________________
તા
૧-૫-૧૯૪૦
જૈન યુગ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
અખિલ હિન્દ સ્થાયી સમિતિના પ્રમુખદયાલંકાર શેઠ લલ્લુભાઇ દીપચંદ ઝવેરીનું ભાષણ.
હાલા બંધુઓ અને બહેને,
આપની વચ્ચે આજે ઉપસ્થિત થતાં મને આનંદ થાય છે. સમાજનું હિત તે મનુષ્યના જીવનનો ધર્મ હોવો જોઈએ, અને એ હિત સાધવા જયાં ભેગા થઈએ ત્યાંથી આપણે કેમ દુર રહી શકીએ ? મને આ સ્થાને બેસાડવામાં આપે મારા પ્રત્યે જે પ્રેમ બતાવ્યું છે તે માટે હું આપને આભારી છું. મારું સ્થાન આપ જાણો છો કે મેં મારા પ્રિય જીવદયાના વિષયમાં ઘણાં વર્ષોથી લઈ લીધું છે અને તેની પાછળ મારી સેવા રાતદિવસ આપતે રહ્યો છું. આથી આપણી આ મહાન્ સંસ્થાના કામકાજમાં નિયમિત ભાગ લઈ શક્ય નથી, છતાં તે મહાન સંસ્થાને હું ભૂલી ગયો છું એમ સમજવાનું નથી. સને ૧૯૦૨ માં સ્વર્ગસ્થ શેઠ ફકીરચંદ પ્રેમચંદની રાહબરી અને રાતદિવસની મોટી જહેમતને પરિણામે, મુંબઈ મુકામે મળેલી આપણી કોન્ફરન્સની નામે બીજી પણ ખરી રીતે પહેલી ભવ્ય બેઠક વખતે તે સજજન પુરુષના સહકારી કાર્યકર્તાઓમાં હું પણ એક હતું. તેઓ અને શ્રી. વીરચંદ દીપચંદ, શ્રી. મેહનલાલ પુંજાભાઇ, શ્રી. માણેકલાલ ઘેલાભાઈ વિગેરે સ્વર્ગવાસી થયા; પણ અત્યારે તે સમયનો ઉત્સાહ સંઘભક્તિને આવેશ અને સબળ પુરૂષાથ યાદ આવે છે, તેનાં જુનાં સ્મરણે તાજા થાય છે, અને તે સર્વે ગુણે આપણામાંની હયાત પ્રધાન વ્યકિતઓમાં જાગૃત થાય અને તે વડે કેન્ફરન્સને ઉત્કર્ષ થાય એમ હું ઈચ્છું છું.
વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન આપતાં આપણે આપણું સંગઠન કરી શકીએ અને શક્તિને વિચાર કરી શકીએ તે આ મહાસભાનું ગૌરવ વધારી શકીએ એમાં કંઈ શક નથી. આપણા સમાજમાં સમર્થ વ્યક્તિઓ છે, જોઈતું ધન છે, ભણેલા ગણેલાની સંખ્યા ઘણી વધી છે, લોકો વિચારતા થઈ ગયા છે. સગવડનાં પુષ્કળ સાધનો મળી શકે છે,- આ સર્વને ઉપયોગ સમાજના હિતમાં જરૂર થઈ શકે. જે પ્રધાન વ્યકિતઓમાં આત્મવિશ્વાસ આવે અને આત્મભેગ આપવાની ધગશ જાગે તે ધાયુ કામ પાર પાડી શકાય. એટલે આપણી આ મહાસભાને ઉંચા પદે લઈ જઈ શકાય અને તે દ્વારા સમાજ-હ તનાં સત્કાર્યો કરી શકાય.
