હોય નવલથા એટલે કાલ્પનિક કથા, એના પાત્રો કાલ્પનિક હોય. એમાં ઈતિહાસ પ્રસિદ્ધ સાચા પાત્રોનું આલેખન ન હોઈ શકે. નવલકથામાં સાચા અને કાલ્પનિક પાત્રનું મિશ્રણ કરવામાં આવે. એટલી એની ઉણપ છે. ભલે વરતું સત્ય ઘટનાવાળી હેય. શ્રી હેમચંદ્રાચાર્યનું પાત્ર એ ઇતિહાસમાં પ્રસિદ્ધ સત્ય પાત્ર છે, જ્યારે મંજરીનું પાત્ર છે કાલ્પનિક આ દૃષ્ટિએ પણ સાચા ઇતિહાસનું ખૂન થયું કહેવાય.” શ્રી હેમચંદ્રાચાર્યના સ્થાનમાં કોઈ ગૃહસ્થનું કાલનિક પાત્ર ગોઠવીને તેને ગમે તે વિષયી આલેવામાં આવ્યું હોત. તિ તેને અન્યાય કર્યો ન કહેવાય. શ્રી હેમચંદ્રાચાર્યને તે પહેલેથીજ એક સાધુ, ત્યાગી, સંયમી તરીકે મુકરર કરવામાં આવેલા છે. પછી એને માનસિક પતનની ભૂમિકામાં મૂકવા, એ ઘર અન્યાય છે. –મુનિશ્રી વિદ્યાવિજયજી શરીરબળની જરૂર ભૂતકાળમાં હિંદવાસીઓ માનસિક અને અધ્યાત્મિક નીસરણીના ઉચ્ચ પગથીઆ પર ચઢયા હતા. માનસિક અને અધ્યાત્મિક ઉન્નતિની ઇચછા બહુજ તીવ્ર થઈ, અને તેથી પ્રજાના શરીર તરફ તેઓએ દુર્લક્ષ્ય કર્યું. તેઓ પિતાની ઉચ્ચાઈથી નીચે પડવા, અને તેથી કરીને ધાર્મિક અને માનમિક જીવનને વાતે મટી શક્તિવાળી પ્રજા આપણી નજરે પડે છે, પણ તે બેમાંથી એકપણ માર્ગમાં ફતેહ મળે, તે વાસ્તે જોઈતું શરીરબળ તે પ્રજામાં દષ્ટિગોચર થતું નથી. ઉંચી અભિલાષાઓ હેવા છતાં, તે તૃપ્ત કરવાને ખંતથી અને એક ચિત્તથી કાર્ય કરવાની શક્તિ ન હોય તેવા નિર્બળ મનુષ્યોની બનેલી પ્રજા જોઈ કોણ દીલગીર ન થાય? આ સ્થલ ભુવનના કાયદાઓની બેદરકારીથી હિંદવાસીઓ પિતાની ઉચ્ચ સ્થિતિથી નીચે આવ્યા છે, અને નિર્બળ બન્યા છે. આવી જેનોની શારીરિક સ્થિતિ ઘણે ભાગે થયેલી છે. તેના મુખ્ય ત્રણ કારણો નીચે પ્રમાણે છે. બાળ લગ્ન-શારીરિક કેળવણી (કસરત) વિગેરેને અભાવ અને આરોગ્ય વિદ્યા અને શરીરના બંધારણ સંબંધીને નિવમેનું અજ્ઞાન. જે જેનોએ ખરેખર પુરૂષાર્થ પ્રાપ્ત કરે છે, તે બાળલગ્ન અટકાવવાની પ્રથમ જરૂર છે. તે સાથે દરેક જેને કસરત કરવી જોઈએ, અને બીજા વ્યવહારિક વિષેની સાથે આરોગ્ય વિદ્યાના અને શરીર બંધાણના નિયમો સંબંધી જ્ઞાન નિશાળમાં તેમને મળે તેવી ગઠવણ થવી જોઈએ. આમ થશે ત્યારે જ જેને ખરેખર શું વીર નીકળશે અને કમ શત્રુને છતનાર જિનનું ખરૂં નામ સંપાદન કરો માટે શરીર તરફ બહુ જ લક્ષ આપવાની હાલમાં જરૂર છે. –શ્રી. મણીલાલ ન દેશી.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy