________________
Regd. No. B. 1996.
તારનું સરનામું:- “હિંદસંઘ.“HINDSANGHA.”
I ના તિથણ !
જૈન યુગ.. The Jain Yuga.
,
0
og
છે.
છે
જૈિન ભવેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] .
0
તંત્રી:–મોહનલાલ દીપચંદ ચોકસી.
છુટક નકલ-દોઢ આને.
વાર્ષિક લવાજમ –રૂપીઆ બે. જુનું ૧૨ મું.
1
. નવું ૭ મું. '
મંગળવાર તારીખ ૧૬ મી મે ૧૯૩૯.
અંક ૨૦ મે.
પ્રતિભા સંપન્ન જૈન કોમ.
એકંદરે જોતાં જણાશે કે ઈ. સ. ની બારમી સદીના અંતથી આજ સુધી ખંભાતના જનસમુદાયમાં કોઈપણ પ્રતિભાસંપન્ન વર્ગ હોય તો તે જેન કેમ છે. હેમચંદ્રાચાર્ય, હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ જેવા યુગપ્રધાન જેનાચાર્યાએ ખંભાતમાં વખતે વખત લાંબા નિવાસ કરેલા છે; મહારાજાધિરાજ કુમારપાલના વખતમાં ઉદયન મંત્રી અને પછી વસ્તુપાલ તેજપાલ જેવા રાજ પુરૂથી જૈન સમાજ પિષા છે; અને પિણું બસો વર્ષની અમદાવાદની સલતનત તથા સો વર્ષની તે પહેલાંની દિલ્હીના સુબાઓની સત્તા દરમ્યાન પણ જેન કેમે ખંભાતના સમાજમાં પિતાનું અગ્રેસરપણું કાયમ રાખ્યું હતું એ સમરાશાહ અને વજિયા તથા રાજિયાશાહના ઉલેખે ઉપરથી સ્પષ્ટ થાય છે. આજે પણ ખંભાતને જનસમુદાય માટે ભાગે હિંદુ છે અને હિંદુઓમાં જેનું જ ખાસ જર છે.
હેમચંદ્રસૂરિ જેવા ભાવિષ્યમાં કાળિકાળ સર્વજ્ઞ કહેવાએલા પ્રભાવિકે ખંભાતમાં દીક્ષા લીધી એટલે જૈન દર્શનના પ્રખર પંડિત અને સમર્થ મુનિઓ ખંભાતમાં હશે. વસ્તુપાળ તેજપાળને જેવા ધનવાન અને સત્તાવાન હતા તેવા જ વિદ્યાવિલાસી પણ હતા. પાટણના રાજપુરોહિત સોમેશ્વર દેવ-કીર્તિ કામુદીના કર્તા-જેવા કવિ પંડિતે એમની પાસે રહેતા. જયસિંહસૂરિ કૃત હમ્મીરમદ મર્દન નાટક સંસ્કૃતમાં વસ્તુપાલના પુત્ર જયંતસિહના હુકમથી ખંભાતમાં ભીમેશ્વરને ઉત્સવના વરઘોડા વખતે ભજવાયું હતું. એટલે ગુજરાતે ઉત્પન્ન કરેલા સંસ્કૃત સાહિત્યમાં પણ ખંભાતે ફાળે આપ્યો છે અને સંસ્કૃત નાટક ભજવાતું જોઈ શકે એવી એ વખતના શિષ્ટ સમાજની સ્થિતિ હતી તે વ્યકત થાય છે. જાતે જેન છતાં ભીમેશ્વરના ઉત્સવ પ્રસંગે જયંતસિંહ રસભર્યો ભાગ લે એ પણ એ સમયના સમાજની સહિષ્ણુતા અને મિલનસારપણું સિદ્ધ કરે છે. હાલના જે જકડાએ એ વખતન સમાજ નહિ હોય એમ લાગે છે.
“સંગીત રત્નાકર' માં એક રાગનું નામ લખાસિ આપેલું છે એ સંગીતનો શેખ સુચવે છે. સોળમી-સત્તરમી સદીના જૂના ગુજરાતીમાં લખાએલા જેન રાસાઓમાં ખંભાતી” રાગ નજરે પડે છે. | ગુજરાતી સાહિત્યમાં પણ ખંભાતે પિતાને ફાળો આપેલો છે. સત્તરમી સદીની શરૂઆતમાં થઈ ગએલા કવિ ઋષભદાસનું નામ આગળ આવે છે ગૃહસ્થાશ્રમી છતાં તે સમયમાં સારા કવિ તરિકે તે વિખ્યાત થયા છે. તે ગર્ભ શ્રીમંત હતા અને સંધ પણ કાઢો હતો. એમણે અકબર અને જહાંગીરના વખતના ખંભાતનું તથા ખંભાતના સમાજનું સારૂ ને અતિશયોક્તિ વગરનું ચિત્ર આપ્યું છે. ગુજરાતી ભાષામાં લગભગ ૩૨ રાસ લખ્યા છે.
ખંભાતમાં વિખ્યાત જેન આચાર્યોના આગમન તથા અનેક જૈન શેઠિયાઓના ધર્મકાર્યો વગેરેના એટલા બધા ઉલ્લેખ મળે છે કે જેની દ્રષ્ટિએ ખંભાતના ઇતિહાસની એક નાની પુસ્તિકા જુદી થાય.
“ખંભાતને પ્રાચીન ઇતિહાસ.”