________________
તા. ૧-૫-૧૯૪૦
જૈન યુગ.
પહેલી તક સાંપડે. કેન્ફરન્સની કાર્યવાહી સમિતિના સભ્યનું હૃદય-દિલ કેટલું સારું છે, સમાજને ભલા માટે કાર્ય કરવાની તેઓને જે ધગશ છે તે શેઠ જીવતલાલ પ્રતાપશીએ પ્રત્યક્ષ સભામાં જોયું હશે. અમો હજુ એક અપીલ કર્યા વગર રહી શકતા નથી કે આ પ્રયાસને સ્થભિત કરવા જેઓ કારણ બન્યા છે તેઓ જે તેને સફળ બનાવવા જરી પ્રયત્ન નહિ કરે તે સમાજને અત્યંત હાની થશે.
સં૫ સાધવા પ્રયત્ન ચાલુ છે. શેડો ભોગ આપીને પણ મનદુઃખ દૂર કરવા સંદેવ તૈયારી બતાવી છે. આપની પાસે આ નિવેદન રજુ કરવાની આગલી રાત સુધી પણ સારે દિવસ લાવવા જટિલ પ્રયાસે કર્યા છે અને આશા છે કે આપણે એક દિવસે સર્વ સાથે મલી સામાજિક પ્રગતિના માર્ગો વિચારશું. અપીલ.
જેન ધમને જગતમાં જે નથી. એને અનુસરનાર મન વચન કાયાથી પ્રગતજ થાય. એમાં મતભેદને સ્થાન નથી. એમાં અપેક્ષા સમજવાની સ્યાદ્વાદ શેલી છે. એના આવિષ્કરણમાં સતત ઉન્નતિ છે. એ ધર્મના અનુયાયીઓ સાથે ન બેસી શકે તે તે અહિંસાધર્મ લાજે, આપણે તે વ્યાપારી રહ્યા, આપણે તેડ જેડના રસ્તાના જાણકાર રહ્યા, આપણે સમયને ઓળખનારા રહ્યા, આપણી ઉન્નતિ માટે, આપણું અહિંસા ધર્મના પ્રચાર માટે, આપણી શ્રમણ સંસ્કૃતિની જાળવણી માટે, આપણે એકતા સાધવી જ રહી. આપણી નાની સંખ્યા અને મોટી જવાબદારી જોતાં આપણે એકતાની ભાવના ખીલવીએ. આપણે જરા વિચારભેદ થતાં મનભેદ કરી ન નાખીએ. આપણે વ્યવહારૂ થઈ જઈએ જ્ઞાન દર્શન ચારિત્રથી ભરપૂર ધર્મ, અપેક્ષા વાદમાં ઉછરેલા, અનેકાંતવાદનું રહસ્ય સમજનારા આપણે જે સામાન્ય મતભેદ ન ચલાવી લઈએ અને આપણ વગર કઈ સાચુ નજ હોઈ શકે એમ ધારી લઈ ચાલીએ તે આપણે મહાન વારસાને યોગ્ય નથી, જૈન નામ ધરાવવાને લાયક નથી, શ્રીવીરના પુત્રને દા કરવાને આપણે હક્ક રહેતું નથી અને અત્યારની દુનિયામાં આપણે ટકી શકીએ તેમ પણ નથી,
અને મતભેદ શું છે? જરા ઊંડા ઉતરતાં જણાશે કે એમાં કાંઈ અકાટય મુદ્દા નથી, એમાં સત્વ નથી, એમાં દમ નથી, આપણી જવાબદારીઓ મોટી છે, આપણું કાર્યક્ષેત્ર વિશાળ છે, આપણને ન સમજનાર ઘણું છે. એવા સમયમાં આપણે નજીવી બાબતમાં રિસાઈ બેસીએ તે આપણે હારી બેસીએ, કર્તવ્ય વિમુખ થઈ જઈએ અને તે નામશેષ થઈ જઈએ. સંપ ત્યાં સુખ છે અને સુખ હોય ત્યાં સાધ્યસાપેક્ષતા છે. જરા વિચારશે, મતભેદ જેવું શું છે? વીરપરમાત્મા સર્વને માન્ય છે, આગમ પંચાગી સર્વને માન્ય છે, આચાર ગ્રંથ આદરણીય છે, સંયમ કર્તવ્ય છે, શ્રમણ ઉપાસના જીવનનું ધ્યેય છે. મુદ્દામાં મતભેદ નથી, વિગતેમાં અટવાઈ જઈએ તે આપણે ફસાઈ જઈએ. સંપ એક્ય કરવાના પ્રયત્નો ચાલુ છે. આપ સર્વેના સહકારથી આનંદ થઈ આવશે
બહુ થોડું થઈ શકયું છે. પ્રેમ અને સંપ હોત તો જરૂર વધારે કરી શક્ત. મોડું થયું એવી ચિંતા હવે નકામી છે. હજુ પણ જાગીએ. અમે જોઈ શક્યા છીએ કે જનતાને કેફરન્સ તરફ સાચે ચાહ છે. એને કર્તવ્યદશામાં મૂકો એ આપણું કર્તવ્ય છે.
અને એમ ન કરીએ તે આપણુ અપરંપાર સાહિત્યનું શું થાય ? આપણા તીર્થોનું શું થાય ? આપણું હજારો મંદિરોની જાળવણી કોણ કરે? આપણામાંનાં દીન દુઃખીને ઉધાર કેણ કરે ? આપણા સાહિત્યને વિશ્વને બારણે બારણે કોણ મોકલે ?
અને આ દરેક પ્રકનને જવાબ આપતી વખતે એ તરફ આંખ ઉઘાડી રાખશે. વિશ્વયુદ્ધ, જનતાની નવીન ભાવનાઓ, વિચારમાર્ગોની વિવિધતાઓ અને પશ્ચિમ પ્રજાના સાગને પરિણામે થતાં પરિવતને ખાસ ધ્યાનમાં રાખશે. જુની વિચારધારાને નવીન આકાર ન અપાય તે ગૃડજીવન પણ અત્યારે અશકય છે અને સમાજજીવન તે તદન અશકય છે મૂળ મુદાને વાંધા ન આવે તેવા ફેરફારે જેનસમાજે તે યુગે યુગે સ્વીકાર્યા છે અને એ સ્વીકાર્યું જ છુટકે છે.
કેન્ફરન્સ એ સમગ્ર જૈન કેમની સર્વોપરી સંસ્થા છે તેમાં ગમે તેટલા ભિન્ન ભિન્ન વિચાર ધરાવનાર ભાઈઓ હોય પણ તેઓએ તે સમગ્ર જૈન સમાજ અને કોમની દૃષ્ટિ સમુખ રાખીને જ કાર્ય કરવાનું રહે છે. એમાં કોઈ એકાદ પક્ષ કે સ સ્થાના સિદધાંતે સ્વીકારાય તેવી વલણને અવકાશ નથી. યુવકેમાં ઉત્સાહ છે, કાર્ય શકિત છે, સેવાની ઘગશ છે, પરંતુ તે ટકાવવા માટે કેટલીક વખત જે રીત અખત્યાર કરવામાં આવે છે. જે દેખાવે થાય છે તેથી તેઓ અપ્રિય થઈ પડે છે. કોન્ફરન્સ સાથે બીજા પક્ષેની જેમ તેઓ નિકટ સંબંધ ધરાવતા થયા છે એ એક બાબત નિર્દેશ કરવી આવશ્યક લાગે છે. કેન્ફરન્સના કેફેમ