________________
તારનું સરનામું:- “હિંદસંઘ.—“ HINDSANGHA.”
Regd. No. , 1998.
LIRI
છે
ન રસ
જૈન યુગ. * The Jain Yuga.
##જેરફ
REાક પર બિઝિન)લગાય
જૈન ભવેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
परमेNE>
સાંજે
- તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
છુટક નકલ-દોઢ આને.
વર્ષ ના
ગુરૂવાર તારીખ ૧ લી જુન ૧૯૩૯.
3 અંક ૨ મ.
જૂ દક્ષિણમાં જૈનધર્મ છે આજે તે મેટે ભાગે જીર્ણ થઈ ગયેલા દેવાલ તેમજ શિલાલેખ અને ગ્રંથો ઉપરથી જણાય આવે છે કે મહારાષ્ટ્રમાં તેમજ કાનડી ભાષા બોલતા પ્રદેશમાં એટલે કે વર્તમાન મુંબઈ ઇલાકાના દક્ષિણ ભાગમાં, મદ્રાસ ઇલાકાના ઉત્તર ભાગમાં, કુર્ગમાં તથા હૈદ્રાબાદના અને મૈસુરના રાજ્યમાં અનેક જૈનધર્મીઓ હતા અને એ ધર્મ ખુબ ઉન્નતિ પામ્યો હતો. એ પ્રદેશોમાં રાજ્ય કરનાર અનેક રાજાઓ જોઈએ તો પોતેજ જૈન હતા. અથવા તે કમમાં કમ પિતાના અનેક પ્રજાજનોના એ ધમને દાનથી અને બીજી રીતે સારા પ્રમાણમાં આશ્રય આપતા.
પશ્ચિમના પૂર્વકાંડા સુધીના સમસ્ત દ્વીપકલ્પ ઉપર જૈન ધર્મનો પ્રભાવ ફરી વળ્યો હતો. લેખો અને બીજા સ્મારકે ઉપરથી જણાઈ આવે છે કે મહારાષ્ટ્ર ભાષા બોલતા સમસ્ત પ્રદેશમાં તેમજ કાનડી અને તેલુગ પ્રદેશમાં ઠેઠ ઓરીસા સુધી એ ધર્મનો પ્રભાવ ફરી વળ્યો હતો. આજના મદ્રાસ ઇલાકાના પૂર્વ કનારા ઉપર આવેલા પ્રદેશનો રાજકીય ઇતિહાસ હજી સ્પષ્ટ થો બાકી છે. છતાંએ શેષગિરિરાવે પોતાના Andhra Karnala Jainism માં જે કાવ્ય સંગ્રહ કર્યો છે તે ઉપરથી જાણી શકાય છે કે આજના વિઝાગાપટમ, ફષ્ણ, નેલોર વગેરે પ્રદેશમાં પ્રાચીન કાલે જૈન ધર્મ પ્રસર્યો હતો અને એ ધર્મના દેવળો બંધાયા હતાં.
કાનડી લેકના અને તેમના પાડોશના પ્રદેશના લોકોના ધાર્મિક જીવન ઉપર જૈન ધર્મની જે છાયા પડી છે એનું વર્ણન કર્યું જાય એમ નથી. પ્રાચીનકાળે સર્વ સંસ્કૃતિના ક્ષેત્રમાં તેઓ મુખ્ય અને અનેક રીતે એક માત્ર અગ્રેસર હતા. એમની કઈ પ્રતિસ્પર્ધા કરી શકતું નહીં. બારમાં સૈકાના મધ્ય ભાગ સુધી સમસ્ત કાનડી સાહિત્ય જન હતું અને પછીના સમયમાં પણ કાનડી સાહિત્યમાં જૈન ધર્મ મહત્વને સ્થાને હતો..
મહાવંશ તે સિંહલદ્વીપને મહાકાવ્યગ્રંથ ઇ. સ. ના ૫ માં સિકામાં કવિ મહાનાભે રચેલા છે તેમાં લખ્યું છે કે રાજ પંડકાભવની રાજધાનીના નગર અનુરાધપુરમાં પણ નિગ્રન્થ સાધુ
ના દેવાલયો અને ઉપાશ્રયે હતા. આ હકીકત સવશે વિશ્વાસપાત્ર ન હોય તો પણ એ ઉપરથી એટલું તો માનવુંજ ઘટે છે કે અતિ પ્રાચીન કાલથી જૈનધર્મનો પ્રચાર સિંહલદ્વીપમાં થયે હોય. અને ત્યારે તે એ પણ સ્વીકારી લેવું ઘટે કે જૈન ધર્મ પોતાના જન્મસ્થાનની અને સિંહલદ્વીપની વચ્ચે આવેલી ભૂમિમાં તેવારે મંગલાચરણ કર્યું હોય.
– પ્રા. હેમુ ગ્લાજેનાપ