આપણી મહાસભાએ સમાજ ઉપયોગી કાર્યો માટે જે આંદોલનો ઉત્પન્ન કરી આખી સમાજમાં ફેલાવ્યાં છે તેનાં સારાં પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. સ્થળે સ્થળે પાઠશાળાએ, ગુરૂકુળ, બાળાશ્રમો, વિદ્યાલય, શિક્ષણ શાળાઓ, વિદ્યાર્થીગૃહ, દવાખાનાઓ, આરોગ્યભુવને, જ્ઞાનમંદિર, પુસ્તકાલયે અને જ્ઞાન ભંડાર વગેરે સ્થપાઈ અત્યાર સુધી સારા પ્રમાણમાં કાર્ય કરી રહ્યાં છે. બાળલગ્ન, વૃદ્ધલગ્ન, પ્રેતજન અને રડવા કુટવા આદિ હાનિકારક રિવાજે મોટે ભાગે નાબુદ થયા છે. ધર્માદા ખાતાંના વહિવટ પહેલાં કરતાં વધારે વ્યવસ્થિત થયાં છે. જુદા જુદા પ્રાંતના જેને સાથે સહકાર વધ્યો છે. એ રીતે આપણી મહાસભાના પ્રયાસેથી સમાજને ઘણા લાભ થયા છે અને જે સર્વ પક્ષ અને સર્વ કેટિના જેને પુરો સહકાર આપી સંગઠિત થઈ એકયથી કાર્ય કરે તે આ મહા સંસ્થાથી આપણા સમાજને હજી પણ વધારે લાભ પ્રાપ્ત કરી શકાય તેમ છે.
દરેક વ્યક્ત કે સંસ્થા પર ઠંડા કે ઉના વાયરા વાય છે અને તે ફાની વાયરા મુકાતાં તેની સ્થિતિ ડામાડોળ બને છે. આપણી મહાસભાનો ઈતિહાસ તપાસતાં પણ તેવા જુદા જુદા પ્રસંગે આપણને મળી આવે છે. નજદીકના સમય તરફ દ્રષ્ટિ કરીએ તે તેવું જ એક પ્રકરણ (દક્ષાના પ્રશ્ન જગાડેલું જોવામાં આવે છે. આથી જુના વિચારવાળા અને નવા વિચારવાળા વચ્ચે મતભેદ ઉત્પન્ન થયા; નવીન પક્ષે અને નવા મંડળની સ્થાપના થઈ, તેમનું પ્રચારકાર્ય ખુબ થવા લાગ્યું; શાનાં સાધક બાધક પ્રમાણે રજુ થવા લાગ્યાં, શબ્દોની સાઠમારી થવા લાગી અને સામસામા ઠરાવો વિગેરેથી સંધ સંઘમાં, કુટુંબ-કુટુંબમાં, સગાસંબંધી- ઓમાં અને જ્ઞાતિઓમાં સ્થળે સ્થળે ભાગલા પડી ગયા. સાધુ સાધુઓમાં પણ પક્ષે પડયા અને વિક્ષેપો વધ્યા આવી પક્ષાપક્ષીથી સમાજમાં સમાધાન વૃત્તિ થિર નહિ રહી શકી અને અસતેષ કલેશ અને કુસંપનું વાતાવરણ ફેલાયું. | સંવત ૧૯૮૬ ની જીનરની બેઠકમાં દિક્ષા સંબંધી સાદે અને સર્વ પક્ષેને માન્ય થાય તે નરમ પણ મુદ્દાસરને ઠરાવ કરવામાં આવે. તે બાદ વડોદરા રાજયે “સંન્યાસ દિક્ષા નિયામક નિબંધ” ઘડવાની હિલચાલ કરી. આથી સાધુઓનું સમેલન ભરવાની યોજના વિચારાઈ અને સંવત ૧૯૯૦ માં અમદાવાદ મુકામે સાધુ સંમેલનની બેઠક મળી. આ સંમેલનમાં વિદ્વાન, વૃદ્ધ જૈનાચાર્યો તેમજ અન્ય સાધુઓએ જુદા જુદા વિષય ઉપર ૩૪ દિવસ સુધી ચર્ચા કરી અને જે નિર્ણ કર્યા તે પટ્ટકરૂપે સહી કરી બહાર પાડયા. મજકુર સાધુ સંમેલનના દિક્ષા અંગેના ઠરાવને જે આપણે તપાસીએ તે જરૂર માલમ પડશે કે તે ઠરાવ આપણી મહાસભાના જુન્નર અધિવેશનના ઠરાવ કરતાં ઘણી વધારે મર્યાદાઓ દિક્ષા અંગે મુકે છે. ત્યારબાદ