________________
તારનું સરનામું:- “હિંદસંઘ. –“HINDSANGHA.”
Regd. No. B. 1008.
ન,
છે
જૈન યુગ. The Jain Yuga.
જો કે વસ
જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
ઉમે ઘર
0
N
તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ-દોઢ આને.
- ~3 અંક રર મે.
વણ
જુનું ૧૨ મું:
નવું ૭મું. (
શુક્રવાર તારીખ ૧૬ મી જુન ૧૯૩૯.
ઐતિહાસિક પગલુંઃ દારૂબંધી.
માનવસમાજમાં મદિરા પાદપ્રવેશ આજ કાલનો નથી પણ અતિ જુગજુનો છે. એ મદિરા પાનના પ્રતાપે યાદવોએ સર્વ નાશ વેર્યો હતે એ ઈતિહાસ પ્રસિદ્ધ વસ્તુ છે. શરાબના એકજ પ્યાલાએ અનેક કુટુંબોમાં આગ–લગાડી છે–ભયાનક પાયમાલી તેણે પ્રવર્તાવી છે. માણસને માણસાઈમાંથી ફેંકી દેનાર હોય તે તે દારૂને શયતાન જ છે. તેથી તે હિંદુ-મુસ્લીમ શાસ્ત્રોએ મદિરાને અસ્પૃશ્ય કહી છે. જૈન શાસ્ત્રોએ તે સપ્ત મહાવ્યસનમાં તેનો સમાવેશ કરીને તથા નરકના દ્વારભૂત ગણાવીને તેનો ખૂબ ખૂબ તીરસ્કાર કર્યો છે-એકાંતે તેને ત્યાગજ સૂચવ્યું છે.
શરાબના શયતાને પિતાના મૂળ ખૂબ ઉંડા નાખ્યા છે. તેના આશકને ગુલામની કેટીમાં અને ગટરમાં રઝળતો તેણે જ રાખે છે. તે રાક્ષસ પિતાનું વિશાળ પ્રભુત્વ છેડીને એકદમ કેમ જાય ?
જૈન ધર્મ અને જૈન સાધુઓએ પ્રસંગે પ્રસંગે તેની વિરૂદ્ધમાં ખુબ આદેલને જગવ્યા છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે તેમના પ્રસિદ્ધ ગ્રંથ “યેગશાસ” માં શરાબને ખૂબ ખૂબ ફટકા મારતાં જણાવ્યું છે કે
મદિરાપાનથી પરાધીન ચિત્તવાળા પાપાત્માએ માતા પ્રત્યે સ્વપત્ની જેવું આચરણ કરે છે અને સ્વપ્રિયા પ્રતિ માતાવતું આચરણ કરે છે ! ”
મુડદાઓની પેઠે રાજમાર્ગમાં આળોટતાં મધ પીનારાના મેઢામાં પિલાણની શંકાએ શ્વાન લઘુ શંકા કરે છે.”
અધિક મદિરાપાન કરનાર ભર બજારમાં નગ્ન પણે સુઈ જાય છે. વળી પિતાની અને પારકી ન કહેવા યોગ્ય ગુપ્ત વાત પણ લીલા માત્રમાં કહી દે છે! ”
શ્રીમદ્ હેમચંદ્રસૂરીજીના આ વાકયે મદિરાને અંગેને યથાર્થ ચીનાર ખડો કરી દે છે. માનવ કુળના આ મહાશત્રુ સામે સમયે સમયે પરહિતમાં રત્ત એવા સંતેએ આવા ઉગ્ર આંદોલન શરૂ કરી જગત પર ઉપકારની શીતલધારા વરસાવી છે.
વર્તમાનમાં દારૂના દૈત્ય સામે આ કાળના એક અજોડ મહાન પુરૂષે પિતાના સર્વ સામર્થ્યથી પ્રવૃત્તિ શરૂ કરી છે. એને પિતાના પુત્રથી માંડી અનેક સારા કુટુંબના નબીરાઓને, દારૂની લતે ચડી જતાં વિનાશ થતે જોયે છે. એ પુરૂષઠે મજુરોની જીંદગીની અવદશ નિહાળી છે અને એ સર્વને પરિણામે દારૂબંધીના એતિહાસિક પગલાં ભરવાનો આદેશ છોડ છે. માત્ર હિન્દજ નહિં પણ સુધરેલું ગણાતું જગત તેના આ આદેશ અને પરિણામે ભણી આતુરતાએ મીટ માંડી રહ્યું છે. પણ સીતેરમાં વર્ષની આથમતી સંધ્યા ભણી પગ ધરતા એ મહાત્માને આશાવાદ તે કઈ અનોખે જ છે ! અનેક ગાળો ખાઈને-ઘણું ઘણું સહીને પણ માનવ કુળનું મહાકલંક ધાવાને તેનો મને રથ અજોડ છે! ખરેખર મહાત્માઓના ચિત્તને “વગ્રાફ રાશિ મુનિ સુકુમાજિ” વાથી પણ કઠોર અને પુછપથી પણ કેમળ કહેલ છે તે ગ્ય જ છે.
એ પુરૂષના શબ્દ, સ્વાયત્ત પ્રાન્તના પ્રજાકીય પ્રધાનોએ પ્રજાહિતના એ પગલા ભરવા માટે કરોડના આંધણ સ્વીકાર્યો છે. અંધકાર પછીના ઉષાના અજવાળા એમ સૂચવે છે કે-દારૂબંધી થશે જ થશે.
જૈન” હદય અત્યારે પુલકિત બનવું જોઈએ. જેનત્વના પ્રચારનો આવો અવસર દુર્લભ-સુદુર્લભ હાય છે. પ્રત્યેક જેને-ગૃહસ્થ કે સાધુએ આ પવિત્રતાના યજ્ઞમાં પિતાને કાળે નોંધાવજ જોઈએ-સર્વ પ્રકારે સાથ આપવા જોઇએ.
આ શુભ અવસરે આપણે પ્રાથીએ કે-એ મહાત્માનો અને અમારા પ્રધાનને માર્ગ નિષ્કટક હે! કુદરત તેની કેડીએ દીવાદાંડી ધરે! દેવેના તેમના ઉપર આશીર્વાદ ઉતર! પગલે પગલે તેઓ વિજયમાળને વો!
રા. મ.